મધ (Honey) નો ઉપયોગ કરતા પહેલા ખાસ જાણવા જેવી માહિતી

Spread the love

આપણા દેશમાં પ્રાચીનકાળથી મધ (Honey) ને ઉત્તમ ઔષધી અને પૌષ્ટિક ખાદ્ય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શુદ્ધ દેશી મધ શરીરને અનેક ફાયદા કરે છે. આયુર્વેદની સાથે સાથે મધને આપણી ધાર્મિક વિધિઓમાં પણ સ્થાન મળ્યું છે. આજે આપણે મધ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

(Honey) મધનો ઉપયોગ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો

(Honey) મધનો ઉપયોગ કરતા પહેલા કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મધને ક્યારેય ગરમ કરવું નહીં, મધ ગરમી સહન કરી શકતું નથી. ગરમ કરીને મધ ખાવાથી તે શરીરને ફાયદાના બદલે નુકસાન કરે છે. આ ઉપરાંત મધ ખાધા પછી ક્યારેય ઉપરથી ગરમ પાણી પીવું જોઈએ નહીં.

મધ અને ઘી સરખી માત્રામાં ક્યારેય ન લેવા. મધ અને ઘી સરખી માત્રામાં લેવાથી તે ઝેર બની જાય છે. મધ અને ઘી સાથે લેવાના થાય તો કોઈ નિષ્ણાંતની સલાહ પ્રમાણે તેની માત્રા અલગ અલગ હોવી જોઈએ.

મધ ક્યારેય ખરાબ થતું નથી. નવા મધની સરખામણીમાં જૂનું મધ વધારે ગુણકારી છે. હજારો વર્ષ સુધી મધ પડ્યું રહે તો પણ ખરાબ થતું નથી. કાચની બોટલમાં ભરીને મૂકી દો એટલે મધ ક્યારેય બગડશે નહીં.

ડાયાબિટીસમાં મધ નો ઉપયોગ ખૂબ સાવચેતીથી કરવો. બને ત્યાં સુધી મધનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મધમા શર્કરા પુષ્કળ પ્રમાણમાં હોય છે જે બ્લડ સુગર લેવલ વધારી દે છે.

નાના બાળકોને માટે મધનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બે વર્ષથી નાની ઉંમરના બાળકોને માટે મધ ફાયદાના બદલે નુકસાન કરે છે. આપણા આયુર્વેદમાં પણ નાના બાળકોને મધ ન આપવાનું સૂચન કરેલ છે.

મધ અને મૂળા સાથે ખાવાથી તે શરીરને માટે ઝેર બની જાય છે. આ બંને વસ્તુ સાથે ખાવાથી શરીરને ભયંકર નુકસાન થાય છે. બંનેની તાસીર એકદમ વિરુદ્ધ હોવાથી આ બંને એક સાથે ક્યારેય ન લેવા.

See also  How to Lose Weight Fast - Best 15 Tips
મધનો ઉપયોગ કરતા પહેલા ખાસ જાણવા જેવી માહિતી

મધના ફાયદા તે ક્યાંથી લેવામાં આવ્યું છે તેના ઉપર આધાર રાખે છે. અમુક વૃક્ષો ઉપરનું મધ શરીરને ફાયદા કરે છે તો અમુક વૃક્ષો ઉપરથી લીધેલું મધ નુકસાન કરે છે. થોર અને થોર જેવી વનસ્પતિ ઉપરથી એકઠું કરેલું મધ ક્યારેય ઉપયોગમાં ન લેવું. આવું મધ શરીરને નુકસાન કરે છે. લીમડાના ઝાડ ઉપરથી કે તુલસીના ઝાડ ઉપરથી એકઠું કરેલું મધ શરીરના માટે ગુણકારી હોય છે.

હંમેશા કાચું મધ જ ઉપયોગમાં લેવું, પ્રોસેસ કરેલું મધ ગુણવત્તા વગરનું હોય છે. મોટાભાગના આયુર્વેદાચાર્યો પણ કાચા મધ નો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. મધને પ્રોસેસ કરવા માટે ગરમ કરવું પડે છે અને ગરમ કરવાથી તેમાં રહેલા મોટાભાગના તત્વો નાશ પામે છે.

શિયાળાની ઋતુમાં અને વસંતઋતુમાં કે જ્યારે વનસ્પતિ અને પ્રકૃતિ ખીલી ઉઠી હોય તે સમયે એકઠું કરેલું મધ ગુણવત્તામાં સારું હોય છે. ગૃષ્મઋતુમાં અને વર્ષાઋતુમાં એકઠું કરેલું મધ ગુણવત્તામાં હલકું હોય છે.

ગામ કે શહેરોમાં ઇમારતો ઉપરથી એકઠું કરેલું મધ ગુણવત્તામાં હલકું હોય છે, જ્યારે વનવગડામાંથી એકઠું કરેલું મધ તેની સરખામણીમાં ઉત્તમ હોય છે.

હિમાલય અને ત્યાંના જંગલોમાંથી એકઠું કરેલું મધ ઉત્તમ માનવામાં આવે છે. આપણા દેશના ઓછા વૃક્ષોવાળા અને ગરમ વિસ્તારોની સરખામણીમાં હિમાલયનું મધ ઉત્તમ માનવામાં આવે છે, તે જ રીતે કાશ્મીરનું મધ ઉત્તમ ગણાય છે.

અહીં આપવામાં આવેલ માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરો અને વિશ્વ ગુજરાતને ફોલો કરો. આવી જ અન્ય જાણવા જેવી માહિતી મેળવવા માટે વિશ્વગુજરાત ચેનલની મુલાકાત લેતા રહો. અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઈ શકો છો…

Leave a Comment

error: Content is protected !!