વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિરના દ્વાર છ માસ માટે બંધ કરાયા.

Spread the love

કેદારનાથ મંદિરના દ્વાર છ માસ માટે બંધ કરાયા.: વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભાઈબીજના દિવસે કેદારનાથ મંદિરના કપાટ શિતકાલ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઉપરાંત ધાર્મિક વિધિ સાથે કપાટ ભક્તો માટે બંધ કરાયા હતા.

કેદારનાથ મંદિરના દ્વાર છ માસ માટે બંધ કરાયા.

આર્મી બેન્ડની ધૂન સાથે બાબાની મૂર્તિ ઓમકારેશ્વર મંદિર લઈ જવાઈ હતી. હજારો ભક્તોની હાજરીમાં બાબા કેદાર ડોલી સાથે નીકળ્યા હતા. યમનોત્રીના દ્વાર પણ 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

કેદારનાથ બાબા ના અભિષેક પછી ડોલીમાં બિરાજમાન થયા

26 ઓક્ટોબરના રોજ ગંગોત્રી ધામના દ્વાર શિતકાલ માટે બંધ કરવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. ગુરૂવારે સવારે 4 વાગે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો.

અભિષેક બાદ ભગવાન કેદારની ડોલી મંદિરની બહાર આવી હતી અને ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. પરંતુ બદ્રીનાથના દ્વાર 19 નવેમ્બરના રોજ બંધ થશે.

ઓમકારેશ્વર મંદિરમાં છ માસ સુધી થશે બાબા કેદારની પૂજા

કોરોનાને કારણે લોકો બહાર નિકળવતાથી ડરતા હતા. ત્યારે આ વખતે કોરોનાનો પ્રકોપ ઘટતા ચારધામમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ ચારધામની મુલાકાત લીધી હતી.

આ વર્ષે 15 લાખથી વધુ ભક્તો કેદારનાથના દર્શને આવ્યા હતા. મંદિરના દ્વાર બંધ થતા સમયે હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનને 6 મહિના માટે ઓમકારેશ્વર મંદિરમાં રાખવામાં આવશે. ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં ભગવાનની પૂજા થશે. આ વર્ષે 43 લાખ 9 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની મુલાકાત લીધી હતી.

See also  વસંત પંચમી: તિથિ, પૂજા મુહૂર્ત, મહત્વ

લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

મહત્વપૂર્ણ લીંક

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો