Tips: 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ.

Spread the love

Tips For Tax Saving – 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ: અત્યારે નોકરીયા તો માટે ટેક્સ એ મહત્વપૂર્ણ બાબત છે. જેમ જેમ આવક વધે છે તેમ ટેક્સ ભરવાની જવાબદારી પણ ખૂબ વધી રહી છે. તો આજે આપણે સ્માર્ટ રીતે પ્લાનિંગ કરી અને ટેક્સ ની બચત કઈ રીતે કરી શકાય તે જોઈએ. જો તમારી આવક 10 લાખ સુધીની છે તો પણ તમે સંપૂર્ણ રીતે ટેક્સ માંથી મુક્તિ મેળવી શકશો.

આજે આપણે જેમ આવક વધે છે તેમ આપણી ટેક્સ ભરવાની જવાબદારી પણ વધે છે. પરંતુ વર્ષની શરૂઆતથી જ જો તમે પ્લાનિંગ સાથે આયોજન કરશો તો ખૂબ વધુ પગારવા છતાં પણ ટેક્સમાંથી મૂકી મેળવી શકશો આજે આપને 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ જોઈએ.

10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ:

જો તમારો આખા વર્ષનો પગાર 10 લાખ રૂપિયા છે તો તમારે ટેક્સ ભરવો પડશે. જો તમે ઈન્કમ ટેક્સ ભરતા કરદાતા છો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, જેમ જેમ આવક વધે છે તેમ તેમ કર જવાબદારી પણ વધે છે. પરંતુ જો આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો ઉચ્ચ પગાર હોવા છતાં કર બચત કરી શકાય છે. જો તમારો પગાર વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે ભારે ટેક્સ ચૂકવવો પડશે. જો તમારી સેલેરી 10.5 લાખ રૂપિયા છે તો તમે આ સેલરી પર પણ 100% ટેક્સ બચાવી શકો છો.

See also  આ દિવાળી પર કરો Gold ETFમાં નાણાંનું રોકાણ, તમને સોના જેવો સાચો વિશ્વાસ અને શેર જેવું સરળ રોકાણ મળશે

ચાલો આપણે ઉદાહરણ થી સમજીએ ધારો કે તમારો એક વર્ષનો પગાર રૂ.10,50,000 છે અને તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે. તો તમે 30% સુધીના ટેક્સ સ્લેબમાં આવશો. હવે આપણે જોઈએ કે તમે ટેક્સ કેવી રીતે બચાવી શકો છો.

સૌથી પહેલા સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે રૂ.50,000 બચત

ઉદાહરણ પ્રમાણે જોઈએ કે જો તમારી વાર્ષિક આવક રૂ.10,50,000 છે તો તમને સૌથી પહેલા તો રૂ.50,000 નું સીધું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આથી હવે તમારી કરપાત્ર આવક 10 લાખ રૂપિયા થઈ જશે.

  • કુલ કરપાત્ર આવક = 10,50,0000 માંથી 50,000 બાદ કરતા = રૂ.10 લાખ બચત વધશે.

બીજું કે હવે તમને 80C હેઠળ 1.5 લાખની બચત બાદ મળશે.

પહેલા સ્ટાન્ડર્ડ ડિડક્શન પછી તમે આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ 1,50,000 રૂપિયા બચાવી શકો છો. આ બચતમાં તમે EPF, PPF, ELSS, NSCમાં કોઈ પણ રોકાણ કરી શકો છો. સાથે સાથે તમે તમારા બે બાળકો માટે ટ્યુશન ફી માટેના વાર્ષિક રૂ.1,50,000 સુધીની ટેક્સ બચતનો લાભ લઈ શકો છો.

  • આથી હવે તમારી કરપાત્ર આવક = 10,000,000 – માંથી 1,50,000 બાદ કરતાં = રૂ.8.5 લાખ રૂપિયા વધશે.

ત્રીજું 80CCD હેઠળ 50 હજારનું ડિસ્કાઉન્ટ મળશે.

