RTE Admission 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવો, ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવો

Spread the love

RTE Admission 2023: શું હોઈ છે RTE admission પ્રોસેસ, RTE Admission 2023 ફોર્મ ક્યારથી શરુ થશે? PRIVATE સ્કૂલ માં કઈ રીતે એડમિશન મેળવવું તેની જાણકારી મેળવો.

આજના સમય માં શિક્ષણ મેળવવું ખુબ જ ખર્ચાળ બની રહ્યું છે. ઘણા ગરીબ ઘરના બાળકો ને પૂરતું શિક્ષણ મળતું નથી. પરંતુ પ્રાથમિક શિક્ષણ મેળવવું તે આપડો હક્ક પણ છે અને જરૂરિયાત પણ છે. આથી કોઈ પણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે તે માટે સરકાર યોજના બહાર પડતી હોઈ છે. તેમની એક યોજના છે RTE એડમિશન ૨૦૨૩.

RTE Admission 2023 સંપૂર્ણ માહિતી

ધોરણ 1 થી 8 સુધી હવે તમે તમારા બાળકો ને PRIVATE સ્કૂલ માં ફ્રી માં શિક્ષણ આપી શકો છો.RTE Admission પણ આવી જ એક શિક્ષણ ક્ષેત્રની ઉપયોગી યોજના છે.આજે આ પોસ્ટ મા આપણે રીતે RTE Admission 2023 માટે ક્યારે ફોર્મ ભરાશે? તથા તે માટેની તેની PROCEDURE શુ હોઈ છે તે માટેની માહિતી મેળવીશુ.

આ યોજના અંતર્ગત દર વર્ષે ધોરણ ૧ માં PRIVATE સ્કૂલ માં ટોટલ જગ્યામાંથી કુલ ૨૫% જેટલી જગ્યા નબળા તથા ગરીબ વર્ગ ના બાળકો માટે ખાલી રાખવામાં આવે છે. આ યોજના મુજબ જે બાળકો એડમિશન મેળવે છે તેને કોઈ પણ જાત ની ફી ભરવાની રહેતી નથી. તથા તે બાળક ને દર વર્ષે ધોરણ ૮ સુધી ૩૦૦૦/- શિષ્યવૃતિ આપવામાં આવે છે.

See also  પોસ્ટ ઓફિસની આ 6 યોજનાઓમાં પૈસા થશે ડબલ, જાણો કઈ સ્કીમમાં કેટલો સમય લાગશે?

RTE Admission 2023 ફોર્મ ક્યારે ભરાશે ?

દર વર્ષે GENERALLY આ ફોર્મસ એપ્રિલ મહિનામાં શરુ કરવામાં આવે છે. જૂને મહિના સુધીના ખુલતા વેકેશન સુધી માં આ પ્રક્રિયા પુરી કરવામાં આવે છે. પરંતુ આ વરશે હજુ સુધી તારીખ જાહેર કરાયેલ નથી. પરંતુ સંભાવના એપ્રિલ મહિનાની છે.
RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ માટે ઓફીસીયલ વેબસાઇટ https://rte.orpgujarat.com/ ની નિયમિત મુલાકાત લેતા રહેશો.

RTE Admission 2023 સંપૂર્ણ પ્રક્રિયા

RTE એડમીશન ની સંપૂર્ણ પ્રોસેસ નીચે મુજબના તબક્કાવાઇઝ હોય છે.

 • જાહેર થયેલી તારીખોમાં RTE Admission official website પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
 • આ ફોર્મ ONLINE જ ભરવાનું હોય છે. લેખિત કઈ જરૂરી રહેતું નથી. ONLINE ભરેલા ફોર્મ માં ચેક કર્યા પછી કઈ પણ પ્રશ્ન હોઈ તો એપ્લિકેશન રિજેક્ટ થાય છે.
 • ફોર્મ ભરવાનું કામ પૂરું થયા બાદ એક મેરીટ બહાર પાડવામાં આવે છે. તે નામ ની યાદી મુજબ બાળકો ને એડમિશન આપવામાં આવે છે.
 • જેનું નામ આવ્યું હોઈ તેને ONLINE જ લેટર DOWNLOAD કરવું અને તે લેટર લઈને જેતે સ્કૂલ એ જવું

