24700 કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત: TET-TAT પાસ કરેલ ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્યમાં કાયમી શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજ રોજ ગુજરાત રાજ્ય સરકાર કુલ 24,700 શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરશે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25માં ગુજરાત રાજ્યભરની સરકારી પ્રાથમિક તથા સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 24700 શિક્ષકોની ભરતીના આયોજન માટે ભરતી કરવા માટે સૂચિત કેલેન્ડરને જાહેર કરવામાં આવ્યુ છે. ડિસેમ્બર સુધીમાં ભરતી ની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. વિગત વાર માહિતી માટે આ લેખ અંત સુધી વાંચો.
ગુજરાત રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની જાહેરાત. રાજ્યના યુવાનોના વિશાળ હિતમાં કરેલા આ મહત્ત્વપૂર્ણ આયોજનની નીચે મુજબ વિસ્તૃત માહિતી આપી હતી.
TET-1 પાસ ઉમેદવારો માટે જાહેરાતની તારીખ
સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજીત 5000 ખાલી જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજીત 1200 ખાલી જગ્યાઓ માટે ભરતીની સંભવતઃ તા. 01 ડિસેમ્બર 2024ના રોજ જાહેરાત થશે.
TET-2 પાસ ઉમેદવારો માટે જાહેરાતની તારીખ
સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજીત 7000 ખાલી જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01 નવેમ્બર 2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ માટે) TET-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવત: તા. 01 નવેમ્બર 2024ના રોજ જાહેરાત કરાશે.
આચાર્ય ભરતી માટે જાહેરાતની તારીખ
24,700 કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત: શિક્ષક ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો) ની 1200 ખાલી જગ્યા જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની 01 ઓગસ્ટ 2024 રહેશે.
માધ્યમિક શિક્ષણ સહાયક જાહેરાતની તારીખ
કુલ 24,700 કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત: સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 ખાલી જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01 ઓક્ટોબર 2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે જાહેરાતની તારીખ
રાજ્ય સરકાર હસ્તકની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ સાથે મળીને અંદાજે 4000 જેટલી ખાલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે કુલ 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે કુલ 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તારીખ 01 સપ્ટેમ્બર 2024 રહેશે.
24700 કાયમી શિક્ષકની ભરતીની જાહેરાત: ભરતી માટે કેલેન્ડર
| ભરતીનું નામ | કુલ જગ્યાઓ | જાહેરાતની તારીખ |
| આચાર્ય | 1200 | 01/08/2024 |
| જૂના શિક્ષક | 2200 | 01/08/2024 |
| TAT (HIGHER SECONDARY) | 4000 | 01/09/2024 |
| TAT (SECONDARY) | 3500 | 01/10/2024 |
| TET-2 | 7,000 | 01/11/2024 |
| TET-2 ( અન્ય માધ્યમ ) | 600 | 01/11/2024 |
| TET-1 | 5,000 | 01/12/2024 |
| TET-1 ( અન્ય માધ્યમ ) | 1,200 | 01/12/2024 |
| કુલ ખાલી જગ્યા | 24,700 |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
| અન્ય સમાચાર માટે | અહીં ક્લિક કરો |
| Follow us on Google News | અહીં ક્લિક કરો |

કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે?
કુલ 24,700 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે.
TET-1 માટે કેટલી ખાલી જગ્યાઓ છે?
TET – 1 માટે 5000 જગ્યાઓ માટે અને TET -1 અન્ય મધ્યમ માટે કુલ 1200 જગ્યાઓ ખાલી પડી છે.