Helath / 30 દિવસ ખાંડ ના ખાવાના ગજબ ફાયદા: આપને ભારતીયોને ખાંડ વગર ચાલે એમ નથી. કહેવાય છે કે આપણે લોકો ખાંડ જેટલા મીઠા હોય છે. તેનું કારણ જ એ છે કે આપડી સવાર જ ખાંડ સાથે પડે છે. સવારે ઉઠતાં વેત સૌ પ્રથમ ચા પીવી જોઈએ છે. અને ખાંડ વગર ચા ચાલે નહિ.
આપને દિવસ માં અનેક વખત કોઈ ને કોઈ રીતે ખાંડ ખાતા જ હોય છીએ. આજે આપણે ખાંડ ના ખાવાના ગજબ ફાયદા જોઈએ. વધુ પડતી ખાંડ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે એ વાત માં કોઈ આશંકા નથી. સતત 30 દિવસ સુધી ખાંડ ના ખાઈએ તો શું ફાયદા થશે આપને જોઈએ.
30 દિવસ ખાંડ ના ખાવાના ગજબ ફાયદા
આજે આપણે ખાંડ ના ખાવાથી ક્યાં ક્યાં ફાયદા થશે તેના વિશે ચર્ચા કરીએ. આપને લોકો મોટા ભાગે સ્વીટ વસ્તુનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે મીઠાઈઓ, સોફ્ટ ડ્રીંક એટલે કે ઠંડા પીણાં, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ, અને આના જેવી અનેક મીઠાઈઓ ખાવાના શોખીન હોય છીએ.
હવે આટલું બધું મિષ્ટાન ખાવાના લીધે આપનું શરીર કેટલાય રોગોનું ભોગ બને છે. જેમ કે સ્વીટ ખાવાના લીધે મોટાપો, ડાયાબિટીસ ટાઇપ 2, હાઈ બીપી, હૃદય રોગ, હાર્ટ એટેક, ફેટી લીવર, ફેટી લીવર, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જેવા રોગોનું જોખમ ખૂબ પ્રમાણમાં વધી જાય છે.
આટલું સ્વીટ ખાવાથી તમે ઘણા બધા રોગોનો ભોગ બની શકો છો, આ બધા રોગો થી બચવા માટે તમારે તમારી જાતને એક મહિના સુધી ખાંડ ન ખાવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જો તમે એક મહિના સુધી એટલે કે 30 દિવસ સુધી ખાંડ નહિ ખાઓ તો તમારા શરીર માં ખૂબ જ બદલાવ જોવા મળશે. જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તો ચાલો આરોગ્ય શાસ્ત્રી પાસે જાણીએ કે ખાંડ ના ખાવા થી શરીર માં શું ફાયદો થશે..
સતત 30 દિવસ ખાંડ ના ખાવાના ગજબ ફાયદા
Weight loss / તમારું વજન ઓછું થાય
સ્વીટ વસ્તુઓ ખાવાથી શરીરનું વજન વધે છે. ઓછી ખાંડ વાળો ખોરાક લેવાથી શરીરને કૅલરી મળે છે. ખાંડ વળી વસ્તુ ખાવાથી આવા ખોરાક માં પ્રોટીન, ફાઇબર, અને પોષક તત્વો તો હોતા નથી તેથી વજન વધે છે. જો તમે વધુ પ્રમાણમાં મીઠી વસ્તુઓ ખાંડ વળી વસ્તુઓ ખાઓ છો, તો તમારી કમરની આસપાસની ચરબી વધી જશે.
જો તમે આવી બધી આડઅસરથી બચવા માગતા હોય, તો તમે એક વખત 30 દિવસ સુધી ખાંડ ખાવાનું બંધ કરી ને ટ્રાય કરો. તમને પોતાને જ ખબર પડી જશે તમારું વજન કેવી રીતે ઓછું થાય છે, અને કેટલું ઓછું થાય છે. તમને આશ્ચર્ય થશે કે આટલું ઝડપથી વજન કઈ રીતે ઓછું થાય.
Blood sugar control / તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહે
ખાંડ ખાવાથી ઘણા બધા નુકશાન થાય છે. એક તો ખાંડ નહીં ખાવાથી તમારા લોહી માં સુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત થશે. અને તેના લીધે તમે ડાયાબીટીસ ટાઇપ 2 નું જોખમ નિવારી શકો છો.
આ ફાયદા મેળવવા માટે તમારે 30 દિવસ સુધી ખાંડ ના ખાવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આના સિવાય પણ ઘણા બધા ફાયદા જોવા મળશે. અને એક વાર તમને આ બધા ફાયદા મળશે પછી તમે જ ખાંડ ખાવાનુ ઓછું કરી દેશો.
Liver benefits / યકૃત માં ફાયદો થાય
યકૃત ને કલેજું પણ કહેવાય છે. અને તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલું હોય છે. લીવર એટલે કે યકૃત એ આપણા શરીરનું ખુબજ અગત્યનું અંગ કહેવાય છે.
જો લીવર સારું તો આખું શરીર સારું. પણ જો તમને વધુ પડતું મિષ્ટાન ખાવાની ટેવ છે તો, તમને નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) થવાની શક્યતા વધી જાય છે.
Heart will be healthy / તમારું હૃદય સ્વસ્થ રહે
જ્યારે વધુ પડતી ખાંડનું સેવન કરવામાં આવે છે ત્યારે, એ ખાંડ ચરબી માં પરિવર્તન પામે છે. અને તેના લીધે ખરાબ ચરબી એટલે કે કોલેસ્ટેરોલ લોહીમાં જમાં થાય છે. અને તેના લીધે બીપી ની તકલીફ બ્લડ પ્રેશર પણ હાઈ થઈ જાય છે. અને તેના લીધે લોહીને હૃદય સુધી પહોંચવા માટે ખૂબ વધુ મહેનત કરવી પડે છે. અને તેના લીધે હાર્ટ એટેક નો ભય વધી જાય છે.
આમ, આપણે જોયું કે વધુ પડતી ખાંડ ખાવાથી શરીર ને ખૂબ નુકશાન થાય છે. અત્યારના સમય પ્રમાણે ખાંડ ખાધા વગર રહેવું શક્ય નથી. પરંતુ આપણે ખોરાકમાં ખાંડ નો વ્યવરિક પણે ઉપયોગ કરીએ તો આપણા શરીરને ઘણા બધા રોગો થી મુક્ત કરી શકાય છે.

મહત્વપૂર્ણ કડીઓ
વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer
તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે 30 દિવસ ખાંડ ના ખાવાના ગજબ ફાયદા, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે.