લગ્ન વખતે પતિ-પત્ની વચ્ચે કેટલો ઉમરનો ગેપ હોવો જોઈએ?: લગ્ન વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના છે. આ એક એવો સંબંધ છે જ્યાં પ્રેમ, વિશ્વાસ, અને સમર્પણની જરૂરિયાત હોય છે. વિવાહના મહત્વને ધ્યાનમાં રાખીને, દરેક સમાજ અને દેશ દ્વારા લગ્ન માટે વ્યક્તિની યોગ્ય ઉમર નક્કી કરવામાં આવે છે. આ ઉમર એવી હોવી જોઈએ કે વ્યક્તિ માનસિક, શારીરિક અને સામાજિક રીતે લગ્ન માટે તૈયાર હોય.
ભારતીય કાયદા અનુસાર, છોકરાઓ માટે લગ્નની લઘુતમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ઉંમર નક્કી કરવાનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ આ ઉંમરે શારીરિક અને માનસિક રીતે પરિપક્વ થાય છે અને સંબંધોની જવાબદારીઓ માટે તૈયાર હોય છે.
ભારતના મહાન ક્રિકેટ સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર ઉંમરમાં તેનાથી પાંચ વર્ષ મોટી છે. બોલીવુડના સુપર સ્ટાર શહિદ કપૂરની પત્ની મીરા કપૂર તેનાથી લગભગ 15 વર્ષ નાની છે. અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના પતિ રણબીર કપૂરથી લગભગ 10 વર્ષ નાની છે. આ કંઈક એવા ઉદાહરણ છે, જે આપણને સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે આખરે એક આઈડિયલ દંપતીની ઉંમરમાં કેટલા વર્ષનો ગેપ હોવો જોઈએ અને તેના વિશે મેડિકલ સાયન્સ શું કહે છે?
બાયોલોજિકલ કારણ
જ્યાં સુધી આપણા દેશમાં સામાજિક વ્યવસ્થાની વાત આવે છે તો અહીં પણ છોકરીઓની અપેક્ષાકૃત નાની ઉંમરમાં લગ્ન કરવાની પરંપરા રહી છે. આમ તો સમાજમાં આ ધારણા છે કે છોકરાથી છોકરીની ઉંમર ઓછી હોવી જોઈએ. તેની પાછળ કેટલાય કારણો હોય શકે છે. તેમાં એક મહત્વનું કારણ સામાજિક છે. પણ તેનું બાયોલોજિકલ કારણ ખૂબ જ મહત્વનું છે.
શારીરિક વિકાસ
મેડિકલ સાયન્સ અનુસાર છોકરો અને છોકરીના શારીરિક વિકાસની પ્રક્રિયા બિલકુલ અલગ છે. છોકરીઓ 12થી 13 વર્ષમાં કિશોરી બનવા લાગે છે, તેમનો પીરિયડ આવવાનું શરૂ થઈ જાય છે. તેમનો શારીરિક વિકાસ એક કિશોરીથી યુવતી તરફ થાય છે. મોટા ભાગે એક છોકરી 16થી 17 વર્ષની ઉંમર સુધી એક પૂર્ણ કિશોરી બની જાય છે. આ ઉંમરમાં તેનો શારીરિક વિકાસ લગભગ કમ્પ્લીટ થઈ ચૂક્યો હોય છે. આ ઉંમરમાં એક યુવતીમાં ફર્ટિલિટી પણ સૌથી ઉચ્ચ સ્તર પર રહે છે.
બીજી તરફ છોકરાની વાત કરીએ તો, તેમનો શારીરિક વિકાસ છોકરીઓની તુલનામાં અમુક વર્ષ મોડો શરૂ થાય છે. એક છોકરો 15થી 16 વર્ષની ઉંમરમાં કિશોર બને છે. તો વળી આ ઉંમરમાં બાયોલોજિકલી પુરુષ બનવા લાગે છે. 20-21 વર્ષમાં તે એક કમ્પ્લીટ પુરુષ બને છે. ત્યારે આવા સમયે સંબંધ બનાવવાની સ્થિતિમાં તેની આ ઉંમરમાં પિતા બનવાની સંભાવના સૌથી વધારે હોય છે.
મેડિકલ સાઇન્સ શું કહે છે?
જ્યાં સુધી મેડિકલ સાયન્સની વાત છે તો તેમાં લગ્ન-વિવાહની ઉંમરને લઈને કોઈ વાત નથી કરવામાં આવી. જો કે મેડિકલ સાયન્સમાં જરૂર રિલેશનશિપની ઉંમરની વાત છે. સાયન્સમાં સંબંધ બનાવવાની યોગ્ય ઉંમરની વાત કરી છે. આમ તો બાયોલોજિકલ એક છોકરી પીરિયડ શરૂ થવા અને એક છોકરો સ્પર્મ રિલીઝ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતાની સાથે રિલેશન બનાવવામાં સક્ષમ થઈ જાય છે. પણ આ બંનેના સ્વાસ્થ્ય અને કમ્પ્લીટ શારીરિક વિકાસને ધ્યાનમાં રાખતા 18 અને 21 વર્ષની ઉંમર નક્કી કરી છે.
છોકરાઓ માટે 21 વર્ષની ઉંમર કેમ?
- શારીરિક અને માનસિક પરિપક્વતા: 21 વર્ષની ઉંમરે છોકરાઓ માનસિક રીતે મજબૂત બને છે અને લગ્નને જોડાયેલી જવાબદારીઓ લેવા માટે સક્ષમ હોય છે.
- આર્થિક સ્થિરતા: સામાન્ય રીતે, 21 વર્ષનો છોકરો અભ્યાસ પૂરો કરીને નોકરી કે વ્યવસાયમાં પ્રવેશ કરે છે, જેનાથી લગ્ન પછીના જીવન માટે આર્થિક સુરક્ષા મળી શકે.
છોકરીઓ માટે 18 વર્ષની ઉંમર કેમ?
- શારીરિક વિકાસ: 18 વર્ષની ઉંમરે છોકરીઓનું શારીરિક વિકાસ પૂરું થવા લાગે છે અને આ ઉંમરે તેમને માતૃત્વની જવાબદારીઓ લેવા માટે તંદુરસ્ત માની શકાય.
- માનસિક તૈયારીઓ: 18 વર્ષની ઉંમરે છોકરીઓ ઈમોશનલ રીતે મજબૂત બને છે અને લગ્ન જેવા મહત્વના સંબંધ માટે માનસિક રીતે તૈયાર રહે છે.
લગ્નની ઉંમર વધુ હોવી જોઈએ કે ઓછું?
આજે સમાજમાં એવી ચર્ચાઓ થાય છે કે લગ્નની ઉંમર વધુ હોવી જોઈએ. ઘણા લોકો માનવે છે કે 18 કે 21 વર્ષની ઉંમર વખતે વ્યક્તિઓ હજી શિક્ષણ લઈ રહ્યાં હોય છે અને જીવનમાં પ્રગતિ માટે તે સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે છોકરીઓ પણ કારકિર્દી તરફ આગળ વધી રહી છે, અને તેથી તેઓ માટે લગ્નની ઉંમર વધારવાની વાત પર ભાર મૂકવામાં આવે છે.
સરકાર પણ છોકરીઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવાની દિશામાં વિચારણા કરી રહી છે. વધુ ઉંમરે લગ્ન કરવાથી વ્યક્તિઓને શારીરિક, માનસિક અને આર્થિક રીતે વધુ સ્થિર થવાની તક મળી શકે છે.

લગ્ન માટેની યોગ્ય ઉમર નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વ્યક્તિ શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરિપક્વ થઈને જ આ મહત્વપૂર્ણ સંબંધમાં જોડાય એ જરૂરી છે. ઉમર નક્કી કરવી તો કાયદાની જોગવાઈ છે, પરંતુ તે સાથે જ વ્યક્તિની પોતાની તૈયારી પણ મહત્વપૂર્ણ છે.
મહત્વપૂર્ણ લીંક
| Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહી ક્લિક કરો |
| Follow Us On Google News | અહી ક્લિક કરો |
બધું જ ખોટું છે. ઘણા એવા લોકો છે જેમાં ઉમરનો મોટો તફાવત હોવા થી જ લાંબુ ટકે છે. બાકી હાલમાં જુવો કેટલા છુટા છેડા અને બ્ર્રેક અપ થઇ રહ્યા છે ?