આ 2 રોકાણ ની માહિતી બાદ હજી તમે NPS માં દર વર્ષે રૂ.50,000 સુધીનું રોકાણ કરી અને આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80CCD હેઠળ અલગથી બાદ મેળવી શકો છો.

  • આમ, ત્રીજા સ્ટેપમાં વધેલી આવક = 8,50,000 – માંથી 50,0000 બાદ કરતાં = રૂ.8 લાખ રૂપિયા બચત રહેશે.

આ બધા રોકાણ બાદ તમે હોમ લોન બાદ મેળવી શકો છો.

હવે જો તમને કોઈ હોમ લોન લીધેલી હોય તો તમે ઈન્કટેકસ ની કલમ 24B હેઠળ 2 લાખ રૂપિયા સુધી તેનું વ્યાજ તમે બાદ લઈ શકશો. જે તમને સીધું જ બાદ મળે છે.

  • આમ હવે કરપાત્ર આવક = 8,00,000 માંથી- 2,00,000 હોમ લોન નું વ્યાજ બાદ કરતાં = રૂ.6 લાખ રૂપિયા વધશે.
See also  Rainbow IPO Allotment Status Online, Check Latest GMP

ત્યાર બાદ મેડિકલ વીમા પર 75000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

હવે અન્ય વીમા ની માહિતી જોઈએ તો, આવકવેરાની કલમ 80D હેઠળ, તમે મેડિકલ વીમા પ્રીમિયમ માટે રૂ. 25,000 સુધીની ટેક્સ બાદ મેળવી શકો છો. અને તમારા માતા પિતા નો મેડિકલ વીમો લેશો તો 50000 તેના પણ બાદ મળશે.

  • આ રીતે તમે કુલ કરપાત્ર આવક = 6,00,000 માંથી – 75,000 મેડિકલ વીમો બાદ કરતાં = રૂ.5.25 લાખ વધશે

હવે અન્ય ડોનેશન પર 25 હજાર રૂપિયા ટેક્સ બાદ મળશે.

હવે અંત માં જોઈએ કે આવકવેરાની કલમ 80G હેઠળ, તમે કોઈ પણ સંસ્થાઓને દાન અથવા દાન તરીકે આપવામાં આવેલી રકમ પર ટેક્સ કપાત મેળવી શકો છો. ડોનેશન દ્વારા તમે 25000 રૂપિયા સુધીની ટેક્સ બાદ મેળવી શકો છો.

  • હવે જોઈએ તો કુલ કરપાત્ર આવક = 5,25,000 માંથી – 25,000 ડોનેશન બાદ લેતા = રૂ.5 લાખ રૂપિયા વધશે.

આમ છેલ્લે જોઈએ તો આવકવેરાના નિયમો મુજબ, રૂ.5,00,000 આવક પર રૂ.12,500 (રૂ.2.5 લાખના 5%) ટેક્સ છે. અને તે ઈન્કમ ટેક્સ સેક્શન 87A હેઠળ 12500 રૂપિયા સુધીની છૂટ મળે છે, એટલે હવે તમે ટેક્સ ભરવા માંથી મુક્ત છો. તમારે હવે કોઈ ટેક્સ ભરવો પડશે નહિ.

કુલ ટેક્સ કપાત = રૂ.5,00,000

કુલ ચોખ્ખી આવક = રૂ.5,00,000

ટેકસની જવાબદારી = રૂ.0

આ રીતે 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ જોઈએ તે મુજબ અમલ કરશો તો તમે ટેક્સ ભરવા માંથી મુક્ત થઈ જશો.

જો તમને અમારો 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ આર્ટિકલ ગમ્યો હોય તો, બીજા લોકો સુધી શેર કરશો. અને કૉમેન્ટમાં એમને રિપ્લે જરૂર આપશો.

આવી જ અન્ય જાણવા જેવી માહિતી મેળવવા માટે વિશ્વગુજરાત ચેનલની મુલાકાત લેતા રહો. અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઈ શકો છો…

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો