MOBILE BLAST: તમારી નાની નાની ભૂલો બની શકે છે મોબાઇલ બ્લાસ્ટનું કારણ

Spread the love

MOBILE BLAST: વર્તમાન યુવમાં લોકોનો સમય મોટાભાગે મોબાઈલ પર જ પસાર થતું હોય છે. સતત મોબાઈલ નો ઉપયોગ સારો તો નથી એકધારો લાંબો સમય સુધી મોબાઈલ નો ઉપયોગ કરવો ખતરનાક અને જોખમી સાબિત થઈ રહ્યો છે. મોબાઈલ ના વધુ પડતા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. તે ઉપરાંત મોબાઇલ પણ ખરાબ થઈ શકે.

આજકાલ મોબાઈલ નો ઉપયોગ વધી રહ્યો છે. કોઈપણ ઉંમરના લોકો મોબાઇલ પર વધુ સમય વિતાવવા લાગ્યા છે. તેમાં સમયનો જ બગાડ નથી. પરંતુ તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકરતા છે.

વધુ પડતા મોબાઈલ ના ઉપયોગથી મોબાઈલ વિસ્ફોટની ઘટનાઓ પણ ઘટી રહી છે. ઘણા લોકો મોબાઇલ ચાર્જ પર રાખીને સૂઈ જાય છે અથવા ચાર્જ પર લગાવીને ફોનમાં વાતો કરે છે. તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. જેમાં જીવ પણ જઈ શકે છે.

હમણાં જ એક કિસ્સો સામે આવ્યો જેમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં MOBILE BLAST થયો હતો. આ વિસ્ફોટમાં એક વૃદ્ધનુ મોત નીપજ્યું હતું. દયારામ નામના વૃદ્ધ મોબાઈલ ચાર્જ પર રાખીને ફોનમાં વાત કરી રહ્યા હતા. તે જ સમયે તેના મોબાઇલમાં બ્લાસ્ટ થયો. અને તેના શરીરના પણ ટુકડા થઈ ગયા.

મોબાઈલ ના વિસ્ફોટના કારણો કયા કયા હોઈ શકે?

MOBILE BLAST થવાનું કારણ મોટા ભાગે બેટરી હોય છે. બેટરીના કારણે જ મોબાઇલમાં બ્લાસ્ટ થાય છે. બેટરી વધુ પડતી ગરમ થઇ જાય ત્યારે બેટરીનો વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય છે. બ્રાન્ડેડ કંપનીઓમાં બેટરીને ઠંડી કરવાની સિસ્ટમ હોય છે. પરંતુ બધા મોબાઇલમાં આ સિસ્ટમ હોતી નથી. જેને કારણે શોર્ટ સર્કિટ થાય છે, અને પ્રોસેસર ગરમ થવાને કારણે બ્લાસ્ટ થાય છે.

MOBILE BLAST / મોબાઈલ વિસ્ફોટ ના થાય તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

મોબાઈલ વિસ્ફોટ ના થાય તે માટે અમુક બાબતોનો ખ્યાલ રાખવાથી બચી શકાય છે. તે માટે જ્યારે પણ તમે તમારો મોબાઈલ ચાર્જિંગ પર રાખો ત્યારે તેનો વપરાશ ન કરો. અને મોબાઇલમાં સો ટકા ચાર્જ થઈ જાય તો તરત જ બંધ કરી દો. તે સિવાયના બીજા મુદ્દાઓ પણ ધ્યાને રાખવા જોઈએ જે નીચે મુજબ છે:

  • ​સૌથી પહેલા તો મોબાઇલમાં કોઈપણ બિનજરૂરી વસ્તુઓ ન રાખો. જેમ કે ગેમ્સ છે કે કાંઈ પણ
  • ​જ્યારે ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે મોબાઈલ વાપરવો નહીં
  • ​મોબાઇલને તકિયા નીચે રાખીને સૂવું નહીં
  • ઉનાળામાં મોબાઈલ ગરમ થઇ જવાની સમસ્યા વધુ રહે છે, આથી ઉનાળામાં મોબાઈલ હાથમાં લાંબા સમય સુધી ઉપયોગ ના કરવો.
  • શક્ય હોય ત્યાં સુધી પર્સ કે ખિસ્સામાં રાખો અને જો કારમાં રાખીને બહાર જતા હો તો કારનું એસી ચાલુ રાખો.
  • ​ઘણીવાર લોકો ઓછી કિંમતે ચાર્જર લેતા હોય છે તો આવા ડુપ્લિકેટ ચાર્જર થી મોબાઈલ ચાર્જ કરવાનો ટાળો.
  • ​એકધારા લાંબા સમય સુધી મોબાઈલ પર વાત કરવાથી પણ મોબાઈલ ગરમ થઈ જાય છે અને વિસ્ફોટ થવાની શક્યતા વધી જાય છે.
  • ગાડીના ચલાવતી વખતે કારના ડેશબોર્ડ અથવા તો સૂર્ય પ્રકાસ સીધો મોબાઇલ પર પડે તેવી જગ્યા એ મોબાઇલ મૂકી ને ક્યારે પણ ચાર્જ કરવો જોઈએ નહીં.
  • ​મોબાઈલને કોઈપણ ડુપ્લિકેટ ચાર્જર થી કે અન્ય ડેટા કેબલથી ચાર્જ કરવો જોઈએ નહીં.
  • ​આ સિવાય જો ફોન યોગ્ય રીતે ચાર્જ ન થતો હોય તો તરત જ તેને લાગુ પડતા સર્વિસ સેન્ટરમાં મોબાઇલ બતાવી દેવો.
See also  Whatsapp Down: વોટ્સએપનું સર્વર ડાઉન, યુઝર્સને મેસેજ મોકલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આવી અમુક બાબતો ધ્યાનમાં રાખવાથી MOBILE BLAST થતો અટકાવી શકાય છે.

વિશ્વ ગુજરાત હોમ પેજ અહી ક્લિક કરો
વ્હોટસેપ ગ્રુપ અહી ક્લિક કરો
MOBILE BLAST: તમારી નાની નાની ભૂલો બની શકે છે મોબાઇલ બ્લાસ્ટનું કારણ

Leave a Comment

error: Content is protected !!