Tadpatri sahay yojana 2023: તાડપત્રી સહાય યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો ના હિત માટે અવારનવાર નવી યોજનાઓ શરૂ કરવામાં આવે છે, અને આ યોજનાઓ ની સીધી સહાય ખેડૂતો ને મળે તે માટે સરકાર દ્વારા Ikhedut Portal શરૂ કરવામાં આવ્યું છે. આ Ikhedut Portal ના માધ્યમ થકી ખેડૂત સરકાર દ્વારા નવી યોજના યોજનાઓ માં ઓનલાઈન ઘરે બેઠા આવેદન કરી શકે છે અને સહાય મેળવી શકે છે, આજના આ આર્ટીકલ માં Ikhedut Portal ની Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat વિષે સંપૂર્ણ જાણકારી મેળવીશું.
Tadpatri sahay yojana 2023 માહિતી
યોજના નું નામ | Tadpatri Sahay Yojana |
ક્યાં રાજ્ય માં શરૂ કરવા માં આવી | ગુજરાત રાજ્યમાં |
મળવા પાત્ર લાભ | તાડપત્રી ખરીદવા માટે 1275 થી 1875 રૂપિયા સુધી ની સહાય |
કોને લાભ મળી શકે છે | ખેડૂત ભાઈઓ |
ઉદેશ્ય | પાક ને વરસાદ થી રક્ષણ આપવા માટે તાડપત્રી વિતરણ |
અરજી નું માધ્યમ | ઓનલાઈન |
Official website | Ikhedut Portal |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
ઓનલાઇન અરજી કરવા માટે અમુક ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે છે જેની યાદી નીચે મુજબ છે:
- જો registration ધરાવતા હોય તો તેની વિગતો
- આધારકાર્ડ ની ઝેરોક્ષ
- રેસનકાર્ડ ની ઝેરોક્ષ
- બેંક ખાતા ની પાસબૂક ની ઝેરોક્ષ
- અનુસુચિતજાતી અને અનુસુચિત જન જાતિનું સર્ટીફીકેટ
- જમીન ના 7/૧૨ અને ૮-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસેદારના સમંતીપત્રક
- સહકારી મંડળી અને દૂધ ઉદ્પાદક મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો
આ પણ વાંચો: ટ્રેક્ટર સહાય યોજના વિષે પૂરી માહિતી
તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટેની લાયકાતો:
રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા તાડપત્રી સહાય માટે નીચે મુજબ ની પાત્રતા નકકી કરેલ છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- અરજી કરનાર ખેડૂત નાનો અને નબળી આર્થીક પરિસ્થિતિ ધરાવતો હોવો જોઈએ.
- અરજી કરનાર પાસે પોતાની માલિકી ની જમીન હોવી જોઈએ
- આ યોજનાનો લાભ ત્રણ વાર મેળવી શકાય છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ I Khedut Portal ઓનલાઈન અરજી કરવાની રહશે.
- ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાળપત્રી મળવાપાત્ર રહશે.
આ પણ વાંચો: Pradhanmantri Jandhan yojana 2023
આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ:
ગુજરાત સરકાર દ્વારા ગરીબ ખેડૂત ભાઈઓ માટે શરૂ કરવામાં આવેલી I Khedut Tadpatri Sahay Yojana Sarkari Yojana Gujarat અંતર્ગત ખેડૂત ને તાડપત્રી ખરીદવા માટે સહાય આપવામાં આવશે, જેમાં અનામત જ્ઞાતિના ખેડૂત ને તાડપત્રી ની ખરીદ કિમત ના 75% અથવા 1875 રૂપિયા બંને માથે જે ઓછા હોય તે અને બીજી જ્ઞાતિ ના ખેડૂતઓ ને તાડપત્રી ની ખરીદ કિમત ના 50% કે 1250 રૂપિયાની સહાય આપવામાં આવશે.
Tadpatri sahay yojana માટે ઓનલાઇન અરજી કઇ રીતે કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
- ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
- અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “ખેતી વાડીની યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
- “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “તાળપત્રી સહાય યોજના” માં “અરજી કરો” પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ તમારી ત્યાં એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
- આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ સરનામા પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે.
Official Website | Click Here |
Join WhatsApp Group | Click Here |
Follow On Google News | Click Here |
Our Home Page | Click Here |

વારંવાર પૂછાતા પ્રશ્નો:- F.A.Q. :
Tadpatri sahay yojana નો લાભ કોને કોને મળવવા પાત્ર છે?
આ યોજનાનો લાભ ગુજરાત રાજ્ય ના ખેડૂત ને મળી શકે છે અને એવા ખેડૂત કે આર્થિક રીતે નબળા હોઈ તેને મળવાપાત્ર છે.
Tadpatri sahay yojana માટે official website કઇ chhe?
https://ikhedut.gujarat.gov.in/
તાડપત્રી યોજના માં લાભાર્થી ને કેટલો લાભ મળવવા પાત્ર છે?
આ યોજના માં અનુસુચિત જ્ઞાતિઓને કુલ ખર્ચ ના ૭૫% અથવા રૂ.૧૮૭૫/- આ બને માંથી જે ઓછુ હોય તે સહાય મળશે. અને સામાન્ય જનરલ જાતી ના ખેડૂતોને કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ.૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.