Post Office Mahila Samman Saving Scheme 2023: તારીખ 1 એપ્રિલ 2023 થી પોસ્ટ ઓફિસ દ્વારા મહિલા સમ્માન બચત યોજના ચાલુ કરવામાં આવી છે. સરકારે અત્યાર સુધી બચત યોજના માટે કઈ રીતે અરજી કરવી તે માટે ક્યારેય કોઈપણ માહિતી આપેલ નથી. પરંતુ હવે આ યોજના ચાલુ કરવામાં આવી છે. જેથી દરેક મહિલા ને લાભ થશે અને આ યોજના દ્વારા ત્રણ મહિને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ઉમેરવામાં આવશે.
દરેક મહિલાઓને પોતાના પૈસા બચાવવા માટે આ એક ખૂબ જ લાભદાયિક ટીમ છે સ્કીમ છે. આ યોજના દ્વારા મહિલાઓને ભવિષ્યમાં નાણાકીય બાબતે કોઈપણ મુશ્કેલી ન થાય એટલે કે ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખૂબ સારી સ્કીમ છે. ચાલો આ કિંગ સ્કીમ વિશે આપણે વિગતવાર જાણીએ.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી જન ધન યોજના
Post Office Mahila Samman Saving Scheme 2023
સરકારે જેવી નોટિફિકેશન બહાર પાડી તે સાથે જ મહિલા સમ્માન બચત યોજના અમલમાં આવી ગઈ છે આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓ જ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવીને લઈ શકે છે આ ખાતું ખોલાવવા માટેની યોજના ક્યારે લાગુ થઈ કોણે લાગુ કરી તથા તેના માટેના વ્યાજનો દર અને કેટલા રોકાણ થઈ શકે વગેરે જેવી બાબતો નીચે વિગતવાર દર્શાવેલ છે.
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન યોજના 2023 ભારતીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા ચાલુ કરવામાં આવેલ છે તે એક બચત યોજના છે જેમાં મહિલાઓ બે લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે અને તે બચત પર 7.5% ના વ્યાજ દરે વ્યાજ મેળવી શકે છે.
આર્ટીકલનું નામ | Post Office Mahila Samman Saving Scheme 2023 |
આર્ટીકલ નો હેતુ | પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત |
યોજના ની માહિતી | પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજના 2023 |
કોને લાભ મળશે | ભારતની મહિલાઓને |
આર્ટીકલ ની ભાષા | ગુજરાતી |
Post Office Mahila Samman Saving Scheme 2023: પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાઓ માટે એક ખાસ યોજના અમલમાં મુકેલ છે જેમાં મહિલાઓ બે લાખ રૂપિયા સુધી આ યોજનામાં રોકી શકે છે અને આ યોજનાનું નામ છે Post Office Mahila Samman Saving Scheme 2023 આ યોજના અંતર્ગત મહિલાઓને દર ત્રણ મહિને વ્યાજ ઉમેરી શકે છે અને તેના પર ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળે છે.
Mahila Samman Bachat Patra Yojana ની મુખ્ય વિશેષતાઓ (Features)
Post Office Mahila Samman Saving Scheme 2023 એ નીચેની મુખ્ય વિશેષતાઓ સાથે મહિલા-કેન્દ્રિત બચત કાર્યક્રમ છે:
- માત્ર મહિલાઓ માટેઃ આ યોજના માત્ર મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે.
️રોકાણનો સમયગાળો: મહિલાઓ 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.
️વ્યાજ દર: સરકાર રોકાણ પર વાર્ષિક 7.5% ના સ્પર્ધાત્મક વ્યાજ દર ઓફર કરે છે.
️કરમુક્તિઃ મહિલાઓને યોજનામાં જમા કરાયેલા નાણાં પર કરમાંથી મુક્તિ મળશે.
️નાણાકીય સ્વતંત્રતા: આ યોજનાનો હેતુ મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો છે.
