ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’ના પોસ્ટરને લઇ આ એક્ટરે લગાવ્યો ગંભીર આરોપ

Spread the love

ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’ના પોસ્ટરને લઇ આ એક્ટરે લગાવ્યો ગંભીર આરોપ: બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા ડિસુઝા લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં ફરી ઘમાલ મચાવા પરત ફરી રહ્યી છે. મહત્વનું છે કે, જેનેલિયા લગભગ દસ વર્ષ પછી એક્ટિંગની દુનિયામાં કમબેક કરી રહી છે. જેનેલિયા છેલ્લે રિતેશ દેશમુખ સાથે ફિલ્મ ‘તેરે નાલ લવ હો ગયા’માં જોવા મળી હતી. ત્યારે ફરી એકવાર આ કપલ તેની અપકમિંગ ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’માં સાથે જોવા મળશે. કપલે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી ફિલ્મના ટ્રેલર અંગે માહિતી આપી છે.

ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં રિતેશ દેશમુખ પોતાનો બેબી બમ્પ બતાવતો જોવા મળી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફિલ્મના પોસ્ટરને લઇ અભિનેતા કમલ આર ખાને મેકર્સ પર ચોરીનો આરોપ લગાવ્યો છે.

આ સાથે કેઆરકેએ ટ્વીટમાં લખ્યું છે કે, આમ તો ભાઇ રિતેશ કોઇ પણ કહાની વિશે બધું જાણે જ છે. તમે એમને કોઇ પણ સ્ક્રિપ્ટ સંભળાવો છો ત્યારે એ તમને સામે 10 સુચન આપશે. પરંતુ જ્યારે ફિલ્મ માટે તે હા પાડે છે ત્યારે તે સપનામાં ચાલ્યા જાય છે. જેને પગલે તે આ પ્રકારની ફિલ્મો કરે છે. અન્યની જેમ બેંકચોર,બંગિસ્તાન તેમજ બેંજો વગેરે.

KRKએ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે ‘જો મેકર્સ આવી ફિલ્મો બનાવે છે તો ફિલ્મ મેકર્સ કોઈને કેવી રીતે દોષી ઠેરવી શકે? જે આ પ્રકારની ફિલ્મો બનાવે છે, તેને ભગવાન પણ બરબાદ થતા બચાવી શકે નહીં.

See also  First Floating Restaurant in Ahmedabad - ગુજરાતની પહેલી તરતી રેસ્ટોરન્ટ અમદાવાદમાં

કેઆરકેના નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સૌરભ નામના યૂઝરે લખ્યું કે ‘હવે તમે પણ રિતેશ પર કોમેન્ટ કરશો, એ તો તમારો મિત્ર છે. તો મીના નામની એક યૂઝરે કહ્યું હતું કે, ભાઇ આ ફિલ્મમાં તમારો મિત્ર રિતેશ છે. તમે એને બક્ષો કે હવે તેની સાથે પણ નથી બનતું. જ્યારે અન્ય એક યૂઝરે ટિપ્પણી કરી છે કે, ભાઇ તમારી દેશદ્રોહી તો ક્યાંક કોપી નથી ને? તેનો બીજો ભાગ ક્યારે રિલીઝ થશે?

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો