Vahan Akasmat Yojana 2023: આજકાલના ઝડપી યુગમાં વાહનોના અકસ્માત વારે-ઘડીએ બનતા રહે છે જેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાંની એક યોજના છે વાહન અકસ્માત સહાય યોજના 2023.
વાહન અકસ્માત સહાય યોજના 2023 આ યોજના હેઠળ હોસ્પિટલના ખર્ચ માટે 50000 રૂપિયાની સહાય ઈજાગ્રસ્તને મળી શકે છે.
આ યોજના ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે તે ઉપરાંત અલગ અલગ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત જનની સુરક્ષા યોજના વગેરે બહાર પાડેલ છે.
વાહન અકસ્માત યોજના માટે અરજી કઈ રીતે કરવી તેનાથી શું લાભ થાય છે આ યોજના માટેની અરજી કેવી રીતે કરી શકાય તેવી અનેક જાણકારીઓ મેળવીએ.
વાહન અકસ્માત સહાય યોજના 2023
યોજના નું નામ | Vahan Akasmat Yojana 2023 |
યોજનાની શરૂઆત કોણે કરી | ગુજરાત સરકાર |
યોજનાનો હેતુ | વાહન અકસ્માત માં ઇજા પામનાર ને મફત તબીબી સારવાર પૂરી પાડવી |
લાભાર્થી | અકસ્માત માં ઇજાગ્રસ્ત વ્યક્તિ |
Vahan Akasmat Yojana pdf | અહીં ક્લિક કરો |
Official Website | https://gujhealth.gujarat.gov.in/ |
આજના આ ઝડપી યુગમાં વાહનોની સંખ્યા પણ વધતી જાય છે તથા એકસીડન્ટની સંખ્યા પણ વધતી જાય છે ડોક્ટરોના કહેવા મુજબ એકસીડન્ટ થયા બાદ ઇજાગ્રસ્તને એક કલાકની અંદર સારવાર મળવી જરૂરી છે ખાલી સારવાર મળતા ઇજાગ્રસ્ત ના બચવાના રસ્તા વધી જાય છે. જો સમયસર સારવાર મળી રહે તો ઈજા ગ્રસ્ત બચી જાય છે આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વાહન અકસ્માત સહાય યોજના બહાર પાડેલ છે જે અંતર્ગત ઈચ્છા પામનાર વ્યક્તિને ઈજા થયાના પ્રથમ 48 માટે ફ્રી સારવાર પૂરી પાડવામાં આવે છે.
Vahan Akasmat Yojana ની શરૂઆત કોણે કરી?
ગુજરાત સરકારે આ યોજના બહાર પાડેલ છે.
Vahan Akasmat Yojanaનો હેતુ શું છે?
આ યોજનાનો હેતુ વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારને ફ્રીમાં તબીબી સારવાર પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિને ઇજા થઈ છે તેને 48 કલાક સુધી મફત માં સારવાર મળી શકે છે. જેથી કરીને કોઈ વ્યક્તિને રોડ અકસ્માત થાય તો તેને રસ્તા માં પીડા ના ભોગવવી પડે અને અકસ્માત થી મૃત્યુ થનારા લોકો ને સંખ્યામાં ઘટાડો થઈ શકે.
વાહન અકસ્માત સહાય યોજના માટે પાત્રતા
- ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્ત લોકો ને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
- આ યોજના માટે કોઈ પણ આર્થિક પરિસ્થિતી, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાને લીધા વગર જ આ યોજનાનો સંપૂર્ણ લાભ આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ જે અકસ્માત ગુજરાત રાજ્યની હદમાં થયેલ હોય તેવા વ્યક્તિને જ આ લાભ મળવા પાત્ર છે.
- ઇજા પામનાર વ્યક્તિ અથવાતો તેના કોઈ પણ સંબંધી એ આ યોજનાનો લાભ લીધા અંગેનું પ્રમાણપત્ર આપવું પડતું નથી.
Vahan Akasmat Yojana હેઠળ કયા કયા લાભ મળશે
વાહન અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને તેને દાખલ કરેલ હોસ્પિટલના બિલમાં લાભ આપવામાં આવે છે. આ યોજના માં હોસ્પિટલ માં દાખલ થયા ના પ્રથમ 48 કલાકમાં તેને આપવામાં આવેલી તમામ સારવાર, કે ઓપરેશન, વગેરે માટે થયેલા કુલ ખર્ચ માથી સરકાર 50,000/- ની મર્યાદામાં સીધો ખર્ચ હોસ્પિટલને ચૂકવી આપે છે.
આ ઉપરાંત જે લોકો ને ઇજા થઈ છે તે હોસ્પિટલ માં હોય તે તમામ સગવડો મેડવી શકે છે. તેમજ જો તેમાં સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે. અને જો દાખલ થય હોય તે હોસ્પિટલ માં આ સગવડ ઉપલબ્ધ ના હોય તો નજીકની બીજી હોસ્પિટલ માં પણ તે સહાય મેડવી શકે છે. અને તેના પૈસા દાખલ થયેલી હોસ્પિટલે ચૂકવવા પડતાં નથી. રાજ્ય સરકાર દ્વારા જ તેનું ચૂકવણું નિયત દરો મુકાબ કરવામાં આવતું હોય છે.
આ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ ને રોકડ ચુકવણી કરવામાં આવતી નથી પરંતુ જે તે હોસ્પિટલ માં દાખલ થાય હોય તેને સીધું જ ખર્ચ નું ચૂકવણું કરવામાં આવે છે. અકસ્માત થયેલ વ્યક્તિ ને આ યોજનાનો લાભ લેવા માટે કોઈ પણ પ્રક્રિયા માટે પૈસા ચૂકવવા પડતાં નથી.
મહત્વપૂર્ણ લીંક
યોજના ફોર્મ સમ્પૂર્ણ માહિતી PDF | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |

FAQ’s
વાહન અકસ્માત યોજનાનો ઉદેશ્ય શું છે?
યોજનાનો હેતુ અકસ્માતમાં તાત્કાલિક સારવાર મળી રહે તેમજ અકસ્માતમાં મૃત્યુ દરમાં ઘટાડો કરવાનો છે.
Vahan Akasmat Yojana માં શું લાભ મળે ?
વાહન અકસ્માત સહાય યોજનામાં અકસ્માત ના 48 કલાક સુધી 50,000/- ની મર્યાદામાં નિશુલ્ક સારવાર મળી રહે છે
વાહન અકસ્માત સહાય યોજના શું છે?
Vahan Akasmat Yojana માં અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્તને અકસ્માતના પ્રથમ 48 કલાક સુધી નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે.
1 thought on “Vahan Akasmat Yojana 2023: વાહન અકસ્માત સહાય યોજના”