Vision Syndrome: જો તમે કલાકો સુધી મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ કરો છો તો તમને આ બીમારી થઈ શકે છે.

Spread the love

Vision Syndrome: અત્યારે ડિજિટલ યુગ માં લોકો ને કામ કરવા માટે મોબાઈલ તથા લેપટોપ નો ઉપયોગ કરવો જ પડે છે. તેના વિના શક્ય નથી. હવે પેપર વર્ક ઘણું ઓછું થાય ગયું છે. સતત લેપટોપ કે મોબાઈલ માં કામ કરતુ રહેવાથી તમારી આંખ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. તેમાંથી નીકળતા કિરણો આંખ માટે ખુબ હાનિકારક છે.

બાકી કામ સિવાય પણ માણસોનો ઘણો સમય મોબાઈલ સ્ક્રોલ કરવામાં તથા સોશ્યિલ મીડિયા માં સમય પસાર કરે છે. ત્યારે પણ માણસોની આંખો ને ખુબ જ નુકશાન કરે છે. વધુ પડતા મોબાઈલ-લેપટોપ ના ઉપયોગ થી લોકો ની આંખોં ને નુકશાન થાય છે.

વધુ પડતા મોબાઈલ કે લેપટોપ ના ઉપયોગ થી થતી બીમારી :-

અત્યારના યુગ માં મોબાઈલ લેપટોપ રોજિંદો એક ભાગ બની ગયો છે. ચાહે કોઈ કામ થી હોઈ કે મોજ માટે હોઈ. અત્યરે લોકો મોબાઈલ એંડડીક્ટ બની રહ્યા છે. આથી કામના કલાકો પુરા થયા બાદ પણ માણસો સોશ્યિલ મીડિયા માં પોતાનો સમય પસાર કરતા હોઈ છે.પરંતુ આ આંખો માટે ખૂબ નુકસાનકારક છે કેમ કે સ્ક્રીનના ખૂબ વધારે ઉપયોગ થી આંખોમાં ડ્રાયનેસની સમસ્યા થવા લાગે છે અને પછી વિઝન સિન્ડ્રોમની સમસ્યા થઈ શકે છે.

Vision Syndrome એટલે શું?

જયારે મોબાઈલ-લેપટોપ નો ઉપયોગ વધી જાય ત્યારે આંખ ને રાહત મળતી નથી. જેના કારણે આ સમસ્યા સર્જાય શકે છે. આ સમસ્યામાં ઘણીવાર પીડિત ને એક સ્થળે બે વસ્તુ દેખાવી, આંખે અંધારુ છવાઈ જવુ , ખંજવાળ, લાલાશ, થાક વગેરે જેવા તમામ લક્ષણ સામે આવી શકે છે.

See also  अफ्रीका के विकास के लिए नई साझेदारी और अंतर्राष्ट्रीय सार्वजनिक क्षेत्र के लेखा मानक प्रणाली के बीच अंतर

વિઝન સિન્ડ્રોમ થી કઈ રીતે બચી શકાય?

આ સમસ્યાથી બચવાં માટે ખોરાક માં ફળ , લીલા શાકભાજી, બદામ, અખરોટ જેવા ડ્રાયસફ્રુઈટ્સ નું નિયમિત સેવન કરવાથી આંખો માટે સારું રહે છે.

સૌથી પેહલા તો અંધારામાં મોબાઈલ લેપટોપ નો ઉપયોગ ટાળવો જોઈએ. તથા તેમાં કામ કરતી વખતે ચશ્માનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સારું રહેશે. એકધારું સ્ક્રીન પાર ના જોવું જોઈએ વચ્ચે વચ્ચે આંખ ને પલકારા મારવાના યાદ રાખવું. ને મોબાઈલ વાપરતી વખતે ૨૦ મિનિટ પછી બ્રેક લેતા રહો. કામ વચ્ચે પાણી છાંટવું માં ઉપયોગી નીવડે છે. જેથી આંખો માં ડ્રાયનેસ્સ આવતી નથી અને આ સમસ્યાથી બચી શકાય છે.

વિશ્વ ગુજરાત હોમ પેજ અહી ક્લિક કરો
વ્હોટસપ ગ્રુપ અહી ક્લિક કરો

FAQ’s

વધુ પડતાં મોબાઇલ ના ઉપયોગ થી ડિપ્રેશન આવી શકે છે?

હા, તણાવ અને ડિપ્રેશનના કારણોમાંથી એક પ્રમુખ કારણ મોબાઈલ રેડિએશન પણ હોય છે. આ મગજની કોશિકાઓને સંકુચિત પણ કરી શકે છે.

રાત્રે સૂતી વખતે મોબાઇલ પાસે રાખવો હિતાવહ છે?

ના, રાત્રીના સમયે મોબાઈલ ફોનને સાથે રાખીને સુવાથી તમને ઘણા પ્રકારની બીમારિઓનો ખતરો હોય શકે છે. આ તમારા માથઆ પર નકારાત્મક પ્રભાવ પડે છે.

Leave a Comment

error: Content is protected !!