સરગવાની સિંગ ખાવાના ફાયદા: સરગવો ભોજનમા તો લેવામાં આવે છે તથા સરગવાને 300થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. એનાં પાંદડાં અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
સરગવાની સિંગ ખાવાના ફાયદા નીચે મુજબ છે:
સરગવાની સિંગ ખાવાના ફાયદા છે કે કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ જેવા જરૂરી તત્વો મળી રહે છે. સરગવાનો ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરીએ છીએ. તેનું શાક અલગ અલગ રીતે બને છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તથા તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સરગવાને બાફેલ પાણી પીવાથી પણ રાહત રહે છે.
સરગવાની સિંગ હાડકાને મજબૂત બનાવે છે
સાંધામાં થતા ઘસારાથી બચી શકાય છે. સરગવામાં આયર્ન, મેગ્નેશિયમ અને સિલીયમ જેવા તત્વો હોય છે. જે શરીરને અનેક રીતે ફાયદાકારક છે. સરગવામાં હાડકાની મજબૂતાઈ માટે જરૂરી એવું કેલ્શિયમ ખૂબ સારી માત્રામાં હોય છે. સરગવાની સિઝનમાં તેની સિંગોનું શાક ખાવાથી સાંધા મજબૂત બને છે.
સરગવાની સિંગમાંથી વિટામીન સી મળે છે
સરગવાની સિંગમાંથી વિટામીન સી ખૂબ સારી માત્રામાં મળી રહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આ ઉપયોગી છે. નિયમિત સરગવાની સિંગનો ભોજનમાં સમાવેશ કરવાથી શરદી જેવી બીમારીઓમાંથી બચી શકાય છે.
સરગવાની સિંગ થી પાચનશક્તિ સુધરે છે.
જે લોકોને એસિડિટી ગેસ તથા વાયુ જેવી સમસ્યાઓ રહેતી હોય, તે લોકોએ સરગવાની સિંગનું શાક બનાવીને ખાવું જોઈએ. જેનાથી પાચનશક્તિ સુધરે છે અને આવી સમસ્યાઓ થતી નથી.
સરગવાની સિંગ થાઇરોડમાં પણ ફાયદાકારક છે.
જે લોકોને થાઇરોડ વધી જવાની સમસ્યા રહેતી હોય તે લોકોને થાયરોડનું લેવલ ઓછું કરવા માટે સરગવાની સિંગનો ઉપયોગ કરવો જ જોઈએ. જેનાથી થાયરોડ વધે નહીં ને પ્રમાણ જળવાઈ રહે.
વજન ઉતારવા માટે પણ સરગવો ઉપયોગી છે
સરગવાની સિંગ માંથી બનતું સુપ પીવાથી પેટ સાફ થઈ જાય છે અને વધારાની ચરબી જમા થતી નથી તથા તેમાં ડાયયુરેટિક તત્વ હોવાથી શરીરના વધારાના પાણીને દૂર કરે છે અને કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે આથી શરીરનું વજન ઓછું થઈ જાય છે.
વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer
અમે તમારા સુધી સરગવાની સિંગ ખાવાના ફાયદા ની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. આ સામગ્રી ફક્ત સલાહ સહિત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

FAQs: સરગવાની સિંગ ખાવાના ફાયદા અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો
સરગવાનું ક્યારે સેવન કરી શકાય ?
સરગવાની સિંગ, છાલ, પાંદડા નું સેવન કરવા વિશે એવો કોઈ નિયમ નથી પરંતુ ખાલી પેટે જો તેનું સેવન કરવામાં આવે તો તે ઉત્તમ ફાયદાકારક સાબિત થાય છે.
શું સરગવો શરીર ના દુખાવા મા ફાયદાકારક છે ?
આપને સૌ જાણીએ છીએ સરગવો ગુણો નો ભંડાર છે અને તેના કેટલા બધા ઉદાહરણો પણ છે જેમા તે શરીર ના વિવિધ દુખાવા મા ફાયદાકારક થયેલ છે