Weight Lose Tips: ચપટીમાં વજન ઉતારવા માટે આ ઉપાયો અજમાવો.

Spread the love

Weight Lose Tips : જો તમે તમારું વજન નિયંત્રિત કરવા માંગતા હોય અને બૉડીને શેપમાં લાવવા ઈચ્છતા હોવ તો એક્સપર્ટ દ્વારા જણાવેલ આ Weight Lose Tips ને અનુસરો.

આપણે અવાર નવાર બહાર ખોરાક ખાતા હોઈએ છીએ અને પાર્ટીઓ કરતા હોઈએ છીએ. બહારનો ખોરાક ખાધા પછી અને પાર્ટીઓ કર્યા પછી આપણે શરીરને ડિટૉક્સ કરવાની જરૂર હોય છે. આપણું શરીર સારી રીતે મેન્ટેન રહી શકે. તેના માટે ફિડ ઈન્ડિયા એમ્બે્સેડર, ડાયટ સ્ટૂડિયોની ફાઉન્ડર અને ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ કોમલબેન પટેલ કહે છે કે વજન ઘટાડવા માટે બૉડીને ડિટૉક્સ કરતી Weight Lose Tips અનુસરો.

તમારા વધેલા વજનને અહીં જણાવેલ કેટલાક ફેરફારો દ્વારા ઘટાડી શકાય છે.: Weight Lose Tips

  • દારૂ અથવા આલ્કોહોલનું સેવન કરવુ જોઈએ નહિ.
  • ગળ્યા એટલે કે વધુ પડતી ખાંડ અને ફેટ વાળા પ્રોસેસ્ડ કરેલા ફૂડને ખોરાકમા ના લેવા.
  • નિયમિત ડાયટમાં વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરો
  • વજન ઓછો કરવા અત્યાર સુધી ઘણા બધા સંશોધનો થયા છે આ બધા સંશોધનોને તારણમાં સૌથી વધારે ડાયેટ પર ધ્યાન દેવાનું કીધું છે. બાયોમેડ સેન્ટ્રલના એક સર્વે મુજબ, એક ડિટૉક્સ ડાયટ કેલરી પ્રબંધન દ્વારા ફેટ ઓછો કરવામાં મદદ કરે છે.

ડિટૉક્સ ડાયેટના બીજા પણ ફાયદાઓ છે. જેમ કે, આ સિવાય, પાચનમાં સુધારો થાય છે. ડાયેટ દ્વારા શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે, જેના દ્વારા મેટાબૉલિઝમને પ્રોત્સાહન મળે છે. હેલ્ધી ડાયજેસ્ટ સિસ્ટમ અને મેટાબૉલિઝમ તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે.

See also  Hair Loss: ખરતા વાળ માટે એલોવેરાના અકસીર ઉપાય

સવારની શરૂવાત ડિટૉક્સ ડ્રીંકથી કરવી

જે લોકો તેમનું વજન કરવા ઇચ્છતા (Weight Lose Tips) હોય તે લોકોએ તેમના દિવસની શરૂવાત ડીટોકસ ડ્રીંક થી કરવી જોઈએ. શરીરમાં તેલ વાળા ખોરાક અને બીજા મેંદા વાળા કે અન્ય નાસ્તા સાથે સાથે શરીર ને ડીટોકસની પણ જરૂર હોય છે, જે બીજા ઝેરીલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.

ડીટોકસ ડ્રીંક બનાવવા માટે ફુદીનો, ખીરા કાકડી, લીંબુ અને થોડું મધ મિક્સ કરીને ડ્રિંક બનાવો અને વહેલી સવારે તેનું સેવન કરો. ડીટોકસ ડ્રીંક તમને પાચનમાં મદદ કરશે અને બધા જ હેવી ફૂડ્સ ખાધા પછી તમને હળવું અનુભવાશે.

લીલા શાકભાજીને તમારા સૌથી સારા મિત્રો બનાવો

તમે પાર્ટીઓમાં જાઓ છો ત્યાં મોટે ભાગે મીઠાઈઓ અને તળેલા ફૂડ જ હોય છે. જો તમે આ બધાની વચ્ચે સંતુલન જાળવવા માગતા હોય તો તમારા ગ્લાસ શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેમાં પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તાજા શાકભાજી જ લેવા જોઈએ કારણકે તેમાં ભરપૂર ફાઇબર મળી રહે છે જે આપણી પાચન શક્તિ સુધારી અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

એક રીતે તમે સલાડ તરીકે લીલા શાકભાજીનું સેવન કરી શકો છો. તેમાં પણ રોજિંદા ભોજનમાં ખાસ ભરપૂર લીલા પાનવાળાં શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ, લીલા પાન વાળા શાકભાજી તમારું વધારાનું વજન ઘટાડવામાં મદદ કરશે.

સુગર એટલેકે ખાંડનો ઉપયોગ ઓછો કરવો

તમને એમ થશે કે આપણે તો ક્યાં ખાંડ ખાઈએ છીએ પરંતુ કુકીઝ પેસ્ટ્રી અને કોલ્ડ્રીંક્સ જેમાંથી ભરપૂર સુગર તમારા શરીરમાં આવે છે. આવા ફૂડ્સને કાયમી માટે અલવિદા કહી દેવું જોઈએ.

સુગર શરીરમાંથી ઓછું કરવા માટે ફળોનું સેવન કરવું જોઈએ, ફળોમાં ખૂબ જ પોષક દ્રવ્યો હોય છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું હોય તેવો અનુભવ થશે.

ફાળો માં જાંબુ, સફરજન, સંતરા, કીવી, અને એવોકાડો જેવાં ફળો સરળતાથી ગમે ત્યાં મળી રહે છે, અને તમે આ સ્વાદિષ્ટ ફળોનું સેવન પણ કરી શકો છો જેથી ફળોનું સેવન કરવું જોઈએ.

See also  Winter food: શિયાળા માં ચીકી ખાઓ અને તંદુરસ્ત રહો - જાણો ચીકી ખાવાના ફાયદા

આલ્કોહોલને કાયમી માટે અલવિદા કહેવું જોઈએ

જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો આલ્કોહોલ નું સેવન સાવ બંધ કરી દેવું જોઈએ. તેના સેવનથી શરીરનું વજન ખુબજ ઝડપથી વધવા લાગે છે. એટલે આલ્કોહોલના બદલે તાજાં ફળોના રસ, સ્મૂધી અને ડિટૉક્સ ડ્રિંકનું સેવન કરો, જેથી તમને વજન ઓછું કરવામાં મદદ મળશે.

તેના સિવાય પણ બીટનો રસ, લીંબુ-આદુનો રસ, અજમાનો રસ, ગાજરનો રસ, અને દાડમનો રસ પીવો જોઈએ, આ બધામાં કેલરી તો ઓછી હોય જ છે, સાથે-સાથે તેમાં ફાઈબર પણ ખૂબ માત્રામાં હોય છે, જે તમને વજન ઓછું કરવામાં મદદ કરશે.

એન્ટીઑક્સિડેન્ટ્સનો સમાવેશ ડાયટમાં કરવો જોઈએ

વજન ઘટાડવા માટે એન્ટીઑક્સિડેન્ટ્સ મદદરૂપ થાય છે.
તે આપણા શરીરમાં ફ્રી રેડિકલ્સ રોકવામાં મદદ કરે છે. અને બહાર પાર્ટીઓ કર્યા બાદ તમને ફરીથી રૂટિન શેપ માં લાવે છે.

મોટા ભાગના એન્ટીઓક્સિડન્ટ તમને ગ્રીન ટી, માચા ટી, બીન્સ, નટ્સ અને બ્યૂબેરીમાં હોય છે. તમારા રોજના આહારમાં આ બધા નો યોગ્ય માત્રામાં સમાવેશ કરવો જોઈએ. જેની મદદથી વજનમાં ઘટાડો તો થાય જ છે સાથે-સાથે તમને શરીર હળવું ફૂલ અનુભવાશે.

આ બધી ટિપ્સ એક્સપર્ટ દ્વારા જણાવેલ છે. આ સરળ Weight Lose Tips અનુસરીને તમે તમારા ડાયટમાં થોડાક બદલાવ કરી થોડા જ દિવસોમાં શરીરનું વજન ઘટાડીને શરીરનો શેપ પહેલાં જેવો મેળવી શકો છો. આ સિવાય પણ જો તમને કોઈ હેલ્થ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો, આ આર્ટિકલની નીચે કમેન્ટ કરી જણાવો. અને જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો, તેને લાઈક આપી અને શેર ચોક્કસથી કરજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો વિશ્વ ગુજરાત સાથે. અને અમારા વોટ્સએપ ગ્રૂપને જોઈન કરો

Weight Lose Tips DISCLAIMER:

તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ Weight Lose Tips ની માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

3 thoughts on “Weight Lose Tips: ચપટીમાં વજન ઉતારવા માટે આ ઉપાયો અજમાવો.”

Leave a Comment

error: Content is protected !!