શિવરાત્રી મેળો શાહી સ્નાન: શિવરાત્રી મેળો 2023: આજે શિવરાત્રી છે દેવાથી દેવ શંકર ભગવાન મહાદેવ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે જૂનાગઢમાં દર વર્ષે શિવરાત્રીનો મેળો ભરાય છે અને શિવરાત્રીના દિવસે રાત્રિના શાહી સ્નાન હોય છે.
આ શાહી સ્નાનમાં બધા સંતો રવેડી કાઢે છે જેમાં એમ પણ કહેવાય છે મહાદેવની સવારી નીકળે છે અને આ રબારી પૂર્ણ થયા બાદ તમામ સંતો ભવનાથ મહાદેવ મંદિરમાં મૃગીકુંડ આવેલો છે ત્યાં સ્નાન કરે છે. આ શાહી સ્નાન જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે.
શિવરાત્રી મેળો 2023
આજે મેળાનો અંતિમ દિવસ હોય મહાદેવની સવારી નીકળી હોય તેના લાઈવ દર્શન પણ આપ ઘર બેઠા કરી શકો છો. આ મેળાનું એક અનેરું મહત્ત્વ હોય છે.
હાલ માં ગિરનારી મહારાજના સાનિધ્યમાં મહાશિવરાત્રિના મેળો હવે અંતિમ ચરણમાં ચાલી રહ્યો છે. મેળાની શરૂવાત અખાડાના મહામંડલેશ્વર હરીગીરી મહારાજ અને મહામંડલેશ્વરો, શિવ ભક્તો, ભવનાથના સાધુ સંતોએ તમામ કરાવ્યો હતો. મહા શિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો થયો હતો.
જૂનાગઢમાં ભજન ભોજન અને ભક્તિ ત્રણે મળીને ત્રિવેણી સંગમ રચાયેલો છે અને ક્ષેત્રમાંથી આગેવાનો રાજકીય આગેવાનો તમારે આ મેળામાં હાજરી આપી છે ભવનાથ મંદિર ઉપર વિધિ વિધાનપૂર્વક ધ્વજારોહણ કરી અને પરંપરાગત અને ભાતીગળ મેળાની શુભ શરૂઆત કરાવી હતી.
આજે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. શિવરાત્રીમાં મેળાની શરૂઆત થતાં જ લાખો સંખ્યામાં મહેરામણ ઉમટી પડ્યું હતું અને આખા ભવનાથમાં મેળામાં પગ મુકવાની પણ કઈ જગ્યા હતી રહી નથી.
શિવરાત્રીના મેળામાં મેળાની શરૂઆત થતા જ લાખો લોકોની સંખ્યામાં માનવ મહેરામણ તૂટી પડ્યું હતું અને આખું ભવનાથ માનવ મેદની થી ભરાઈ ગયું હતું. અને તેમાં પગ મુકવાની પણ કઈ જગ્યા હતી નહીં. બીજી બાજુ જોઈએ તો દરેક સ્થળોએ ભજન ના કાર્યક્રમ ડાયરા અને ભજનના કાર્યકર્મો યોજાઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં અનેક કલાકારો અને સંતો આવે છે. અને સંતવાણી અને ભજનની રમઝટ બોલાવે છે. જ્યારે ચારે બાજુ અન્નક્ષેત્રો પણ શરૂ થઈ ગયા છે. અને લાખો લોકો પ્રસાદી પણ લે છે. ચારે બાજુ સાધુ સંતોએ ધૂણી ધખાવી છે. અને દરેક લોકો સાધુ સંતોના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. અને સંતોની સેવા કરી રહ્યા છે.
શિવરાત્રીના મેળામાં ઘણા બધા ચકડોળો રાઈડ્સ દરેકમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રી સમય દરમિયાન ખૂબ જ માનવ મેદાની ઉંમટી પડે છે. અને રાત્રિના રોશની ના કારણે ભવનાથ મહાદેવનું મંદિર અને આખું ભવનાથ જળહળી રહ્યું છે. રાતના ચાર પાંચ વાગ્યા હોય કે અડધી રાત હોય તો પણ તમને દિવસ હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે. આજે શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં છે, અને સાધુ સંતો રવેડી બાદ મૃગીકુંડમાં સ્યાહી સ્નાન કરશે અને મેળાની પૂર્ણાહુતિ થશે.
શિવરાત્રી મેળો શાહી સ્નાન
સ્યાહી સ્નાન લાઈવ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે Budget 2023, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે.