સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in

Spread the love

Solar Rooftop Yojana | સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 | સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana | solar rooftop 2022 | solar rooftop gujarat 2022 | solar rooftop scheme india | rooftop solar gujarat 2022 | surya gujarat yojana 2022 | સોલાર પેનલ કિંમત 2022 | Solar Rooftop Yojana 2022

સોલાર રૂફ ટોપ યોજના 2022: ગુજરાતમાં સોલાર રૂફ ટોપ યોજના વર્ષ 2012 માં શરૂ કરવામાં આવી હતી.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હવાનું પ્રદુષણ ઓછું થાય અને લોકો સૌર ઉર્જાનો ઉપયોગ વધુમાં વધુ રીતે કરતા થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે.ગુજરાત સરકારે વર્ષ 2009 માં સૌર ઊર્જા નીતિ અમલમાં મૂકી હતી.સૌર ઊર્જા નીતિ ના ભાગ રૂપે રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના અમલમાં મૂકી છે.

સોલાર રૂફ ટોપ યોજના 2022

સોલાર રૂફ ટોપ યોજના દ્વારા લોકો પોતાના મકાનની છત પર સોલાર પ્લેટ લગાવીને સૌર ઊર્જા દ્વારા પોતાના ઘરમાં વીજળી મેળવી શકશે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ સોલાર પેનલ સિસ્ટમ પોતાના મકાન પર લગાવે છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.સરકારે નક્કી કરેલા ધોરણો મુજબ લોકોને સબસીડી આપવામાં આવે છે.સોલાર રૂફ ટોપ યોજના અંતર્ગત ઉત્પન્ન થયેલી વિજળી માંથી વીજળીનો વપરાશ કર્યા બાદ જે ઇલેક્ટ્રિસિટી વધે છે તેને વેચી પણ શકાય છે અને આનું પેમેન્ટ પણ કંપની દ્વારા ઉપભોક્તા ને ચુકવવામાં આવે છે.

See also  LIC Scholarship 2024: LIC શિષ્યવૃત્તિ યોજના 2024
યોજનાનું નામ સોલાર રૂફ ટોપ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી કેન્દ્ર સરકાર
લાભ કોને મળે દેશના તમામ નાગરિકો
મળવાપાત્ર સબસીડી 20% થી 40%
ઓફિશિયલ વેબસાઈટ solarrooftop.gov.in

સોલાર રૂફ ટોપ યોજના શું છે?

દેશમાં સૌર યોજના ના પ્રોત્સાહન માટે સોલાર રૂફ ટોપ યોજના શરૂ કરવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા સોલાર રૂફટોપ ને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.ભારતમાં સૌર ઊર્જાનો જથ્થો અખૂટ છે તેથી આ ઉર્જાનો ઉપયોગ કરીને દેશમાં પ્રદુષણ નું સ્તર અને કોલસા થી ઉત્પન્ન થતી વીજળી નો ઉપયોગ ઓછો થાય અને લોકોને આર્થિક રીતે લાભ થાય એ માટે સોલાર રૂફ ટોપ યોજના (Solar Roof Top Yojana) ખુબજ મહત્વની છે.

ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બુક

સોલાર રૂફ ટોપ યોજનાના લાભ

 • સોલાર પેનલ છત પર લગાવવાથી મફત વીજળી મળશે,આ વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે અને લાઈટબીલ માંથી મુક્તિ મળે છે.
 • ઘર વપરાશ દરમિયાન વધેલી વધારાની વીજળીને નજીકના ગ્રીડમાં વેચીને વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરેલા ભાવ મુજબ કિલોવોટ પ્રમાણે ગ્રાહકોને નિયત રકમ ચુકવવામાં આવે છે.આ રકમ દ્વારા ડાયરેકટ બેંક ખાતામાં ચુકવવામાં આવશે.
 • સોલાર રૂફ ટોપના ઈન્સ્ટોલેશન બાદ 5 વર્ષ સુધી એજન્સી દ્વારા પેનલનું મફત મેન્ટેનન્સ કરી આપવામાં આવશે.
 • સૌર ઊર્જાના ઉપયોગ થી દેશમાં હવાનું પ્રદુષણ ઘટશે અને હરિત ઉર્જાનો ઉપયોગ વધશે.

સોલાર રૂફ ટોપ યોજનાના ઉદ્દેશો.

 • રાજ્યમાં સૌર ઊર્જા ને પ્રોત્સાહન આપવું.
 • હવામાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું.
 • પેટ્રોલ,ડીઝલ અને કોલસા જેવા પુન:પ્રાપ્ય સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવી.
 • સ્થાનિક ઉત્પાદકો ને પ્રોત્સાહન આપી આત્મ નિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવું.

સોલાર રૂફ ટોપ યોજના માટે અરજી કોણ કરી શકે?