RTE Admission 2023 માટે નીચે મુજબ ડોકયુમેન્ટ ની જરુર રહે છે:

રહેઠાણ નો પુરાવો

રેશન કાર્ડ/ આધારકાર્ડ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ /પાસપોર્ટ / વીજળી બિલ આમાંથી કોઈ પણ એક આધાર હોવું જરૂરી છે. કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોઈ તો ભાડાચિઠ્ઠી ની જરૂર રહેતી નથી.જો એક પણ આધાર પુરાવો ન હોઈ તો રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.

વાલીનું જાતીનું પ્રમાણપત્ર:

સમાજ કલ્યાણ તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર અથવા મામલતદારશ્રી નું પ્રમાણપત્ર

જન્મનું પ્રમાણપત્ર:

જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર/ગ્રામ પંચાયત/નગર પાલિકા, મહાનગર પાલિકા, /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

ફોટોગ્રાફ:

પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ

See also  LIC Adharshila Plan: મહિલાઓ માટે બેસ્ટ સ્કીમ

વાલીની આવકનું પ્રમાણપત્ર

આવકનો દાખલો INCOME CERTIFICATE મામલતદારશ્રી અથવા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય ગ્રામ્ય કક્ષાએ કે પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય રહેશે. આવક નો દાખલો ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.

બીપીએલ:

૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા માતા પિતા એ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો અથવા તાલુકા વિકાસ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો રજુ કરવાનો રહેશે. BPL કેટેગરી લિસ્ટ માં ના આવતા યાદી ન હોય ન તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જેતે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

 • વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ: મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
 • અનાથ બાળક: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
 • સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત હોય તેવું બાળક: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
 • બાલગૃહ ના બાળકો: જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
 • બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો: જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
 • સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો: સિવિલ સર્જન પ્રમાણપત્ર
 • ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ): સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
 • (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરે સારવાર લેતા બાળકો: સિવિલ સર્જન
 • શહીદ થયેલ જવાનના બાળકો: સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
 • બાળક માં એક માત્ર દીકરી હોય તે માટે: ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન હોવાનો દાખલો જરૂરી છે.
See also  PM Surya Ghar Muft Bijli Yojana | Rooftop Solar Yojana: Apply Online, Eligibility, Installation Subsidies, Benefits

સરકારી આંગણવાડીમાં ભણતાં બાળકો

જે બાળક એ સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે સબંધિત આંગણવાડીનાં વર્કર અથવા સરકારશ્રી દ્વારા નક્કી થયેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે.

 • વાલીનું આધારકાર્ડ: વાલીના આધારકાર્ડની નકલ
 • બાળકનું આધારકાર્ડ: બાળકના આધારકાર્ડની નકલ
 • બેંકની માહિતી: બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

મહત્વપૂર્ણ લિંક:

Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમપેજઅહીં ક્લિક કરો
RTE Admission 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવો, ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવો

FAQs – RTE Admission 2023 અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

RTE Admission 2023 ના ફોર્મ ભરવાનુ કયારે ચાલુ થશે ?

RTE Admision 2023 ના ફોર્મ ભરવાનુ એપ્રીલ મહિનામાં શરુ થશે.

RTE Admission માં બી.પી.એલ. ને પેહલી તક મળે છે કે કેમ ?

હા, B.P.L. મા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોય તેને પેહલા તક મળે છે.

RTE મા ખાનગી શાળામા ક્યા અભ્યાસ સુધી કોઈ પણ ફી ચૂકવવી ન પડે તેવી સુવિધા મળે છે ?

ધોરણ ૧ થી ૮ સુધી કોઈ પણ ફી ચૂકવવી ન પડે તેવી સુવિધા મળે છે.

RTE દર વર્ષે સરકાર તરફથી કેટલા રૂપિયાની સહાય કોઈ પણ બાળક મેળવી શકે છે?

રૂ.૩૦૦૦ સુધી ની સહાય મેળવી શકે છે.

Leave a Comment

error: Content is protected !!