અંબાલાલ પટેલ ની આગાહી: હિટવેવ અને માવઠાનો બેવડો માર પડશે!

Spread the love

અંબાલાલ પટેલ ની આગાહી: હાલમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ક્યાંક કરા પણ પડેલા વાતાવરણના આવા ફેરફાર ફેરફારને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કમોસમી વરસાદ ખેતરમાં પાકને નુકસાન પહોંચાડે છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળું આવતા અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે હવા સર્ક્યુલેટ થતા રાજ્યના ભાગોમાં વરસાદ રહેશે.

અંબાલાલ પટેલ ની આગાહી નીચે મુજબ છે:

આમાં કમોસમી વાતાવરણને કારણે અંબાલાલ પટેલ જે ઘણીવાર વાતાવરણ માટે આગાહી કરતા હોય છે. તેણે લોકોને ચેતવવા માટે ફરીથી એક આગાહી કરી છે. તેના મુજબ આગામી માર્ચ એપ્રિલ મહિનો ખૂબ જ આકરો થનારો જઈ રહ્યો છે.

21 થી 23 માર્ચના સમય ગાળામાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, રાજકોટ, પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તે સાથે મોબાઈલ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આપને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.

હીટવેવ ની આગાહી

આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે. જેના કારણે કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરાઈ છે.હિટવેવ વિસ્તારમાં 40 ડિગ્રી ઉપર તાપમાન જઇ શકે છે. 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા સુચના આપવામાં આવે છે.

માવઠાની આગાહી

આગામી માર્ચ- એપ્રિલ મહિનો ખેડૂતો માટે ખૂબ જ આકરો બની રહેશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે. માર્ચ અને એપ્રિલ મહિનામાં હવામાનમાં ઘણા ફેરફાર આવશે. ગુજરાત રાજ્યમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14, 15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે.રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14 થી 17 માર્ચે કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો માટે આ એક ચિંતાજનક વાત બની શકે છે.

See also  સિતરંગ વાવાઝોડાની અસર શરૂ, બંગાળના દક્ષિણ જિલ્લાઓમાં વરસાદ, NDRFની ટીમ તૈનાત [સિતરંગ વાવાઝોડું]

આ ફેરફારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વીજ પ્રપાત અને કરા પડવાની આગાહી કરાઈ છે. વાતાવરણના આ પલટાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન થશે.

એપ્રિલ અને મેં મહિનામાં પણ પ્રિમોન્સૂન વરસાદ આવી શકે છે. વરસાદને કારણે કેરીના પાકને નુકશાન થવાની શક્યતા રહેલી છે. મસાલા, ઘઉં, રાયડો, ઇસબગુલ અને, શાકભાજીને પણ નુક્શાન થઈ શકે છે. ગરમી વધુ પડતા એરંડાના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે.

આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં. વાતાવરણના આ પલટાને કારણે ખેતરમાં ઉભા પાકને નુકશાન થશે.
આથી પ્રશાસન દ્વારા તમામ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી: હિટવેવ અને માવઠાનો બેવડો માર પડશે!

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે

Leave a Comment

error: Content is protected !!