Hit સ્પ્રે વાપરતી વખતે શી કાળજી રાખવી?

Spread the love

Hit સ્પ્રે વાપરતી વખતે શી કાળજી રાખવી?: આપણે ઘરમાં વંદા મારવા માટે હિટ સ્પ્રેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક આ સ્પ્રે મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. ખાસ કરીને ઘરમાં ગેસ ચાલુ હોય, મંદિરમાં દીવા ચાલુ હોય કે અન્ય કોઈ રીતે જ્યોત હોય ત્યારે આપણે હિટ સ્પ્રેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

આજે અમે તમને એક વિડીયો બતાવશો જેમાં તમે જોઈ શકશો કે હિટ સ્પ્રે ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. સ્પ્રે ની અંદર એલપીજી ગેસ અને કેરોસીન નો ઉપયોગ થયેલો હોય છે. કેરોસીન માંથી તેની વાસ દૂર કરી દેવામાં આવે છે, ત્યારબાદ તે હિટમાં ભરવામાં આવે છે. જેના લીધે ક્યારેક આગ લાગી શકે છે.

ખાસ કરીને જ્યારે નાના બાળકો હોય ત્યારે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. અને બાળકોના હાથમાં આ સ્પ્રેનો આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

આમ તો આ સ્પ્રે ખુબ જ ઉપયોગી છે ઘરમાં વંદા તથા જીવજંતુઓ હોય ત્યારે આના ઉપયોગથી આપણે ખૂબ જલ્દીથી વંદા અને નાના જીવડાઓથી મુક્તિ મેળવી શકીએ છીએ, પરંતુ આ સ્પ્રેનો આપણે સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ.

Hit સ્પ્રે વાપરતી વખતે શી કાળજી રાખવી?

નીચે આપેલા વીડિયોમાં તમે જોઈ શકશો કે આ સ્પ્રે થી કઈ રીતે આગમાં ફેલાવો થઈ શકે છે.

આવી જ અવનવી માહિતી મેળવવા માટે વિશ્વ ગુજરાત ની નિયમિત મુલાકાત લેતા રહો.

See also  Gujarat Election 2022 Date, Party List, Seats, Opinion Poll, Result

Leave a Comment

error: Content is protected !!