500000 સુધીની વિનામૂલ્યે સારવાર માટે Ayushman Bharat Hospital List 2023 / આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ

Spread the love


આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023 / Ayushman Bharat Hospital List 2023: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન ભારત સરકારના પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના ઇન્ટરનેશનલ લેવલ લેવલે નેશનલ હેલ્થ એજન્સી અને સ્ટેટ લેવલે સ્ટેટ હેલ્થ એજન્સી સંચાલન કરશે. આ યોજના અંતર્ગત ભારત દેશના 50 કરોડ જેટલા ગરીબ લોકોની સ્વાસ્થ્યને સુરક્ષા આપી શકાય તેવી વિશ્વની સૌથી મોટી યોજના બનાવવામાં આવી રહી છે.

Table of Contents

Ayushman Bharat Hospital List 2023 / આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023

યોજનાનું નામપીએમ આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023 (Ayushman Bharat Hospital List 2023)
શરૂ ક્યારે કરાયેલ25 સપ્ટેમ્બર 2018 માં શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ છે
આ યોજનાથી થતા લાભતેના લાભાર્થે દવાખાનામાં પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત આપવામાં આવે છે 1350 રોગો નો સમાવેશ આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવેલ છે જેમ કે મગજની સર્જરી કિંમત થેરાપી વગેરે જીવન બચાવવા માટે સમાવેશ કરેલ છે
Helpline number14555
ઓફિસિયલ વેબસાઈટhttps://mera.pmjay.gov.in/

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ

આ યોજનાથી ભારત દેશના 10.74 કરોડ ગરીબ ઘરના 50 કરોડ જેટલા નાગરિકોને દર વર્ષે પાંચ લાખ સુધીની મફત સ્વાસ્થ્યને લગતી સેવાઓ મળી શકે છે.

See also  PM YASASVI Scheme 2023: Online Registration Starts at yet.nta.ac.in

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ કોને કોને મળી શકે છે?

વર્ષ 2011-12 માં ભારત સરકાર દ્વારા થયેલા સર્વેક્ષણ મુજબ જે પરિવાર બીપીએલ કાર્ડ ધારક છે, તથા જે પરિવાર ગરીબી રેખા હેઠળ સમાવેશ કરે છે. તે પરિવારને આયુષ્યમાન ભારત યોજના નો લાભ મળી શકે છે. ગુજરાતના 2.25 કરોડ નાગરિકો એટલે કે 44 લાખથી વધુ ગરીબ પરિવારના સભ્યોને સો ટકા સરકારી ઘર્ષણ ખર્ચે સારવારનો લાભ મળી શકે

કોઈ જાતિગત આવક ઉંમર મર્યાદા છે ?

જે પરિવારની વાર્ષિક આવક ઓછી હોય તથા, જે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવતા હોય તે તથા જે પરિવાર ઘર બીનાર રહે છે અથવા કાચા ઘરમાં રહે છે. તે ઉપરાંત દિવ્યાંગ લોકો શ્રમિકો વગેરે આ યોજનાનો લાભ લઈ શકે છે. તે આમ આવો પરિવાર જે કોઈપણ વર્ગનો હશે કે કોઈ પણ જાતિનો હશે તેને લાભ મળશે. તે ઉપરાંત બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અનુસૂચિત જનજાતિ હોય વિમુક્ત જાતિ હોય તેનો પણ સીધો સમાવેશ કરેલ છે, તથા પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને તેની ઉંમરમાં કોઈપણ જાતની મર્યાદા રાખવામાં આવેલ નથી.

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ કઈ રીતે મળશે?

જે બીપીએલ કાર્ડ ધારકનું નામ આયુષ્યમાન ભારતની વેબસાઈટમાં લાભાર્થી તરીકેની યાદીમાં સમાવેશ કરેલ હોય તે લાભાર્થી આ યોજના સાથે જોડાયેલ કોઈ પણ ખાનગી એટલે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ યોજનાનો લાભ લઈ શકે છે. તે હોસ્પિટલમાં દાખલ થતા સમયે આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, રેશનકાર્ડ, સ્માર્ટ કાર્ડ બતાવો જરૂરી છે. આયુષ્યમાન મિત્ર દ્વારા તથા આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા કાઢી આપવામાં આવશે.

તમારું નામ લાભાર્થી ની યાદીમાં છે કે નહીં તે કઈ રીતે જાણશો?

આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login પર કાડૅ ધરાવનાર પોતાનો રેશનકાર્ડ નંબર નામ કે મોબાઈલ નંબર નાખીને સર્ચ કરી શકે છે. તદુપરાંત તેના હેલ્પલાઇન 14555 અને1800 111 565 નંબર પર ફોન કરવાથી આરામથી માહિતી મેળવી શકો છો.

See also  Post Office Mahila Samman Saving Scheme 2023 | પોસ્ટ ઓફિસ મહિલા સમ્માન બચત યોજના 2023

આયુષ્યમાન મિત્ર કઈ રીતે કરશે મદદ?

ભારત સરકાર સાથે જોડાયેલી તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં એક આયુષ્યમાન મિત્રની નિમણૂક થયેલી હોય છે. જે દર્દીના દરેક પ્રકારની જેવી કે દાખલ થવાથી ડીસચાર્જ સુધીની તમામ પ્રક્રિયાઓમાં મદદ કરશે. એટલે કે હોસ્પિટલ સરકાર તથા વીમા કંપનીઓ વચ્ચે આયુષમાન મિત્ર એક સાંકળનું કામ કરી કરશે.

કઈ કઈ હોસ્પિટલમાં લાભ મળી શકે?

ભારત દેશની તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલો જે આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ હોય તેમાં ભારત આયુષ્યમાન ભારત યોજના નો લાભ મળશે. આ યોજના અંતર્ગત 8000 છેલ્લે હોસ્પિટલનો જોડાણ થઈ ચૂક્યો છે. અને 20000 જેટલી હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે હેતુ છે. આથી ગુજરાત રાજ્યમાં 1700 કે તેથી વધુ ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સેવા પૂરી પાડવામાં આવશે. દેશના કોઈપણ રાજ્યમાં તથા કોઈ પણ ખૂણામાં રહેતો ગરીબ પરિવાર પોતાના ઘર નજીક જ આ સેવાઓ પ્રાપ્ત કરી શકશે.

આયુષ્યમાન ભારત યોજનામા કયા કયા રોગોની તથા સર્જરીની સારવાર મળી શકે?

કુલ 1,350 પ્રકારની તપાસ તથા સર્જરી નો લાભ આયુષ્યમાન ભારતમાં મળશે. ભારત દેશના પ્રત્યેક ગરીબ નાગરિકને મોટા ઓપરેશન કે મોટી બીમારીઓની સારવાર હોસ્પિટલમાં વીનામૂલ્યે કરી આપવામાં આવશે. ઓપરેશનમાં મોતિયો, કોર્નીયલ ગ્રાફ્ટિંગ ,બાયપાસ સર્જરી, છાતીમાં ફ્રેક્ચર, ઓર્થો પ્લાસ્ટિ,ડાયાલિસિસ, સિઝેરિયન ડીલેવરી સ્પાઇન સર્જરી, બ્રેઇન ટ્યુમર વગેરે સર્જરીનો સમાવેશ કરેલ છે.

Ayushman Bharat Hospital List 2023 મા તમારું નામ ઓનલાઇન કઈ રીતે ચેક કરવું?

  • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
  • હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
  • નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
  • આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
  • લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
  • નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.
See also  Pumpset Sahay Yojana 2024: ખેડૂતો ને મળશે 15000 ની સહાય પંપસેટ ખરીદવા માટે

Ayushman Bharat Hospital List 2023 important links :

હોસ્પિટલ ચેક કરોઅહીંથી ચેક કરો
સંપૂર્ણ માહિતીઅહીંથી વાંચો
સરકારી હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
તમારું નામ ચેકઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://www.pmjay.gov.in/
500000 સુધીની વિનામૂલ્યે સારવાર માટે Ayushman Bharat Hospital List 2023 / આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ

વારંવાર પુછાતા પ્રશ્નો – F.A.Q.

આયુષ્યમાન કાર્ડ નો ઉપયોગ શું છે?

PM-JAY આયુષ્યમાન ભારત એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. જેનો ઉદ્દેશ્ય દર વર્ષે કુટુંબ દીઠ રૂ. 5 લાખ નું આરોગ્ય કવચ પ્રદાન કરવાનો છે. 10.74 કરોડથી વધુ ગરીબ અને સંવેદનશીલ પરિવારો (અંદાજે 50 કરોડ લાભાર્થીઓ) કે જે ભારતીય વસ્તીના સૌથી નીચેના 40% છે. તેમને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ કરવા માટે.

શું છે આયુષ્યમાન ભારત યોજના?

રાષ્ટ્રીય સુરક્ષા યોજના નું નામ ફેરફાર કરીને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાખેલ છે (PMJAY) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં તમે કાર્ડ મળે છે જેનો ઉપયોગ એમ્પેનલ્ડ હોસ્પિટલ, જાહેર કે ખાનગી, દેશમાં ગમે ત્યાં સેવા મેળવવા માટે થાય છે.

ખાનગી હોસ્પિટલમાં શું આયુષ્યમાન કાર્ડ માન્ય છે?

આ યોજના હેઠળની તમામ સાર્વજનિક હોસ્પિટલો ખાનગી આરોગ્ય સંભાર સુવિધાઓ મેળવવામાં ઉપયોગી છે.

Ayushman Bharat Hospital List 2023ની યાદી જોવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

https://mera.pmjay.gov.in/ આ ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી છે જેના પરથી તમે વિનામૂલ્યે આયુષ્માન ભારત યોજના ની યાદી ડાઉનલોડ અથવા તપાસી શકો છો.

1 thought on “500000 સુધીની વિનામૂલ્યે સારવાર માટે Ayushman Bharat Hospital List 2023 / આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ”

  1. કય કય બીમારી માં આ કાડૅ ચાલે છે તે બતાવેલ નથી કે તમામ બીમારી માં ચાલે છે

    Reply

Leave a Comment

error: Content is protected !!