Surya Shakti Kisan Yojana 2022 (SKY) | સૂર્ય શક્તિ કિસાન યોજના 2022 @guvnl.com

Spread the love

Surya Shakti Kisan Yojana 2022( SKY ) :- સૂર્ય શક્તિ કિસાન યોજના એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે. આ યોજનાથી ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે. આ યોજનાની જાહેરાત 23 જૂન, 2018 માં કરવામાં આવી હતી. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે, આ યોજનાનો પ્રારંભ 2 જુલાઈ, 2018 માં કરવામાં આવ્યો હતો.

Surya Shakti Kisan Yojana (SKY)

સમગ્ર દેશમાં ખેડૂતોની આવક વર્ષ બમણી કરવાનો નિર્ધાર કરવામાં આવેલ છે. આ નિર્ધાર પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે અનેકવિધ આયોજનો હાથ ધર્યા છે અને યોજનાઓ અમલમાં મૂકેલી છે. આ પ્રકારના આયોજનના ભાગરૂપે રાજ્યમાં બિનપરંપરાગત ક્ષેત્રે ઉર્જા વપરાશ વધારવા અને Green Energyને ઉત્તેજન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: સોલાર રુફટોપ યોજના

આ પણ વાંચો: સોલાર ફેન્સીંગ યોજના /સોલાર પાવર યુનિટ

Highlights Of Surya Shakti Kisan Yojana (SKY)

યોજનાનું નામ સૂર્યશક્તિ કિસાન યોજના (SKY)
અમલીકરણ કરનાર સંસ્થા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીં
યોજના અમલમાં આવ્યાની તારીખ 23 જૂન, 2018
યોજના પ્રારંભ થયાની તારીખ 2 જુલાઈ, 2018
યોજના બહાર પાડવાનો હેતુ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો માટે વીજ ઉત્પાદન કરીને આવકવૃદ્ધિ ઊભી કરવાનો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને વળતર આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા ઓનલાઈન

સૂર્યશક્તિ કિસાન યોજનાનો ઉદેશ

ગાંધીનગરમાં યોજનાના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સોલર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવા અને તેમની આવકને બમણી કરવા માટે સશક્તિકરણ માટેનું ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું.

See also  One Nation One Ration Card Apply Online | एक देश एक राशन कार्ड योजना रजिस्ट्रेशन

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો માટે વીજ ઉત્પાદન કરીને આવકવૃદ્ધિ ઊભી કરવાનો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો: સોલાર ફેન્સીંગ યોજના /સોલાર પાવર યુનિટ/કીટ

સૂર્યશક્તિ કિસાન યોજનાની વિશેષતા

આ યોજના મુજબ, હાલના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને તેમની લોડ જરૂરિયાત મુજબ સૌર પેનલ આપવામાં આવશે. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતો ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 60% સબસિડી આપવામાં આવે છે, જેમાં 30% કેન્દ્ર સરકાર દ્વારા અને 30% રાજ્ય સરકાર દ્વારા, 35% લોન આપવામાં આવે છે. આ સાથે ખેડૂતને ૫ ટકા ખર્ચ કરવાનો રહેશે, જ્યારે બાકીનો 35% ખર્ચ 4.5% થી 6% જેટલા સસ્તા વ્યાજદરે રાજ્ય સરકાર દ્વારા લોન તરીકે આપવામાં આવશે. આ યોજનાની અવધિ ૨૫ વર્ષ છે

ખેડૂતો આ સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકે છે અને ઉત્પન્ન થયેલ વીજળી ને રાજ્ય સરકારને વેચી પણ શકશે. જે અંતર્ગત પ્રથમ 7 વર્ષ ખેડૂતોએ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ. 7 પ્રતિયુનિટ મળશે, જયારે બાકીના 18 વર્ષ સુધી ખેડૂતોઓ એ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ 3.5 પ્રતિયુનિટ પ્રમાણે મળશે.

સૂર્ય શક્તિ કિસાન યોજનાના હેતુ

  • સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે.
  • આ યોજના અંતર્ગત ખેડુતોને મળશે મફત વીજળી.
  • ખેડૂતો હવે મેળવી શકશે બમણી રકમ.
  • યોજના થકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળશે 60 % સબસીડી.
  • 35 % લોન સહાય.
  • ઉત્પન્ન થયેલ વીજળી રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવશે.
  • ખેડૂતોને મળશે દિવસ દરમિયાન 12 કલાક વીજળીની સુવિધા
  • આ યોજના 25 વર્ષના સમયગાળા માટે શરૂ કરવામાં આવેલ છે

સૂર્ય શક્તિ કિસાન યોજના (SKY) હેઠળ મળવાપાત્ર લાભ

  • ગુજરાત સરકાર દ્વારા ૨૩મી જુન ૨૦૧૮, શનિવારે Surya Shakti Kisan Yojana યોજનાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે.
See also  પોસ્ટ ઓફિસની આ 6 યોજનાઓમાં પૈસા થશે ડબલ, જાણો કઈ સ્કીમમાં કેટલો સમય લાગશે?

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર સાઈટ Click Here
હોમ પેજ Click Here

Surya Shakti Kisan Yojana 2022 (SKY) | સૂર્ય શક્તિ કિસાન યોજના 2022 @guvnl.com

FAQ’s

શું ગુજરાતમાં સૌર સબસિડી ઉપલબ્ધ છે?

ગુજરાત સરકાર રૂ.10,000/KW ની સબસિડી આપે છે. તે ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા અમારા રાજ્યના સોલર ઇન્સ્ટોલેશનને વધારવા માટે ઓફર કરવામાં આવે છે. ગુજરાતમાં રેસિડેન્શિયલ રૂફટોપ સોલાર પ્રોજેક્ટ યોજના હેઠળ આપવામાં આવતી મહત્તમ સબસિડી રૂ. 20,000 છે.

સૂર્ય શક્તિ કિસાન યોજનાનું બીજું નામ શું છે?

SKY (સૂર્યશક્તિ કિસાન યોજના) વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટેનું એક સાધન હશે, અને તે પણ, આ ખેડૂતોને દિવસના સમયે 12-કલાક વીજ પુરવઠો પૂરો પાડશે.

કયા મંત્રાલયે સૂર્ય શક્તિ કિસાન યોજના રજૂ કરી છે?

સૂર્ય શક્તિ કિસાન યોજના (SKY) એ ગુજરાત રાજ્યના પાવર સેક્ટરની પહેલ છે. SKY ની યોજના હેઠળ, ખેડૂતો તેમના કેપ્ટિવ વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરશે અને બાકી રહેલી વીજળી સરકારને ગ્રીડ દ્વારા વેચશે અને આવક મેળવશે.

2 thoughts on “Surya Shakti Kisan Yojana 2022 (SKY) | સૂર્ય શક્તિ કિસાન યોજના 2022 @guvnl.com”

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો