જૂની, ફાટેલી અને ટેપ મારેલી ચલણી નોટ ક્યાં બદલી શકાશે?: જો તમારી પાસે ફાટેલી, જૂની, અને ટેપ મારેલી ચલણી નોટો હશે તો તમારે તેનું શું કરવું તે ખબર નહિ હોય કે આ ચલણી નાણું કોણ બદલી આપશે. વિશ્વગુજરાતના આ આર્ટિકલમાં તમે બધું સમજી શકશો કે કેવી રીતે તમે જૂની, ટેપ મારેલી કે પછી ફાટેલી નોટો માટે શું નિયમ છે? ચલણી નોટોના નિયમો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જ નક્કી કરે છે. ચાલો આજે આપણે આ નિયમો જાણી લઈએ.
જૂની, ફાટેલી અને ટેપ મારેલી ચલણી નોટ ક્યાં બદલી શકાશે?
દરેક બેન્કની દરેક બ્રાન્ચે આપણને ફાટેલી નોટ બદલવા માટે સુવિધા આપવામાં આવી છે. કોઈ પણ બેન્ક આપણને જૂની નોટો બદલી આપે પણ કેટલી નોટ બદલાવી શકાતી નથી. કારણ કે નોટ બદલી આપવાની પણ એક લિમિટ છે.
RBIનો નિયમ છે કે જે નોટ બદલવાની છે તે માત્ર એક નહીં પરંતુ 20 હોવી જોઈએ. જ્યારે તમારી પાસે 20 ફાટેલી નોટ હશે ત્યારે જ તમે નોટ બદલાવી શકશો.
અન્ય નિયમ એવો છે કે જો ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાના બંડલમાં કોઈ એક નોટ ફાટેલી હોવી જોઈએ. જો આ લિમિટ કરતાં વધારે નોટ અથવા પૈસા હોય તો બેન્ક તમને એક રિસીપ્ટ આપશે અને થોડા દિવસો પછી તમારા ખાતામાં તે પૈસા ક્રેડિટ થઈ જશે.
જો 20 નોટ અથવા 5 હજાર રૂપિયા કરતાં વધારે રૂપિયા તમારે બદલવા છે તો બેન્ક તમારી પાસેથી ચાર્જ પણ લઈ શકે છે.
બેંક માં કઈ નોટ બદલી શકાય?
- 1. સોઈલ્ડ નોટ્સ અને
- 2. મ્યુટિલેટેડ નોટ્સ બેંક બદલી આપશે.
સોઈલ્ડ નોટ એટલે જૂની, ફાટેલી, કાણા પડી ગયેલી અથવા ઘસાઈ ગયેલી નોટ, જેના ટુકડા થઈ ગયા હોય પણ બે જ ટુકડા હોવા જોઈએ. આ બંને ટુકડા એક જ નોટના હોવા જોઈએ. આવી નોટો બેન્ક બદલી આપે છે. દરેક નોટ પર સિક્યોરીટી ફીચર્સ હોવા જરૂરી હોય છે.
મ્યુટિલેટેડ નોટ એટલે કે એવી નોટ કે જેનો કોઈ હિસ્સો જ મિસિંગ હોય અથવા એવી નોટ જેનાં બે કરતાં વધારે ટુકડા થઈ ગયા હોય. આવી નોટ જો આપણે બદલાવવા જઈએ
જો 50 રૂપિયા કરતાં વધારે રકમની નોટ બદલવી હોય, તો સૌથી મોટો ટુકડો 80% અથવા વધારે સાઇઝનો હોવો જોઈએ. જો નોટનો સૌથી મોટો ટુકડો 40 થી 80 ટકાની વચ્ચે તૂટેલો છે, તો આપણને 50 ટકા રૂપિયા જ પાછા મળી શકશે. જો સૌથી મોટો ટુકડો 40 ટકા કરતાં ઓછી સાઇઝનો છે તો આપણને એકપણ રૂપિયો પાછો નહીં મળે.
કેવી નોટો બેંક નહીં બદલી આપે?
અત્યંત બળેલી નોટો, અડવાથી જ તૂટી જાય એવી નોટો, એકબીજા સાથે ચોંટી ગયેલ નોટ બેંક બદલી નહીં આપે. આવી નોટ માટે એક અલગ પ્રક્રિયા કરવી પડે છે, જે બધી બેન્ક નથી કરી શકતી. આવી નોટો બદલવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈશ્યૂ ઓફિસમા જવાનું રહે છે.

જો તમારી પાસે પણ છે તૂટેલી, ફાટેલી પૈસાની ચલણી નોટો હોય તો આજે જ બેંકમાં જાઓ અને તમારી ખરાબ નોટ જમા કરવી નવી નોટ લઈ આવો.
લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.
મહત્વપૂર્ણ લીંક
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
1 thought on “જૂની, ફાટેલી અને ટેપ મારેલી ચલણી નોટ ક્યાં બદલી શકાશે? જાણો પુરી માહિતી”