GSEB HSC Time Table 2025; 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે, જુઓ ટાઇમ ટેબલ

Spread the love

GSEB HSC Time Table 2025 | ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2025 જાહેર: ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 12 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ 2025, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2025.

GSEB HSC Time Table 2025

પરીક્ષાનું નામધોરણ 12 બોર્ડ પરીક્ષા 2025
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પ્રવાહનું નામસામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ
પરીક્ષા ચાલુ તારીખ27 ફેબ્રુઆરી 2025
પરીક્ષા છેલ્લી તારીખ10 માર્ચ 2025
ટાઈમ ટેબલ જાહેર તારીખ15 ઓક્ટોમ્બર 2025
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

GSEB HSC Time Table 2025: આ વખતે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 10 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને સોસિઓ એજ્યુકેશન ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

GSEB HSC Time Table 2025 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2025 ની મુલાકાત લો.
  • GSEB HSC પરીક્ષાનો કાર્યક્રમ 2025 લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.
See also  Gujarat SSC Result ધોરણ 10 નું પરિણામ SMS દ્વારા મેળવી શકાશે

આર્ટસ અને કોમર્સ માટે GSEB HSC Time Table 2025

વિદ્યાર્થીઓ નીચે આપેલા ટેબલ પર સામાન્ય પ્રવાહો માટે GSEB HSC Time Table 2025 ની PDF ડાઉનલોડ કરી શકે છે.

પરીક્ષા તારીખોપરીક્ષાનો સમય અને વિષય (10:30 am – 1:45 pm)પરીક્ષાનો સમય અને વિષય (3:00 pm – 6:15 pm)
27 ફેબ્રુઆરી 2025સહકાર પંચાયતઅર્થશાસ્ત્ર
28 ફેબ્રુઆરી 2025કૃષિ શિક્ષણ, ગૃહ વિજ્ઞાન, કાપડ વિજ્ઞાન, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વનીકરણ અને વનસ્પતિ વિજ્ઞાનતત્વજ્ઞાન
1 માર્ચ 2025વાણિજ્ય વ્યવસ્થા
3 માર્ચ 2025મનોવિજ્ઞાન
4 માર્ચ 2025ઇતિહાસ
નામાના મુળ તત્વ
5 માર્ચ 2025સમાજશાસ્ત્ર
6 માર્ચ 2025ગુજરાતી (બીજી ભાષા)
અંગ્રેજી (બીજી ભાષા)
7 માર્ચ 2025ભૂગોળઆંકડાશાસ્ત્ર
8 માર્ચ 2025પ્રથમ ભાષા – ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
10 માર્ચ 2025હિન્દી (બીજી ભાષા)
11 માર્ચ 2025રાજ્ય શાસ્ત્ર સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વયવહાર
12 માર્ચ 2025સામાજિક વિજ્ઞાનચિત્રકામ /સંગીત
13 માર્ચ 2025સંસ્કૃત/ફારસી/અરબી/પ્રાકૃત

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ટાઈમ ટેબલ 2025

તારીખવિષયનું નામ
27 ફેબ્રુઆરી-2025, ગુરુવારભૌતિક વિજ્ઞાન
01 માર્ચ-2025, શનિવારરસાયણ વિજ્ઞાન
03 માર્ચ- 2025, સોમવારજીવ વિજ્ઞાન
05 માર્ચ- 2025, બુધવારગણિત
07 માર્ચ- 2025, શુક્રવારઅંગ્રેજી( દ્વિતીય ભાષા)
10 માર્ચ- 2025, સોમવારકોમ્પ્યુટર
GSEB HSC Time Table 2025

GSEB HSC Time Table 2025

GSEB HSC Time Table 2025 ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
Follow Us On Google Newsઅહી ક્લિક કરો

GSEB HSC Time Table 2025 પરીક્ષાર્થીઓ માટે સૂચના

  • પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
  • પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં.
  • પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
  • પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ થડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ માત્ર ધોરણ 12 માટે સાદુ કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
  • GSEB HSC Time Table 2025 પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય/વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષય/વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક (147) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
  • વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ, કોમર્સ, ગૃહ વિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને તા. 31-01-2025 સુધીમાં કાર્યક્રમની જાણ કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
  • સિંધી ભાષાના પ્રશ્નપત્ર (005) વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિંધી દેવનાગરી અથવા સિંધી એરેબિક લિપિમાં લખી શકાશે.
  • તમામ પ્રવાહોના કમ્પ્યૂટર અધ્યયન વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે. તેના ગુણ પણ શાળાઓએ ON LINE તા. 21-02-2025 સુધીમાં બોર્ડને મોકલી આપવાના રહેશે.
  • ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (146) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 12-45 નો રહેશે.
  • ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કમ્પ્યૂટર અધ્યયન (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR જવાબવહીથી લેવાશે. જેનો સમય 3-00 થી 5-15 નો રહેશે.
  • ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર (401), રીટેઇલ (403), બ્યુટી ઍન્ડ વેલનેસ (405), એપ્રિકલ્ચર (409), અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ (411), ઓટોમોટિવ (413), ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાઈવર (415), ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (417) વિષયની પરીક્ષાનો સમય 10-30 થી 11-45 નો રહેશે.
  • દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન ઉમેદવારે ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની 05 મિનિટ અને 10 મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમોનુસાર સમય 1 કલાક / 2 કલાક / 3 કલાક આપવામાં આવશે

Leave a Comment

error: Content is protected !!