 • સોલાર પેનલના ઈન્સ્ટોલેશન માટેની જગ્યા વ્યક્તિની પોતાના માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહક કાયદેસર તે જગ્યાનો હક ધરાવતો હોવો જોઈએ.
 • સોલાર રૂફ ટોપમાં ઉપયોગ થયેલ સોલાર સેલ અને સોલાર મોડ્યુલ મેડ ઇન ઇન્ડિયા હોવા જોઈએ.જો વિદેશી કંપની ના હશે તો સબસીડી મળશે નહીં.
 • ફક્ત નવા સોલાર પ્લાન્ટ અને મશીનરી માટે જ મંજૂરી આપવામાં આવશે અને તેને બીજે ક્યાંય ખસેડી શકાશે નહિ.
See also  E Aadhar Card Download PDF 2022, uidai.gov.in Aadhaar Card Online

સોલાર રૂફ ટોપ યોજના સબસીડી 2022

3kv સુધી 40%
3kv થી વધુ અને 10kv સુધી પ્રથમ 3kv સુધી 40% અને 3kv પછીની ક્ષમતા માટે 20%
10kv થી વધુ પ્રથમ 3kv સુધી 40% અને 3kv પછીના 7kv માટે 20%
10kv પછીની ક્ષમતા માટે સબસીડી મળશે નહીં

સોલાર રૂફ ટોપ યોજના સબસીડી મેળવવા જરૂરી ડોક્યુમેન્ટની યાદી

 • વિક્રેતા,ઉપભોક્તા અને ડિસ્કોમ અધિકારી દ્વારા સહી કરાયેલ સોલર કમિશનિંગ રિપોર્ટ
 • રૂફટોપ સોલાર પેનલ માટે વેન્ડર તરફથી આપવામાં આવેલું બિલ
 • 10kw કરતા વધુ સેટઅપ માટે CEI દ્વારા આપવામાં ચારજિંગ પરવાનગી માટેનું પ્રમાણપત્ર
 • 10kw કરતા ઓછા સેટઅપ માટે ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર અથવા કોન્ટ્રાક્ટરનું સર્ટિફિકેટ
 • સયુંકત સ્થાપન અહેવાલ જે ઉપભોક્તા અને સૂચિબદ્ધ વિક્રેતા દ્વારા સહી કરેલ જે ઈન્સ્ટોલેશન વિશે માહિતી પૂરી પાડે છે.

સોલાર રૂફ ટોપ યોજના 2022 ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

 • સોલાર રૂફ ટોપ યોજનાના ઓનલાઈન ફોર્મ માટે રાજ્ય સરકાર ની વેબસાઈટ www.suryagujarat.guvnl.in અથવા કેન્દ્ર સરકાર ની વેબસાઈટ www.solarrooftop.gov.in પર જઈને એપ્લાય કરી શકાશે.
 • ઓનલાઈન અરજી કર્યા બાદ ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ માટે સંબંધિત ડિસ્કોમને ઓનલાઈન મોકલવામાં આવશે.
 • ટેક્નિકલ ફિઝિબિલિટી અપૃવલ થયા બાદ પોર્ટલ પર નોંધણી થયેલ કોઈપણ વેન્ડર ના માધ્યમથી રૂફ ટોપ સોલાર લગાવો.
 • રૂફટોપ લગાવ્યા પછી તેનું વિવરણ પોર્ટલ પર ભરો અને નેટ મીટરિંગ માટે અરજી કરો.
 • સંબંધિત ડિસ્કોમ પ્લાન્ટ ની તપાસ બાદ નેટ મીટર લગાવશે અને પોર્ટલ પર અપલોડ કરશે.
 • નેટ મીટર લાગ્યા પછી ઉપભોક્તા મીટર માટે અરજી કરી શકે છે જેના માટે તેમને તેમના બેંક એકાઉન્ટ ની ડિટેલ્સ તથા કેન્સલ કરેલ ચેકની એક કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
 • કેન્દ્ર સરકારની સબસીડી ઉપભોક્તાના ખાતામાં કામકાજ ના 30 દિવસમાં ખાતામાં જમા કરવામાં આવશે.
 • પ્રત્યેક ચરણની નવીનતમ સ્થિતિ ની જાણકારી પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ રહેશે.
See also  પોસ્ટ ઓફિસની આ 6 યોજનાઓમાં પૈસા થશે ડબલ, જાણો કઈ સ્કીમમાં કેટલો સમય લાગશે?

ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના  હેલ્પલાઇન નંબર

સોલાર રૂફ ટોપ યોજના વિશે કોઈપણ માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર: 1800 180 3333 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા ઓફિશિયલ ઈમેલ id પર [email protected] પર મેલ કરીને માહિતી મેળવી શકો છો.

સોલાર રૂફ ટોપ યોજના ઓફિશિયલ પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો
સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા લિંક 1  લિંક 2
વિશ્વ ગુજરાત હોમ પેજ અહીં ક્લિક કરો
સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in
સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in

સોલાર રૂફ ટોપ યોજના માટે મુંજવતા પ્રશ્નો

 1. ગુજરાત સોલાર રૂફ ટોપ યોજનામાં કેટલી સબસીડી મળે છે?

  સોલાર રૂફ ટોપ યોજનામાં 3 કિલોવોટ સુધી 40% અને 10 કિલોવોટ સુધી 20% સબસીડી મળે છે.

 2. ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના નો લાભ કોણ લઈ શકે છે?

  સોલાર રૂફ ટોપ યોજના નો લાભ દેશનો કોઈપણ નાગરિક લઈ શકે છે.

 3. ગુજરાતમાં સોલાર રૂફ ટોપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?

  સોલાર રૂફ ટોપ યોજના ગુજરાતમાં વર્ષ 2012 માં શરૂ કરવામાં આવી હતી.

 4. સોલાર રૂફ ટોપ યોજના ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

  સોલાર રૂફ ટોપ માટે ગુજરાત સરકાર ની ઓફિશિયલ વેબસાઈટ www.suryagujarat.guvnl.in છે.

12 thoughts on “સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in”

Leave a Comment

error: Content is protected !!