સિતરંગ: વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું ભારતમાં પણ તેનો ‘રંગ’ બતાવશે, પશ્ચિમ બંગાળ આસામ અને ઓડિશામાં રેડ એલર્ટ

Spread the love

વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું: વાવાઝોડું ‘સિતરંગ’ પડોશી દેશ બાંગ્લાદેશમાં કહેર બનીને ત્રાટક્યા બાદ હવે ભારતમાં  એન્ટ્રી કરી રહ્યું છે. આ ભયાનક વાવાઝોડાના કારણે  બાંગ્લાદેશમાં લગભગ 24 લોકોના મોત થયા છે તથા અનેક સ્થાનોએ ભયંકર વિનાશ વેર્યો છે.

આ વાવાઝોડાને કારણે હજારો ઘરો તણાઈ ગયા હતા. વિનાશકારી ચક્રવાતના કારણે ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ થયો છે. તોફાન અને વરસાદથી આસામના 80થી વધુ ગામો પર અસર થઈ છે. હવામાન વિભાગે પૂર્વોત્તરના ચાર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તે ઉપરાંત  બચાવ અને રાહત કામગીરી માટે NDRFની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે.

વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું, ચક્રવાતે બાંગ્લાદેશમાં ભારે વિનાસ સર્જ્યો 

આ ખતરનાક વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. તે પછી ભારે વરસાદ અને સુસવાટા મારતા પવને સર્વત્ર વિનાશ વેર્યો છે. બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં સર્વત્ર વિનાસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દેશભરમાં 10 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે.

જ્યારે 6 હજાર હેક્ટરથી વધુનો કૃષિ પાક નાશ પામ્યો છે, હજારો માછીમારી પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે અને 24થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પણ 20 હજારથી વધુ બાંગ્લાદેશીઓ આ તોફાનના જોખમમાં છે. અહીંના દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલ જિલ્લામાં જાન-માલની વધુ નુકસાનની શક્યતા છે.

ભારત પર પણ તોળાઈ રહ્યો છે ખતરો

બાંગ્લાદેશ ભારતમાં પણ આ ખતરનાક વાવાઝોડું ભારે વિનાસ સર્જે તેવું માનવામાં આવી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યો આ વિનાશકારી વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ તોફાન તબાહી મચાવી શકે છે.

સિતરંગ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આસામમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે, જેથી અનેક લોકો લોકો બેઘર થયા છે. તે ઉપરાંત બિહારમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 

See also  સિતરંગ વાવાઝોડાની અસર શરૂ, બંગાળના દક્ષિણ જિલ્લાઓમાં વરસાદ, NDRFની ટીમ તૈનાત [સિતરંગ વાવાઝોડું]

લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

મહત્વપૂર્ણ લીંક

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!