Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 @https://sje.gujarat.gov.in

Spread the love

Vrudh Pension Yojana Gujarat :- ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા ગરીબ લોકોના જીવન માં સુધાર લાવવા અને અને તેમની દૈનિક આવક વધારવા માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે, જેમાં વિધવા સહાય યોજના, મફત પ્લોટ સહાય યોજના, દિવ્યાંગ લોકો ને સાધન સહાય યોજના, સંત સૂરદાસ યોજના, વૃદ્ધ સહાય યોજના, સંકટ મોચન યોજના વગેરે જેવી ઘણી બધી યોજનાઓ નો સમાવેશ થાય છે. પરંતુ હજુ સુધી ઘણા ગરીબ લોકો ની સ્થિતિ દયનીય છે,

આ પણ વાંચો: સોલાર રૂફ ટોપ યોજના 2022 @solarrooftop.gov.in

ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધ વ્યક્તિઓ જેવી કે જેમની ઉમર 60 વર્ષ થી વધુ છે પરંતુ તેમની પાસે આવક નો કોઈ સ્ત્રોત નથી કે બાળકો પણ 21 વર્ષ થી વધુ ઉમર ના ન હોવાથી તે લોકો ને જીવન ગુજરાન કરવું મુશ્કેલ ન બને અને પોતાના પરિવાર નું ભારણ પોષણ કરી શકે તે હેતુ થી Vrudh Pension Yojana શરૂ કરવામાં આવી છે, Vrudh Pension Yojana અંતર્ગત ગુજરાત રાજ્યમાં 10 થી વધારે વર્ષ થી વસવાટ કરતાં વૃદ્ધો ને 750/- રૂપિયાની વિતીય સહાય ચૂકવવામાં આવશે. આ યોજના ને Niradhar Vrudh Pension Yojana તરીકે પણ ઓળખવામાં આવે છે.

શું છે Vrudh Pension Yojana

ગુજરાત રાજ્યમાં મોટા ભાગ ના લોકો નો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, અને ઘણા પરિવારો હજુ ગરીબ અવસ્થામાં જ છે, તે લોકો વૃદ્ધાવસ્થા સમયે બચત ન કરેલ હોવાથી તેમણે ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે, કારણ કે તેમની પાસે કોઈ આવક નો સ્ત્રોત ન હોય તેમનું તથા તેમના પરિવાર નું જીવન ગુજરાન કરવું મુશ્કેલ બની જાય છે, માટે આ સમસ્યા ને પહોચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા આવા વૃદ્ધો ને મદદરૂપ થવા માટે Vrudh Pension Yojana શરૂ કરી.

See also  Beauty Parlour Kit Sahay 2023: બ્યૂટી પાર્લર કીટ સહાય યોજના ૨૦૨૩: મહિલાઓને મળશે ફ્રી બ્યુટી પાર્લર કીટ - ઓનલાઈન અરજી કરો

ગુજરાત સરકાર દ્વારા Vrudh Pension Yojana Gujarat અંતર્ગત ગુજરાત રાજ્યના વૃદ્ધ લોકો કે જેમની ઉમર 60 વર્ષ થી વધુ છે અને તેમને 21 વર્ષ થી વધુ ઉમરનો કોઈ પુત્ર નથી અને કોઈ આવક નો સ્ત્રોત નથી તેવા વૃદ્ધો ને પ્રતિ મહિને જીવન ગુજરાન ચલાવવા મદદરૂપ થવા માટે 750/- ( એક હજાર બસો પચાસ ) રૂપિયા ની સહાય ચૂકવવામાં આવશે. સરકાર દ્વારા આ રકમ લાભાર્થી ના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. ચાલો જાણીએ Vrudh Pension Yojana અંતર્ગત સહાય કેવી રીતે મેળવી શકાય અને તેમાં આવેદન કેવી રીતે કરવું તથા આવેદન કરવા માટે જરૂરી દસ્તાવેજો અને Vrudh Pension Yojana Gujarat Form ની વિગત.

Vrudh Pension Yojana Gujarat Highlights

યોજનાનું નામ Vrudh Pension Yojana Gujarat
યોજનાનો પ્રકાર રાજ્ય સરકારની યોજના
રાજ્ય ગુજરાત
લાભાર્થી રાજ્યના વૃદ્ધ લોકો
હેતુ વૃદ્ધ લોકોની આર્થિક મદદ કરવી
ઓફિસિયલ વેબસાઈટ  અહીં ક્લિક કરો

સહાય મેળવવા માટેની પાત્રતા 

  • આવેદક ની ઉમર 60 વર્ષ થી વધુ ની હોવી જોઈએ.
  • આવેદન સ્ત્રી કે પુરુષ બંને કરી શકશે.
  • આવેદક ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષ થી વધુ વર્ષ થી વસવાટ કરતો હોવો જોઈએ.
  • આવેદક ને 21 વર્ષ થી વધુ ઉમર નો કોઈ પુત્ર ન હોવો જોઈએ.
  • આવેદક ના કુટુંબની વાર્ષિક આવક 58000/- રૂપિયા થી વધુ ન હોવી જોઈએ.
  • આવેદક ની વ્યક્તિગત વાર્ષિક આવક 47000/- રૂપિયા થી વધુ ન હોવી જોઈએ.

વૃદ્ધ સહાય યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય 

ગુજરાત સરકાર ની વૃદ્ધ સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના નિરાધાર વૃદ્ધો ને પોતાના તથા પોતાના પરિવાર ના જીવન ગુજરાન માટે પ્રતિ મહિને ગુજરાત સરકાર દ્વારા તેમના બેન્ક ખાતામાં 750/- રૂપિયાની સીધી સહાય જમા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

See also  Kisan credit card -ઓછા વ્યાજ દરની લોન, 300,000 ની લોન, અને વ્યાજ દર 4%

આવેદન માટે જરૂરી દસ્તાવેજો

વૃદ્ધ પેંશન યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરવા માટે નીચે મુજબ ના દસ્તાવેજો ની જરૂર પડે છે.

  1. Vrudh Pension Yojana Gujarat Form (અરજી ફોર્મ)
  2. આધાર કાર્ડ
  3. ઉમર અંગે નો દાખલો
  4. આવક નો દાખલો
  5. ગુજરાત માં વસવાટ કરો છો તેવો દાખલો
  6. રાશન કાર્ડ
  7. 21 વર્ષ થી વધુ ઉમર નો પુત્ર નથી તેવો દાખલો
  8. અથવા જો 21 વર્ષ થી વધુ ની ઉમર નો પુત્ર છે અને તે બીમાર/અપંગ/દિવ્યાંગ છે તો તે અંગે નો દાખલો.
  9. બેન્ક ખાતા ની વિગત.
  10. પાસપોર્ટ સાઈજ ફોટો.

વૃદ્ધ પેંશન યોજના માં આવેદન કરવાની રીત

કોઈ પણ ઇચ્છુક આવેદક ઉપર મુજબ ની શરતો નું પાલન કરે છે અને તેની પાસે ઉપર મુજબ જરૂરી દસ્તાવેજો છે તો તે Vrudh Pension Yojana Gujarat અંતર્ગત સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. વૃદ્ધ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટે આવેદકે જરૂરી દસ્તાવેજો સાથે ઓફલાઇન અરજી કરવાની રહેશે. જે માટે આવેદક ને સૌપ્રથમ Vrudh Sahay Yojana Gujarat Form ની જરૂર પડશે ને નીચે ની લિન્ક પર ક્લિક કરી ને ડાઉનલોડ કરી શકે છે.

Click Here To Download Vrudh Pension Yojana Gujarat Form

Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2022

Vrudh Pension Yojana Gujarat Form ક્યાં જમા કરાવવાનું ?

આવેદક દ્વારા તમામ દસ્તાવેજો ને વૃદ્ધ સહાય યોજના ના અરજી ફોર્મ સાથે બિડાણ કર્યા બાદ આવેદન ફોર્મ નજીક ની મામલતદાર કચેરી માં જમા કરાવવા નું રહેશે. અરજદાર દ્વારા મામલતદાર કચેરી માં આવેદન ફોર્મ જમા કરાવ્યા બાદ આવેદન ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે અને તમામ દસ્તાવેજો અને અરજી ફોર્મ યોગ્ય જણાયેથી અરજદારનું  ફોર્મ મંજુર કે ના મંજૂર કરવામાં આવશે.

Vrudh Pension Yojana Helpline Number

આવેદક ગુજરાત સરકાર ની વૃદ્ધ પેંશન સહાય યોજના અંતર્ગત નીચે જણાવેલ Vrudh Pension Yojana Helpline Number ના માધ્યમ થી જાણકારી મેળવી શકે છે.

  • 011 24654839
  • 079 23258539

2 thoughts on “Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ પેંશન યોજના ગુજરાત 2023 @https://sje.gujarat.gov.in”

Leave a Comment

error: Content is protected !!