ઉર્ફી જાવેદનો ટોપલેસ વીડિયો: Sudhanshu Pandeyએ વીડિયોને ગણાવ્યો વાહિયાત

Spread the love

ઉર્ફી જાવેદનો ટોપલેસ વીડિયો: અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. પોતાના કપડા સાથે અનેક પ્રયોગો તે કરતી રહે છે. ત્યારે તેણે ચોંકાવનારી રીતે પોતાના ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. દિવાળી પર તેણે ટોપલેસ વીડિયો શેર કર્યો હતો.

આ વીડિયો પર સુધાંશુ પાંડે પ્રતિક્રિયા આપી છે. સુધાંશુએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મને ખૂબ ગુસ્સો આવે છે. કોઈ દિવાળી જેવા તહેવાર પર આવો વાહિયાત મજાક કઈ રીતે કરી શકે? કંઈ નહીં તો ભગવાન માટે તો શરમ કરો.

સુધાંશુ પાંડેએ નારાજગી કરી વ્યક્ત

ફેશનના નામે ઉર્ફી જાવેદ જાતજાતના અખતરા કરતી રહે છે. પોતાના કપડાને કારણે તે મુખ્યત્વે ચર્ચમાં રહેતી હોય છે. ત્યારે દિવાળીની શુભેચ્છાને કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ટોપલેસ થઈ તેણે દિવાળીની શુભકામના પાઠવી હતી ત્યારે આની પર સુધાંશુ પાંડેએ નારાજગી વ્યક્ત કરી છે. સુધાંશુ પાંડેની આ પ્રતિક્રિયા પર ઉર્ફી જાવેદે પણ સામે પ્રતિક્રિયા આપી છે.

ઉર્ફીએ સુધાંશુને આપ્યો વળતો જવાબ

ઉર્ફીએ વળતો જવાબ આપતા લખ્યું કે અનુપમા એવો શો છે જેમાં નારી સશક્તિકરણની વાત કરવામાં આવે છે. જ્યાં મહિલાઓ સમાજ દ્વારા મહિલાઓ માટે બનેલા નિયમોને તોડી રહી છે. તમે પોતાનો શો કેમ નથી જોતા સુધાંશુ? બની શકે કે તમે તેમાંથી કંઈ શીખ મેળવો.

See also  VIRAL VIDEO: ઋષિ સુનકએ વીડિયોના માધ્યમથી મોકલ્યું UK આવવાનું આમંત્રણ!

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો