ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને યુવક બન્યો ખેડૂત, પહેલી જ કમાણી 38 લાખ રૂપિયા!

Spread the love

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને યુવક બન્યો ખેડૂત: રાજસ્થાનના બારા જિલ્લાના આસલપુર ગામના રહેવાસી 29 વર્ષીય ધનરાજ લવવંશી એક નહીં ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને ખેતીમાં કરિયર બનાવ્યું છે. તે મલ્ટીક્રોપ ટેક્નીકથી ખેતી કરે છે. આમ કરનાર તે એરીયાના પહેલા ખેડૂત છે. ખેતી ઉપરાંત ધનરાજ લવવંશી અકલેરામાં ડેરી ફાર્મમાં પણ કિસ્મત અજમાવી ચુક્યા છે. આમ, ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને યુવક બન્યો ખેડૂત, અને ખેડૂત બન્યા પછી તેમણે પહેલી જ કમાણી 38 લાખ રૂપિયા ની કરી.

હાલમાં સરકારી નોકરી માટે યુવાનો ખૂબ મહેનત કરે છે. એક નોકરી મેળવવા માટે તે બધુ દાવ પર લગાવવા માટે તૈયાર થઈ જાય છે. આ બધાની વચ્ચે રાજસ્થાનના બારાં જીલ્લાના આસલપુર ગામમાં રહેતા ધનરાજ લવવંશીએ એક નહીં 3-3 સરકારી નોકરીઓ છોડીને ખેતીનો વ્યવસાય અપનાવી નવો દાખલો બેસાડ્યો છે. હાલ ધનરાજ ઇઝરાયેલની મલ્ટી ક્રોપ હાર્વેસ્ટિંગ ફોર્મુલા અપનાવીને ખેતીથી બમ્પર નફો કમાઈ રહ્યા છે. રાજસ્થાન રાજ્યનો સૌથી મોટો મલ્ટિક્રોપ પાક તૈયાર કરનાર તે રાજ્યના પ્રથમ ખેડૂત છે. સરકારી નોકરી છોડ્યા બાદ પ્રથમ વખત તેણે ખેતીકામ કરીને લાખો રૂપિયાનો નફો મેળવ્યો હતો.

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને યુવક બન્યો ખેડૂત

બારાં જિલ્લાના આસલપુરના રહેવાસી 29 વર્ષીય ધનરાજ લવવંશીએ જણાવ્યું કે તે મલ્ટીક્રોપ ટેક્નીકથી ખેતી કરનાર પ્રદેશના પહેલા ખેડૂત છે. તેમણે વર્ષ 2019માં અકલેરા કોર્ટથી ક્લર્કની નોકરી છોડી. પછી જિલ્લામાં ક્લર્ક બન્યા. ત્યાર બાદ તેમની પસંદગી થર્ડ ગ્રેડ ટીચરમાં પણ થઈ. પણ કુદરત પ્રત્યેના પ્રેમ અને કૃષિ ક્ષેત્રે કંઈક કરી બતાવવાના જુનુનના કારણે તેણે ત્રણેય નોકરી છોડી દીધી. જેના કારણે તેમને લોકોની વાતો પણ સાંભળવી પડી અને સ્વજનો નો ઠપકો પણ સાંભળવો પડ્યો. તે વિવિધ સ્થળોએથી ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિને લગતી ઇઝરાયેલની મલ્ટીક્રોપ ફોર્મ્યુલાનો અભ્યાસ કરીને પરત ફર્યા.

See also  4 IPOs Are going on strike - જાણો વધુ પૈસા કમાવવા માટે શું રોકાણ કરવું જોઈએ

પહેલી જ કમાણી 38 લાખ રૂપિયા

ત્યાર બાદ તેમણે સારથલ કસ્બેમાં ખેતી કરીને સોયાબીનનો પાક વાવ્યો. પહેલી વખતમાં તેમને 42 લાખનો પાક થયો. 45 વીઘામાં ચાર લાખનો ખર્ચ થયો જે બાદ કરતા તેમને કુલ 38 લાખનો નફો થયો. આ વખતે 40 વીધામાં દરેક પ્રકારના ઓફ સીઝનના વેજીટેબલની ખેતી કરી રહ્યા છે. તેમાં મરચુ, ટામેટા, રિંગણ, ભીંડા, કારેલા, દુધી, તરબૂચ અને હજારીગલ જેવા પાકનો સમાવેશ થાય છે. તેનાથી તેમણે એક કરોડથી વધારે રૂપિયા કમાવાનો લક્ષ્ય રાખ્યો છે.

ઓછા પાણીમાં વધુ પાક લીધો

ખેતી માટે અત્યંત જરૂરી પાણી માટે સમગ્ર ખેતરમાં વોટર ડીપીંગ સીસ્ટમ અપનાવી. જેથી પાકને જરૂરિયાત મુજબ પાણી મળી શકે અને પાણીનો બગાડ થતો અટકે છે. યુવા ખેડૂત લવવંશીએ જણાવ્યું કે આ પદ્ધતિથી એક દિવસમાં ચાલીસ વીઘામાં સિંચાઈ શક્ય છે અને તે પાણી બચાવવામાં અસરકારક છે.

ડેરીમાં પણ અજમાવ્યો હાથ

ખેતી ઉપરાંત ધનરાજ લવવંશીએ ચાર વર્ષ પહેલા અકલેરામાં ડેરી ફાર્મમાં નસીબ અજમાવી ચુક્યા છે. જેમાં તેમને સારી સફળતા મળી હતી. તેમની પાસે દુધ આપતા 23 અદ્યતન પ્રકારના દુધાળા ભેંસ અને ગાય છે. તેમણે આધુનિક ટેકનોલોજીનો યોગ્ય લાભ લીધો. લવવંશી જણાવે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણું શીખવા જેવું છે. તેનો યોગ્ય ઉપયોગ કરવાથી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. તેમણે દૂધ મોટી ડેરીમાં સપ્લાય કરવા માટે ચેન સિસ્ટમ બનાવી છે. તેમણે દર મહિને થતી આવકનો અડધો ભાગ ખેતીમાં લગાવ્યો છે. 

ત્રણ ત્રણ સરકારી નોકરી છોડીને યુવક બન્યો ખેડૂત, પહેલી જ કમાણી 38 લાખ રૂપિયા!

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!