- ટેક્સ બેનિફિટ્સઃ સરકારના જણાવ્યા અનુસાર, જે પણ મહિલા આ સ્કીમમાં રોકાણ કરશે તે ટેક્સ બેનિફિટ્સ માટે પાત્ર બનશે.
️નાણાકીય સુરક્ષા: આ યોજનામાં રોકાણ કરીને, મહિલાઓ અન્ય પર આધાર રાખ્યા વિના નાણાકીય સ્થિરતા અને સુરક્ષા પ્રાપ્ત કરી શકે છે.
આ પણ વાંચો: ગેરેજ કીટ સહાય યોજના
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનામાં કોણ ભાગ લઈ શકે છે?
- કોઈપણ મહિલા પોતાના માટે Post Office Mahila Samman Saving Scheme 2023માં ભાગ લઈ શકે છે.
- કોઈપણ સગીર બાળકી માટે તેના વાલી દ્વારા પણ આ યોજનામાં ભાગ લઈ શકાય છે
મહિલા સમ્માન બચત યોજનામાં કુલ કેટલી ડિપોઝિટ કરવાની હોય છે?
- કોઈપણ મહિલા વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધી ડિપોઝિટ કરાવી શકે છે.
- જો તમે વર્તમાન ખાતું અને અન્ય બીજું ખાતું ખોલાવવા માગતા હોય તો બંને ખાતા ખોલાવવાના સમય વચ્ચે ત્રણ મહિનાનો સમય ગાળો રાખવો પડે જેમ કે તમે આજે એક ડિપોઝિટ ખોલાવી તો તે પછી તમે બીજી ડિપોઝિટ તેના ત્રણ મહિના પછી જ ખોલાવી શકો છો એટલે ત્રણ મહિનાનો સમય ગાળો બે ખાતા વચ્ચે રહેવો જોઈએ.
- ઓછામાં ઓછા 1000 અને 100 રૂપિયાના ગુણાંક માં રોકાણ કરી શકાય છે.
મહિલા સમ્માન બચત યોજનામાં કેટલો વ્યાજ દર હોય છે?
- ડિપોઝિટ પર વ્યાજ વાર્ષિક 7.5 ટકા લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે.
- વ્યાજ ત્રણ મહિને ચક્રવૃદ્ધિ રીતે પણ ગણવામાં આવશે આ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે અને ખાતું બંધ કરતી વખતે ચૂકવવામાં આવશે.
- નિયત કરેલા સમય પહેલા જો ડિપોઝિટ ઉપાડવાની આવે તો સાદા વ્યાજની ગણતરી કરીને સાદુ વ્યાજ આપવામાં આવશે
મહિલા સમ્માન બચત યોજનામાં પૈસા ક્યારે ઉપાડી શકાય છે?
- જો ખાતું ખોલિયા ના છ મહિના પછી કોઈપણ કારણ વિના પૈસા ઉપાડવામાં આવે તો તે પૈસા પર બે ટકા લેખે ઓછું વ્યાજ આપવામાં આવે છે એટલે કે ટોટલ 5.5% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે.
- એકાઉન્ટ ખોલવાની તારીખથી એક વર્ષ પછી જે બેલેન્સ હોય તેમાંથી 40% રકમ ઉપાડી શકાય છે.
- જો કોઈ સંજોગોમાં જેનું ખાતું હોય તે મૃત્યુ પામે તો તેની બધી જ રકમ ઉપાડી શકાય છે તેવા સંજોગોમાં આ યોજનાનું વ્યાજ મૂળ રકમ ઉપર ચૂકવવામાં આવે છે.
મહિલા સમ્માન બચત યોજનામાં રકમ ક્યારે પાકે છે?
મહિલાએ ખાતું ખોલાવ્યા ના શરૂઆતથી બે વર્ષ પછી મહિલાને ચૂકવવા પાત્ર રકમ આપવામાં આવશે.
