લાઈફ સ્કીલ / તમારી સાથે વાત કરતી વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તે જાણવા માટે ટીપ્સ

Spread the love

તમારી સાથે વાત કરતી વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું: ઘણી વખત આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણી સામેની વ્યક્તિ આપણા વિશે શું વિચારી રહી છે. તે આપણી સાથે વાત કરે છે તો સાચું બોલે છે કે ખોટું એ જાણવું આપણા માટે મુશ્કેલ થઈ જતું હોય છે. તેના માટે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી ટિપ્સ આપેલી છે. પરંતુ અત્યારે આપણને આપણા વેદ અને ગ્રંથો વાંચવાનો સમય હોતો નથી.

ગરુડ પુરાણ એ હિન્દુઓને પવિત્ર ગ્રંથ છે, અને સામાન્ય રીતે મૃત્યુ પછી જે કોઈ ઘટનાઓ બને છે તેનું વર્ણન ગરુડ પુરાણમાં કરેલું છે. તો આજે આપણે સામેની વ્યક્તિ ના પ્રતિભાવો પરથી તેના મનમાં ચાલતી વાતો કઈ રીતે સમજવી તેના વિશે જાણીએ.

તમારી સાથે વાત કરતી વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું

ગરુડ પુરાણમાં આપણા જીવન સાથે સંગત ઘણી બધી વાતો અંગે ટીપ્સ આપેલી છે. આજે આપણે લાઈફ મેનેજમેન્ટ ને લગતી કેટલીક ટીપ્સ ગરુડ પુરાણમાં આપેલી છે, તો તેના અનુસાર આપણી સાથે વાત કરતી વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું તેના પ્રતિભાવો પરથી કઈ રીતે જાણવું તેની ખાસ વાતો પર ધ્યાન આપવું જોઈએ.

ગરુડ પુરાણમાં આ બધી વાતો માટે એક શ્લોક આપેલો છે જે શ્લોક નીચે મુજબ છે.

ગરુડ પુરાણ અનુસર શ્લોક

अकारैरिंगितैर्गत्या चेष्टया भाषितेन च।
नेत्रवक्त्रविकाराभ्यां लक्ष्यतेर्न्गतं मनः।।

તેનો અર્થ- 1. શરીરનો આકાર, 2. સંકેતો, 3. ગતિ, 4. પ્રયત્નો, 5. વાણી, 6. આંખ અને 7. ચહેરાના હાવભાવથી કોઈપણ વ્યક્તિના મનની વાત સમજી શકાય છે.

See also  Viral News: સંગ્રહખોર લક્કડખોદ, અધધધ... 317 કિલો ફળો ભેગા કર્યા

શ્લોક અનુસાર વિગતવાર સમજૂતી.

  1. Body shape / શરીર નો આકાર

આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ ત્યારે, સામેની વ્યક્તિ જો હળવી મુદ્રામાં બેઠી હોય તો એવું સમજવું જોઈએ કે તે આપણી વાતને ગંભીરતાથી લેતા નથી. જ્યારે સામેની વ્યક્તિના ખભા નીચા થઈ જાય તો સમજવું કે તે ખોટું બોલી રહ્યા છે. આ રીતે તેના કદમાં તફાવત જોઈ શકો છો. આ રીતે તમે વિચારી શકો કે સામેની વ્યક્તિ તમારા વિશેષ શું વિચારી રહી છે.

  1. Signs / સંકેતો અથવા શૈલી

જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય ત્યારે દરેક વ્યક્તિની એક અલગ જ સ્ટાઈલ હોય છે. એટલે કે અલગ શૈલીમાં વાત કરતા હોય છે. જ્યારે તે વ્યક્તિ ખોટું બોલે છે અથવા તો ખોટું બોલવાની કોશિશ કરે છે, ત્યારે તેના મોઢા પર તમને બેચેનીના ભાવ જોવા મળશે. અને રેગ્યુલર રીતે વાત કરતા હોય તેના કરતાં તેની સ્ટાઈલ અલગ પડી જશે. આ ફેરફારો પરથી તમે જાણી શકો કે તે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું.

