Mobile Sahay Yojana: ગુજરાત ના ખેડૂત માટે મોબાઈલ સહાય યોજના 2024

Spread the love

Mobile Sahay Yojana: હવે ખેડૂતો ને પણ ડિજિટલ દુનિયા માં પગ માંડવો પડશે.ખેડૂતો ને હવામાન વિભાગ ની આગાહી,ખેતી વિષય ના પ્રશ્નો, કીટ નાશક દવાઓ ની જાણકારી વગેરે તેઓ સીધા પોતાના મોબાઈલ માં જ મેળવી શકે છે.જે સીધા તેઓ નાં Smart phone દ્વારા જ તેઓ જાણી શકે છે.આ યોજના માં આપડા દેશ ના ખેડૂતો ને ટેકનોલોજી ના ક્ષેત્ર માં આગળ લાવવા માટે નો સરકાર નો પ્રયાસ છે.

આજકાલ જમાનો ડિજીટલ થતો જાઈ છે જેમાં બધાજ કામો ડિજીટલી થતાં જાઈ છે તેથી ખેડૂતો તેમના સરકારી કામો ડિજિટલી કરી શકે તે હેતુ થી આ યોજના અમલ મા મુકેલ છે. સરકાર ની ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમના ફોર્મ Online હોઈ છે તેથી તેથી હવે આ સમય માં Smartphone નો વપરાશ વધી રહ્યો છે અને દુનિયા IT technology માં આગળ વધી રહી છે.જેથી સરકાર દ્વારા ખેડૂતો જો 15,000 રૂપિયા સુધી નો Smartphone ખરીદે તો તેઓને 6,000/- ની સહાય આપવામા આવશે અને વધુ કિંમત નો મોબાઈલ હશે તો તેઓ ને મોબાઈલ ની કિંમત ના 40% ની સહાય મળશે.

આ યોજના ગુજરાત સરકાર દ્વારા હમણા જ અમલ મા આવવાની છે.જેમાં જો કોઈ ખેડૂત પાસે જમીન હોઈ અને તેઓ જો ખાતેદાર હોઈ તો તેઓ ને આ યોજના માં લાભ મળશે. આ યોજના માં જો ખેડૂત 15,000 ની કિંમત સુધી નો કોઈપણ મોબાઈલ ખરીદે તો તેઓ ને તે મોબાઈલ ની કિંમત ના 10% અથવા તો 6,000/- રૂપિયા જે ઓછું હશે તે સહાય સ્વરૂપે આપવામાં માં આવશે.

ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.

See also  500000 સુધીની વિનામૂલ્યે સારવાર માટે Ayushman Bharat Hospital List 2023 / આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ

જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલ દ્વારા સરળતાથી મળી રહે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

Mobile Sahay Yojana 2024 હાઇલાઇટ

સહાય નું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2024
કોને લાભ મળી શકશે ગુજરાત રાજ્યના ખેડૂતો ને
વષૅ2024
કેટલી સહાય મળી શકે છેરાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય.
અરજી કઇ રીતે કરવી ikhedut પોર્ટલ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે
Websiteikhedut.gujarat.gov.in
આ પણ વાંચો: વાહન અકસ્માત સહાય યોજના

Mobile Sahay Yojana નો હેતુ :

Mobile Sahay Yojana 2023: ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.

ખેડૂત મોબાઈલ યોજના માં કોને કોને લાભ મળી શકે છે?

Mobile Sahay Yojana 2023: ગુજરાત રાજ્યના ખેડુતોને સ્માર્ટફોન પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
  • સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
  • આ સહાય ફક્ત સ્માર્ટફોન ની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
See also  Water Tank Sahay Yojana 2023: પાણીની ટાંકી સહાય યોજના 2023

Mobile Sahay Yojana 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી:

Mobile Sahay Yojana 2023: આ યોજના માટે એપ્લિકેશન કરવા માટે નીચે મુજબ નાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે.

  • ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
  • AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ

Mobile Sahay Yojana અંતર્ગત મળતા લાભો :

Mobile Sahay Yojana: આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેની બાબતો ધ્યાન માં રાખવા ની રહેશે.

  • આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
  • સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
  • ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.
  • ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
  • ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
  • For example- કોઈ ખેડૂત 9000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3600 ની સહાય મળશે. અથવા કોઈ ખેડૂત રૂ.17,000/- ની કિંમતનો SmartPhone ખરીદે તો 40% લેખે રૂ.6800/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.

આ યોજના ની અરજી કઇ રીતે કરવી?

Mobile Sahay Yojana: ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. તે માટેના નીચેના સ્ટેપ્સ ધ્યાને રાખી અરજી કરવાની રહશે.

  • સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.જ્યાં ikhedut portal ની Official Website ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
  • “Khetivadi ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.જેમાં “Smartphone Ni Kharidi Par Sahay” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Image નાખવાની રહેશે.લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને Online Arji કરવાની રહેશે.
  • ખેડૂત લાભાર્થી દ્વારા Farmer Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્‍ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
  • ખેડૂત લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ કઢાવાની રહેશે.અરજી પ્રિન્‍ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્‍ટ સાથે આપવાની રહેશે.
See also  Gyanshakti Admission 2023: હવે તમારા બાળકને ધોરણ 6 થી 12 સુધી ખાનગી શાળામાં ફ્રીમાં ભણાવો
Smartphone Scheme 2024 Form Apply LinkClick Here
Home PageClick Here
Mobile Sahay Yojana: ગુજરાત ના ખેડૂત માટે મોબાઈલ સહાય યોજના 2023

Mobile Sahay Yojana F.A.Q. :-

Mobile Sahay Yojana અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય મળી શકે છે?

આ યોજનામાં ખેડૂતો ને 6000/- સુધી ની સહાય મળી શકે છે.

આ યોજના નો લાભ લેવા મટે અરજી કઇ રીતે કરવાની રહશે?

Mobile Sahay Yojana નો લાભ લેવા માટે અરજી online કરવાની રહેશે.

1 thought on “Mobile Sahay Yojana: ગુજરાત ના ખેડૂત માટે મોબાઈલ સહાય યોજના 2024”

Leave a Comment

error: Content is protected !!