નુડલ્સ કેવી રીતે બને છે? આ વીડિયો જોઈને તમે નુડલ્સ ખાવાનુ બંધ કરી દેશો. આ વાયરલ વીડિયો જોઈને લોકો બોલી ઉઠ્યા- ‘અમે હવે ક્યારેય નહીં ખાઈએ નુડલ્સ’
આ ફાસ્ટ યુગ માં લોકો ને નુડલ્સ, મેગી જેવા ખોરાક અતિ પ્રિય છે. અત્યારે ફટાફટ તૈયાર થઈ જતાં નૂડલ્સ સૌ કોઈને પસંદ છે. હમણાં જ એક વિડિયો સોશિયલ મીડિયા પર ફેક્ટરીમાં તૈયાર થતાં કાચા નૂડલ્સનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નૂડલ્સ તૈયાર કરવાની પ્રક્રિયા અઘરી હોવાની સાથે સાથે કેટલાક લોકોને અણગમતી પણ લાગી રહી છે. કેટલાક લોકો તો વીડિયો જોઈને કોમેન્ટ કરી રહ્યાં છે કે, આજ પછી જિંદગીમાં ક્યારેય ફરીથી નૂડલ્સ નહીં ખાઈએ.
નુડલ્સ બનવાના વીડિયોમાં શું છે?
આ વીડિયો નાનકડી ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. વીડિયોમાં વિવિધ મજૂરોને નૂડલ્સ તૈયાર કરતા હોય એવું લાગી રહ્યું છે. ફેક્ટરીમાં કામ કરતા લોકો લોટ બાંધવા માટે તેને મિક્સરમાં નાખે છે. ત્યારબાદ તેને રોલિંગ મશીન દ્વારા પાતળા થ્રેડોમાં કાપવામાં આવે છે.

નુડલ્સ બનાવવાની પ્રોસેસ દરમિયાન કોઈપણ મજુર નથી સ્વચ્છતા નું ધ્યાન રાખતા કે ન તો હાથમાં કોઈ મજા પહેરતા. તમે જોઈ શકશો કે કઈ રીતે કાચા નૂડલ્સને અનહાઈજેનિક રીતે બનાવવામાં આવે છે. આખી પ્રક્રિયામાં મેંદાનો લોટ બાંધવાથી લઈને નૂડલ્સ નીકળવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં અનેક વખત તેને હાથથી પકડવામાં આવે છે. ફક્ત આટલું જ નહીં, ગંદા દેખાતા કન્ટેનરમાં રાખવામાં આવે છે. નુડલ્સ ને ઉકાળ્યા પછી જમીન પર ગમે ત્યાં ફેંકી દે છે જ્યાં સુધી તેને કોઈ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરે ત્યાં સુધી જમીન પર એમનેમ પડ્યા રહે છે.
Read Also: Dinner Recipes In Hindi
નુડલ્સ કેવી રીતે બને છે? જુવો વિડિયો
તમામ લોકો વીડિયો જોઈને કોમેન્ટ કરી રહ્યાં છે કે, મોટાભાગની રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર્સમાં રસોડાની હાલત આવી જ હોય છે. આના સિવાય પણ જો તમે એક વખત મોમોઝ અને પાણીપુરી કેવી રીતે તૈયાર થાય છે, તેની સમગ્ર પ્રક્રિયા જોઈ લેશો તો ફરીથી ક્યારેય તેને ખાવાની હિંમત નહીં કરો.
આ વીડિયો જોઇને તમને કેવું લાગ્યું એ કૉમેન્ટ્સ માં જરૂર જણાવજો.
આવી જ અન્ય જાણવા જેવી માહિતી મેળવવા માટે વિશ્વગુજરાત ચેનલની મુલાકાત લેતા રહો. અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઈ શકો છો…