  1. Speed / ઝડપ – સ્પીડ

દરેક વ્યક્તિની બોલવાની ઝડપ એક સરખી હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ વાત કરતા હોય તો તેની વાત કરવાની ઝડપ દર વખતે એક સરખી રહેશે. પરંતુ જ્યારે તે વ્યક્તિ અટકાઈને બોલે અથવા તો તેના હવભાવ અને બોલવાની ઝડપમાં ફેરફાર થાય ત્યારે જ તમે અંદાજ લગાડી શકશો કે તે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું.

  1. Actions / ક્રિયાઓ

એક એક વાતની નોટિસ નહીં કરી હોય કોઈએ પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ જૂઠું બોલતી હોય અથવા સામેની વ્યક્તિથી કંઈ છુપાવવા માગતું હોય ત્યારે તેના શરીરમાં હલનચલન માં ફેરફાર જોવા મળશે. ખોટું બોલતી વખતે તે વ્યક્તિ એવું કંઈક કરે છે કે છે સામાન્ય રીતે નથી કરતા. તમે લોકો ત્યારે તેની ભૂલ પકડી શકો છો. પરંતુ આ બાબત સમજવી સરળ નથી. જો તમે તે વ્યક્તિ સાથે તેના વર્તનથી પૂરેપૂરા માહિતગાર હોય તો જ તમે આ બાબતની નોંધ કરી શકશો.

  1. Speech – વાણી – બોલવાનો ટોન
See also  Haunted place of Gujarat / ગુજરાત ના આ ભૂતિયા સ્થળે જતા લોકો ધોળા દિવસે પણ ડરે છે.

તમામ લોકોમાં એ સમજદારી હોતી નથી કે ક્યારે ઝડપથી બોલવું અને ક્યારે ધીમેથી બોલવું. કોઈ વ્યક્તિનો અવાજ અચાનકથી ઊંચો થઈ જાય તો એમ સમજવું કે તે વ્યક્તિ જૂઠું બોલી રહી છે. તે વ્યક્તિ એટલા માટે પોતાનો અવાજ ઊંચો કરે છે કે તે વ્યક્તિ બળજબરીથી પોતાનો પક્ષ તમારી સામે રજૂ કરી શકે. જો તમે તે વ્યક્તિની વાણી પર ધ્યાન દેશો તો તમે સમજી શકશો કે તે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું.

  1. Eye movements / આંખો ની હિલચાલ

તમારી સાથે વાત કરતી વ્યક્તિ જો તમારી આંખોમાં આંખ નાખીને વાત કરે તો તે વ્યક્તિ સાચું બોલતી હોય છે. પરંતુ જો સામેની વ્યક્તિ વાત કરતી વખતે પોતાની આંખો વારંવાર બંધ કરી દે અથવા તો દૂર જવાનો પ્રયત્ન કરે તો સમજવું કે તે વ્યક્તિ ખોટું બોલી રહી છે. આટલી નાની વાત તમને સાચા અને ખોટનો સંકેત આપી દે.

  1. Facial expressions / ચહેરા પરના હાવભાવ

કહેવાય છે કે ચહેરો તમારા મનની વાત રજૂ કરી દે છે. એ રીતે તમે જાણી શકશો કે સામેની વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું. જો કોઈ વ્યક્તિ પોતાના દિલની વાત તમારી સામે સરળતાથી રજૂ કરી દે તો તે વ્યક્તિ સાચું બોલે છે. અને જો કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વખતે તેના ચહેરા પર ગભરાટ કે ભયની લાગણી જોવા મળે સમજવું કે તે વ્યક્તિ ખોટું બોલી રહી છે. આ રીતે વ્યક્તિના બદલાતા અભાવ જોઈને તમે સત્ય કે અસત્યની પરખ કરી શકો છો.

મહત્વપૂર્ણ કડીઓ

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimer

તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

See also  જૂના ફેમિલી ફોટો માં છુપાયેલા કેટલાક પ્રાણીઓ, 99 ટકા લોકો તેને શોધવામાં નિષ્ફળ ગયા | Optical Illusion

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે 30 દિવસ ખાંડ ના ખાવાના ગજબ ફાયદા, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે

Leave a Comment

error: Content is protected !!