શ્રીરામ કૃષ્ણન બની શકે છે ટ્વિટરના નવા CEO: હાલ જ twitter એલન મસ્કે ખરીદી લીધું છે અને તેની ટીમમાં ઘણા બધા ફેરફારો કરેલા છે. એલન મસ્કે પરાગ અગ્રવાલને સીઈઓ માંથી તેનું પદ રદ કર્યા બાદ હવે ટ્વીટરના સીઈઓ કોણ હશે તે જાણવું રહ્યું.
પરાગ અગ્રવાલ પછી કોણ બનશે ટ્વિટરના નવા CEO? આ એક મોટો પ્રશ્ન બની ગયો છે. દરમિયાન જે સંકેતો મળી રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભારતીય મૂળની વ્યક્તિ પરાગનું સ્થાન લેશે. ટ્વિટરની માલિકી પ્રાપ્ત કર્યા પછી, મસ્કએ ઉતાવળમાં ઘણા ટોચના અધિકારીઓને દૂર કર્યા. આ પછી તેણે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને હંગામી પણે તેમની સાથે જોડ્યા છે. કૃષ્ણન 16Zમાં જનરલ પાર્ટનર છે. ક્રિષ્નને આ અંગે ટ્વિટ પણ કર્યું છે.
શ્રીરામ ક્રિષ્નન વિશે માહિતી
શ્રીરામ કૃષ્ણન ભારતના ચેન્નાઈમાં ઉછર્યા અને ભણ્યા છે. અહીં તેમનો જન્મ એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કૃષ્ણનના પિતા વીમા કંપનીમાં કામ કરતા હતા અને માતા ગૃહિણી હતી. શ્રી રામની તેમની પત્ની આરતી સાથેની મુલાકાત પણ ખૂબ જ રસપ્રદ છે. 2002માં બંનેની મુલાકાત યાહૂ મેસેન્જર પર થઈ હતી. ત્યારથી, બંને કુલ 20 વર્ષ સુધી સાથે છે. 2005 માં, તેઓ અમેરિકાના સિએટલ ચાલ્યા ગયા હત અને માઇક્રોસોફ્ટમાં નોકરી શરૂ કરી. તે સમયે શ્રીરામ કૃષ્ણનની ઉંમર 20 વર્ષની હતી.