આ પણ વાંચો: મહિલા ઉત્કર્ષ યોજના
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં છે?
જો મહિલાઓ Post Office Mahila Samman Saving Scheme 2023 નો લાભ લેવા ઇચ્છતી હોય તો તેને નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ લઈને પોસ્ટ ઓફિસ એ જવાનુ રહેશે.
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ખાતું ખોલવા માટે રોકડ રકમ અથવા ચેક સાથે પે ઈન સ્લીપ
- ખાતું ખોલવાનું ફોર્મ
- KYC FORM
Post Office Mahila Samman Saving Scheme 2023 માટેના હેલ્પલાઇન નંબર
વિભાગ નું નામ | પોસ્ટ ઓફિસ |
સરનામું | તમારી નજીકની પોસ્ટ ઓફિસ ની કોઈપણ શાખા |
હેલ્પલાઇન નંબર | 1800 266 6868 |
મહત્વપૂર્ણ લીંક
વિશ્વ ગુજરાત હોમ પેજ | અહી ક્લિક કરો |
વ્હોટસપ ગ્રુપ માટે | અહી ક્લિક કરો |
ગૂગલ ન્યૂઝ માટે | અહી ક્લિક કરો |

Post Office Mahila Samman Saving Scheme 2023 વારંવાર પૂછાતા પ્રશ્નો
Post Office Mahila Samman Saving Scheme 2023ની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે?
આ યોજનાની જાહેરાત ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરવામાં આવે છે
પોસ્ટ ઓફિસ મહિલા સન્માન બચત યોજનામાં બે વર્ષ દરમિયાન કેટલું રોકાણ કરી શકાય છે?
Post Office Mahila Samman Saving Scheme 2023 બે લાખ રુપિયા સુધીનુ.
પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજનાનો વ્યાજ દર દર વર્ષ માટે કેટલો છે?
દર વર્ષે 7.5%.
પોસ્ટ મહિલા સન્માન બચત ખાતાની યોજના કયા વિસ્તાર માટે લાગુ પડે છે?
આ યોજના પૂરા ભારત માટે ગમે ત્યાં લાગુ પડે છે
મહિલા સન્માન બચત યોજના ક્યા સમયગાળા સુધી ચાલુ છે?
આ યોજના માર્ચ 2025 સુધી ચાલુ છે.
મહિલા સન્માન બચત યોજના ઉપરનું વ્યાજ કરપાત્ર છે કે કરમુક્ત?
ના, આ રોકાણ પર મળતુ વ્યાજ કરપાત્ર છે. પરંતુ 2 લાખ રૂપિયા સુધીની મર્યાદા હોઈ તેમાં મળતું વ્યાજ પર ટી.ડી.એસ. કપાય તેવો સંભવ નથી. આ યોજના હેઠળ મળતો વ્યાજ કરપાત્ર છે પરંતુ બે લાખ રૂપિયા સુધીની મર્યાદા હોવાથી તેમાં મળતું વ્યાજ ઉપર ટીડીએસ કપાય તેવું જરૂરી નથી બનતું નથી.
પોસ્ટ ઓફિસમાં મહિલા સન્માન ખાતું કઈ રીતે ખોલાવી શકાય?
ઇન્ડિયા પોસ્ટ ની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો અને તેને ભરીને તમારી નજીકની પોસ્ટ ઓફિસની શાખામાં જઈને આ ફોર્મ સબમીટ કરો. આ રીતે ફોર્મ ભરીને ખાતું ખોલાવી શકાય છે અને આ યોજનામાં રોકાણ કરી શકાય છે અને બસ તમે મહિલા બચત ખાતું ખોલાવી શકો છો.
મિત્રો અમે તમને પોસ્ટ ઓફિસમાં મહિલા સન્માન યોજના ની જાણકારી અહીં આપી છે છતાં પણ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને અમને પૂછી શકો છો આશા છે આ માહિતી તમને મદદરૂપ થશે