નવરાત્રી ની ભેટ / કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક PM મોદી સાહેબ કર્મચારીઓને આપી શકે DA વધારાની ભેટ

Spread the love

નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે. તેવામાં આવતીકાલે મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ ની બેઠક મળી રહી છે. આ બેઠકમાં તહેવારોને અનુલક્ષીને સરકાર કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે.

  • મોદી સાહેબની અધ્યક્ષતામાં આવતીકાલે બપોરે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી રહી છે.
  • તહેવારો નિમિત્તે કર્મચારીઓને DA વધારાની ભેટ આપી શકે સરકાર
  • ઘણા વર્ષોથી તહેવારોમાં DA વધારાની પરંપરા, આ વખતે પણ આવું થઈ શકે છે.

તહેવારો નિમિત્તે દર વર્ષે તમામ કેન્દ્રીય કર્મચારીઓના DA માં વધારાની પરંપરા ચાલી આવે છે. એ જ રીતે આ વખતે પણ સરકાર આ પરંપરાને આગળ વધારી શકે છે અને તેમને નવરાત્રી નિમિતે ડીએ વધારાની ભેટ આપી શકે છે. લાખો કર્મચારીઓ ઘણા સમયથી ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે તેમાં કદાચ આવતીકાલે બેઠકમાં સારા સમાચાર મળી શકે છે.

PM મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક

નવરાત્રીના ત્રીજા નોરતે એટલે કે આવતીકાલે PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવાની છે.

આ બેઠકમાં સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થાંની ભેટ આપી શકે છે. દેશભરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરો કે જેમને સાતમા પગારપંચના આધારે પગાર ચૂકવવામાં આવે છે, તેઓ તહેવારોના આ દિવસોમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારા માટે રાહ જોઈ રહ્યા છે.

કારણ કે ઘણા વર્ષોથી દર વર્ષે એક જ સમયે મોંઘવારી ભથ્થામાં સુધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી સરકારી કર્મચારીઓને તહેવારોની વચ્ચે કેટલાક વધારાના પૈસા આવે છે. ડીએ વધારાની જાહેરાત થવાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને બુધવારે સારા સમાચાર મળી શકે છે.

See also  Kerala Lottery Result Today Live Nirmal NR-280 Winners List Update

સીપીઆઈ માં વધારો થયો હોવાથી ડીએ વધી શકે છે.

આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ અથવા એઆઈસીપીઆઈ) લગભગ સ્થિર હતો, પરંતુ માર્ચ 2022માં તેમાં વધારો થયો હતો, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.

અત્યારે કેન્દ્રના કર્મચારીઓને 34% DA મળે છે.

કેન્દ્ર સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે અને તેનો અમલ માર્ચ અને સપ્ટેમ્બરમાં કરે છે.

31 ડિસેમ્બર, 2019 સુધી 7માં પગાર પંચના આધારે પગાર મેળવતા તમામ કર્મચારીઓને 17 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળતું હતું અને તે પછી દોઢ વર્ષ સુધી કોવિડના કારણે કોઈ વધારો કરાયો નહોતો.

બાદમાં જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થું 11 ટકા વધારીને 28 ટકા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ઓક્ટોબર 2021 માં ફરીથી 3 ટકા વધારવામાં આવ્યું હતું, અને તે પણ 1 જુલાઈ, 2021 થી લાગુ કરવામાં આવ્યું હતું. 2021થી તે 31 ટકાના દરે ઉપલબ્ધ છે.

ત્યારબાદ જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને હાલ 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે.

જો કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો થાય તો કેટલો પગાર વધી શકે?

કેન્દ્ર સરકાર DA માં 4 ટકાનો વધારો કરે તો સાતમા પગાર પંચના આધારે પગાર મેળવનારા તમામને 18,000 રૂપિયાના બેઝિક સેલરી પર ડીએમાં 720 રૂપિયાનો વધારો મળશે, અને આ વધારો 1,000 રૂપિયા પ્રતિ માસ થશે જ્યારે બેઝિક સેલરી 25,000 રૂપિયા છે. એ જ રીતે 50,000નો બેઝિક પગાર ધરાવતા લોકોને મહિને 2000 રૂપિયાનો લાભ મળશે અને 1000નો બેઝિક પગાર ધરાવતા લોકોને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા બાદ કુલ પગારમાં 4000 રુપિયાનો લાભ મળશે.

See also  શું છે આ શક સંવત, વિક્રમ સંવત, અંગ્રેજી કેલેન્ડર અને બધુ?

કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 5% નો વધારો થાય તો કેટલો પગાર વધી શકે?

જો કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થાય તો કેન્દ્રીય કર્મચારીઓના ડીએ 900 રૂપિયા વધી જશે, જે વાર્ષિક 10,800 રૂપિયા થશે. જો તમારી બેઝિક સેલરી 25,000 રૂપિયા છે, તો તમને દર મહિને 1,250 રૂપિયા અથવા વાર્ષિક 15,000 રૂપિયાનો લાભ મળશે. આ જ રીતે જો તમારો બેઝિક સેલરી 50 હજાર રૂપિયા છે તો તમને કુલ સેલરીમાં દર મહિને 2500 રૂપિયા અથવા વાર્ષિક 30,000 રૂપિયાનો વધારો મળશે અને જો તમારો બેઝિક સેલરી 1,00,000 રૂપિયા છે તો મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થયા બાદ કુલ સેલરીમાં દર મહિને 5000 રૂપિયા અથવા વાર્ષિક 60,000 રૂપિયાનો વધારો થશે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો