Janmashtami Live Darshan 2024: ઘરે બેઠા ડાકોર, મથુરા અને દ્વારકા થી કૃષ્ણ જન્મોત્સવના લાઈવ દર્શન કરો: મથુરા અને વૃંદાવનમાં 2024ની કૃષ્ણ જન્માષ્ટમીના ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. આ ઉત્સવોમાં વિશેષ પૂજા વિધિ, સુંદર શૃંગાર અને લીલાઓનો સમાવેશ થાય છે, જેનું લાઈવ દર્શન પણ ઉપલબ્ધ છે. ઈસ્કોન મંદિરોમાં મધરાત્રીની પૂજા, આરતી અને દેવતાઓના શૃંગારના કાર્યક્રમોનું લાઈવ સ્ટ્રીમિંગ ડીડી નેશનલ અને અન્ય વેબસાઇટ્સ પર દર્શાવાયું છે.
આ પવિત્ર દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ મોટા ધામધૂમથી ઉજવાય છે. કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું મોટું ટોળું ઉમટી પડે છે, અને દરેકે ઉત્સવમાં ભાગ લેવા માટે ઉત્સાહભેર હાજરી આપે છે. આજે આપણે ગુજરાત અને દેશભરના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોમાંથી લાઈવ દર્શનનો આનંદ માણીએ.
Janmashtami Live Darshan 2024
મથુરામાં આ વર્ષે પૂજાનો સમય 12:01 AM થી 12:45 AM સુધી રાખવામાં આવ્યો છે, જેમાં શ્રી કૃષ્ણનો અભિષેક, ભોગ તથા આરતીનો સમાવેશ થાય છે. તમે આ શુભ પ્રસંગના કાર્યક્રમોનું લાઈવ દર્શન કરી શકો છો.
Janmashtami Live Darshan 2024: આજે શ્રાવણ વદ આઠમ છે, જે કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. આ દિવસે જ રાત્રિના સમયે જગતના તારક કૃષ્ણનો જન્મ થયો હતો. આ પવિત્ર દિવસ દરેક કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. મંદિરોમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળે છે. ગુજરાતના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ડાકોરનું રણછોડરાય મંદિર અને દ્વારકાનું જગત મંદિર પણ છે, જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો ચાલો, આજે આ પ્રસિદ્ધ મંદિરોના લાઈવ દર્શન કરીએ.

| દ્વારકા લાઇવ દર્શન | અહિં ક્લીક કરો |
| ડાકોર લાઇવ દર્શન | અહિં ક્લીક કરો |
| મથુરા લાઇવ દર્શન | અહિં ક્લીક કરો |
| Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહી ક્લિક કરો |
| Follow Us On Google News | અહી ક્લિક કરો |
“નંદ કેરો આનંદ ભયો, જય કનૈયા લાલકી…” અને “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી…” જેવા નાદોથી કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠ્યા છે, અને ભગવાન કૃષ્ણની આરાધનામાં ભક્તો ભરપૂર ઉત્સાહ સાથે જોડાયેલા છે.