Mahila Utkarsh Yojana: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓ રોજગારી મેળવે અને આર્થિક રીતે કોઈ પર આધારિત ન રેહવું પડે તે માટે આ યોજના ચાલવામાં આવી રહી છે. આવી જ એક યોજના સરકાર દ્વારા મહિલાઓ માટે બહાર પડેલ છે જે છે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના. આ યોજના અંતર્ગત મહિલાઓ ને વ્યાજ વિના ૧૦૦૦૦૦ ની લોન આપવામાં આવે છે. તો ચાલો જાણીયે આપડે આ યોજના વિષે વિગતવાર.
આ યોજના માટે રાજ્યના તમામ મહિલા સ્વ સહાય જૂથ એ લોન નો લાભ મેળવવા માટે ઓનલાઈન registration કરાવવું પડે છે. Lockdown માં નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ને વધુ તકલીફ પડી હતી પરંતુ તે તકલીફ ને ધ્યાને રાખીને જ આ એક યોજના બહાર પાડવામાં આવી હતી. મહિલાઓ ના સ્વ રોજગારી અને સશક્તિકરણ માટે તથા રાજ્યની મહિલાઓ ને આર્થિક રીતે પોતાના પગ પર ઊભી રહે તે માટે આ યોજના બહાર પડેલ છે.
Mahila Utkarsh Yojana 2023
યોજનાનું નામ | Mahila Utkarsh Yojana 2023 |
લાભાર્થી | રાજ્યની સખી મંડળની મહિલાઓ |
શરૂઆત | ૨૦૨૦ થી |
અરજી કઈ રીતે કરવી | ઓનલાઈન |
યોજનાનો હેતુ | 0% વ્યાજ દરે લોન |
હાલ નું વર્ષ | 2023 |
કેટલી નાણાકીય સહાય મળે | 1 લાખ સુધીની લોન |
સતાવાર વેબસાઈટ | mmuy.gujarat.gov.in |
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ના ફાયદા :
- આ યોજના ગુજરાત સરકારે મહિલાઓ ને સ્વ રોજગાર માટે લોન આપવાની ચાલુ કરી છે.અને જેથી કરીને મહિલાઓ ને આર્થિક રીતે કોઈ પર આધારિત ન રેહવું પડે.
- આ યોજના માં રાજ્યની મહિલાને આર્થિક રીતે પગભર કરીને સારું જીવનધોરણ પૂરી પાડવામા મદદ કરે છે.
- આ યોજના દ્વારા રાજ્ય ની મહિલાઓ ને એક લાખ સુધીની લોન આપવામાં આવે છે અને તેનો વ્યાજ દર શૂન્ય હોય છે.
- આ લોન સીધી જ બેંક ખાતામાં transfer કરવામાં આવે છે.
- આ લોન થી મહિલાઓ પોતાનો વ્યવસાય ચાલુ કે વધારી શકે છે.
- કોવિદ ની મહામારી દરમ્યાન લોકોને ખૂબ જ મુશ્કેલી પડી હતી આથી આ યોજના આર્થિક રીતે સદ્ધર કરવા માટે બહાર પાડવામાં આવેલ છે.
- આ યોજના નો લાભ ફક્ત ગુજરાત ની મહિલાઓ જ મેળવી શકે છે.
- આ યોજના હેઠળ મહિલાઓ તેમને જે આવડતું હોય તે કામ રોજગારી માટે શરૂ કરી શકે છે.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ની ઓનલાઈન અરજી કઈં રીતે કરવી ?
- આ યોજના માટેની અરજી કરવામાં માટે સૌથી પેહલા તેની official website પર જાવ. તેની official website : https://mmuy.gujarat.gov.in/ છે
- આ website પર તમને બધી જ માહિતી મળી જશે અને ત્યાં એક ઠરાવ પણ આપેલો છે તો તે વાચો અને તેનો અભ્યાસ કરો.
- ત્યાર પછી ત્યાં એક ફોર્મ.ખુલશે તેમાં ફોર્મ મi પૂછેલી બધી જ માહિતી ભરો અને તે પછી તે તેમાં જરૂરી વિગતો જેવી કે બેંક ની વિગતો , રાજ્ય, જિલ્લો, અરજી કરનાર નું નામ લખીને સબમિટ કરો.
- ફોર્મ સાથે જે જે જરૂરી વીગતો મંગાવેલી છે તે સ્કેન કરીને અરજી સાથે upload કરો અને સબમિટ પર ક્લિક કરો.
- આટલું કર્યા પછી તમારી અરજીની પ્રક્રિયા પૂરી થાય જાય છે.
Mukhyamantri Mahila Utkarsh Yojana ડોકયુમેન્ટ લીસ્ટ
આ યોજના માટેના જરૂરી document નું લીસ્ટ નીચે મુજબ છે:
- રહેઠાણ નું પ્રમાણપત્ર
- આવક નું પ્રમાણપત્ર
- aadharcard
- બેંક ખાતાની નકલ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઇલ નંબર
- રાશનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
આ યોજના ની વિશેષતાઓ
- આ યોજના હેઠળ જે લાભાર્થી નિયમિત હપ્તો ભરસે તો ૧ લાખની ઉપરનું વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
- આ યોજના હેઠળ ગામડામા ૫૦૦૦૦ અને શહેર માં ૫૦૦૦૦ JLESG નો સમાવેશ કરવામાં આવેલ છે.
- આ યોજના હેઠળ દર માસે 10000/- લોન ના હપ્તા ભરવાના રહેશે. તેથી દરેક મહિલા ને 1000/- માસિક હપ્તો ભરવાનો રહેશે.
- નિયમિત રીતે માસિક હપ્તા ભરવાથી 11 અને 12 મહિનાના 10000/- રૂપિયા ના 2 માસિક હપ્તા ની રકમ ખાતા માં બચત તરીકે રાખવામા આવશે.
અગત્યની લીંક
ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
ડીટેઇલ ઠરાવ PDF | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |

Mahila Utkarsh Yojana અંતર્ગત વારંવાર પૂછાતા પ્રશ્નો
Mahila utkarsh yojana એટલે કે MMUY માટે ની official website કઈ છે?
https://mmuy.gujarat.gov.in/
Mukhyamantri Mahila Utkarsh Yojana અંતર્ગત કેટલી રકમની લોન મળે છે ?
Mukhyamantri Mahila Utkarsh Yojana અંતર્ગત રૂ. 1 લાખ સુધી લોન મળે છે.
મહિલા ઉત્કર્ષ યોજના નો મુખ્ય હેતુ શું છે?
Mukhyamantri Mahila Utkarsh Yojana નો હેતુ રાજ્યના સ્વ-સહાય જૂથોની મહિલાઓને સ્વ રોજગારી સાથે જોડવાનો છે.
1 thought on “Mahila Utkarsh Yojana – MMUY: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 અંતર્ગત મહિલાઓ ને મળશે વ્યાજ વિના ૧ લાખની લોન”