VIRAL VIDEO: ઋષિ સુનકએ વીડિયોના માધ્યમથી મોકલ્યું UK આવવાનું આમંત્રણ!

Spread the love

કાશ્મીરી સેલિબ્રિટી શેફ સંજય રૈનાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે અને આ વીડિયોને લઈને તેઓ હાલ ખૂબ ચર્ચામાં આવ્યા છે. જણાવી દઈએ કે તેમની પોસ્ટમાં એક નાનો વિડીયો છે અને એ Viral Video માં UK ના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક શેફના મામાને મામા કહીને બોલાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરતા તેની સાથે સંજય રૈનાએ લખ્યું છે કે ‘યુકે જવાના વિઝા કન્ફર્મ’

ઋષિ સુનકનો Viral Video

એ વિડીયોમાં UK ના પ્રધાનમંત્રી ઋષિ સુનક તેના શેફના મામાને મામા કહીને બોલાવે છે. અને જે હૂંફ સાથે તે મામા કહીને તેમણે હાઇ કહે છે તેમના એ જ એક્શનમાં તેનું ભારતીય કનેક્શન દેખાઈ આવે છે. જણાવી દઈએ કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળી રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કિંગ ચાર્લ્સે તેમને દિવાળીની મીઠાઈઓ આપી હતી. અને હવે એક ભારતીયને હૂંફ સાથે તેઓ મામા કહીને પ્રેમથી બોલાવે છે તે દર્શાવે છે કે તેમનું ભારતીયતા સાથે કેટલું જોડાણ છે.

જુઓ Viral Video

આપને જણાવી દઈએ કે શેફ રૈનાએ ઋષિ સુનક સાથેની તેમની ટૂંકી વાતચીતનો વીડિયો શેર કર્યો છે અને શેફ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી વિડિયો ક્લિપમાં તે કેમેરાને કહેતો જોઈ શકાય છે – ‘ મામા મારી પાસે તમને હેલો કહેવા માટે કોઈ છે’ અમે ત્યાર પછી અચાનક ઋષિ સુનક કેમેરાની સામે દેખાય છે અને ડાબી બાજુ ઉભેલા ઋષિ સુનક હૂંફથી કહે છે. વિજય મામા, નમસ્તે..’

ડાઉનિંગ સ્ટ્રીટ આવવાનું આમંત્રણ આપ્યું

વાતચીત અહીં પૂરી નથી થતી. સુનક પ્રેમથી વિજય મામાને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં બોલાવતા સાંભળવામાં આવે છે. તે કહે છે, ‘તમે અહીં આવો અને મને મળો. જ્યારે તમે અહીં આવો, ત્યારે તમારા ભત્રીજા સંજયને કહો કે તમને ડાઉનિંગ સ્ટ્રીટ પર લઈ આવે.’

See also  શું દુનિયામાં ઝોમ્બીની એન્ટ્રી થવાની છે? મરેલા જંતુના મનને કાબૂમાં રાખ્યું અને પછી.. જુઓ વીડિયો

સંજય રૈનાએ શેર કરેલા viral video ને કેપ્શન આપ્યું હતું કે ‘વિઝા ઓન અરાઈવલ હવે પાક્કું.’ શેર કરેલ વિડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો અને લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે.

VIRAL VIDEO: ઋષિ સુનકએ વીડિયોના માધ્યમથી મોકલ્યું UK આવવાનું આમંત્રણ!

Leave a Comment

error: Content is protected !!