ટેકાના ભાવ જાહેર: 2022-23માં લાભ પાંચમથી ટેકાના ભાવ હેઠળ ખેતીના પાકોની ખરીદી

Spread the love

ટેકાના ભાવ જાહેર: 2022-23માં લાભ પાંચમથી ટેકાના ભાવ – પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ખેતીના પાકોની ખરીદી. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, ગુજરાત સરકાર લાભ પાંચમથી મગ, અડદ, સોયાબીન અને મગફળી જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે, રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે. 25 સપ્ટેમ્બરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન થશે શરૂ

  • ખેડૂતોએ મગ, અડદ, સોયાબીન અને મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૫.૯.૨૨ થી તા.૨૪.૧૦.૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે
  • રાજ્ય સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા
  • તારીખ 29.10.2022 (લાભ પાંચમ) થી 90 દિવસ સુધી ચાર પાકોની ખરીદી શરૂ થશે
  • ખેડૂતોના લાભ અર્થે ખરીફ ઋતુમાં ટેકાના ભાવની ખરીદીનું આયોજન
  • ખરીદી માટે ગુજકોમાસોલ નોડેલ એજન્સી માન્ય રહેશે

રાજ્યમાં અડદ, મગ, સોયાબીન અને મગફળી પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. સરકાર લાભ પાંચમથી મગ, અડદ અને સોયાબીન અને મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. આ માટે 25.9 થી 24.10 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. કુલ 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવામાં આવશે. ગુજકોમાસોલ એજન્સી ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે તેવો નિર્ણય પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે.

રાજ્યના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર

મગફળી અડદ મગ અને સોયાબીન ના ટેકા ના ભાવ પ્રતિ ક્વિન્ટલ નીચે મુજબ રહેશે.

  • મગફળી: 5,850/- ક્વિન્ટલ
  • મગના: 7,755/- ક્વિન્ટલ
  • અડદના: 6600/- ક્વિન્ટલ
  • સોયાબીન: 4,300/- ક્વિન્ટલ
See also  ઈન્ડોનેશિયાની નોટ પર ગણેશજીની મૂર્તિ હોવાનું સાચું કારણ

ખેતપેદાશના ટેકાના ભાવ બજારભાવ ન બની શકે?

ભારતની આઝાદી પછી ક્રમશઃ વસ્તી વધી તેની સામે જમીનો ઘટી છે, ખેડૂતો ઘટ્યા છે અને તેના કારણે દેશે અનેક વસ્તુઓ બહારથી આયાત કરવી પડે છે. ખેડૂતનો દીકરો આજે ખેડૂત બનવા તૈયાર નથી. ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો જ રહે છે. આની પાછળનું કારણ શું? હજુ પણ એક ખેડૂતે લઘુતમ ટેકાના ભાવ પર આધાર રાખવો પડે છે. કેમ એવી કોઈ વ્યવસ્થા થતી નથી કે MSP અને MRP બન્ને એક સામાન હોય? એટલે કે ખેડૂતને ટેકાના ભાવ જેટલા જ ભાવ બજારમાં મળે. ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી તેની પાછળ સરકાર જવાબદાર છે કે પછી સ્વયં ખેડૂતો? તે વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યારે કેટલાક સવાલો થઈ રહ્યા છે કે સરકારે જ કેમ ટેકાના ભાવે ખરીદી કરવી પડે છે?. ખેત પેદાશનાં બજારભાવનું સરકાર કેમ કરે છે નિયમન?

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, નોંધણી થયેલા ખેડૂતોને ક્રમાનુસાર મોબાઇલમાં SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરાશે. જાણ કરાયેલા ખેડૂતોએ FAQ ગુણવત્તાવાળા પાકોના નિયત જથ્થા સાથે નિયત ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવાર થી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે. વેચાણ કરેલ જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ. ૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.

અગાઉના વર્ષમાં આપણે જોઈએ તો.

મગફળીની ખરીદી

વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ ૪૯,૮૯૯ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૫૫૮.૫૩ કરોડ મૂલ્યના ૯૫,૨૩૦ મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

See also  નવરાત્રી ની ભેટ / કેન્દ્રીય કેબિનેટની મોટી બેઠક PM મોદી સાહેબ કર્મચારીઓને આપી શકે DA વધારાની ભેટ

તુવેરની ખરીદી

ખરીફ વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે કુલ ૧૮,૫૩૫ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ ૧૦,૨૮૮ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૧૨૬.૦૩ કરોડ મૂલ્યના ૨૦,૦૦૪ મે.ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

ચણાની ખરીદી

જ્યારે રવિ સિઝન દરમિયાન વર્ષ ૨૦૨૧-૨૨માં ચણાની ખરીદી માટે કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે પૈકી કુલ ૨,૮૩,૦૪૩ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૨૯૨૧.૬૦ કરોડ મૂલ્યના ૫,૫૮,૬૨૩ મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

સૂર્ય શક્તિ કિસાન યોજના 2022 @guvnl.com

સંકટ મોચન યોજના – ( રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ) ફોર્મ

જન્મ પ્રમાણપત્ર મેળવો ઓનલાઇન

ઈન્ડિયા પોસ્ટ ભરતી 2022 | India Post Office Recruitment 2022 for 98083 Post

માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 જાહેર

પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયાની રકમ

ટેકાના ભાવ જાહેર: 2022-23માં લાભ પાંચમથી ટેકાના ભાવ હેઠળ ખેતીના પાકોની ખરીદી
ટેકાના ભાવ જાહેર: 2022-23માં લાભ પાંચમથી ટેકાના ભાવ હેઠળ ખેતીના પાકોની ખરીદી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ટેકાના ભાવ જાહેરાત અને સરકાર દ્વારા ખેતીના પાકોની ખરીદી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું. અમારા દ્વારા આપવામાં આવતી તમામ માહિતીની વિશ્વસનીયતા ચકાસી પછી જ આવેદન કરવું. અમે ફક્ત અને ફક્ત માહિતી આપીએ છીએ તેની ચોકસાઈની અમારી કોઈ જવાબદારી નથી.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો