Bard AI Chatbot | AI માર્કેટમાં પ્રભુત્વ જમાવવા Google લોન્ચ કરશે ‘કવિ’

Spread the love

Bard AI Chatbot: AI માર્કેટમાં પ્રભુત્વ જમાવવા મોટી મોટી કંપનીઓ વચ્ચે ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. હજી થોડા સમય પહેલા જ OpenAI કંપનીએ ChatGpt લોન્ચ કરીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. ચારે તરફ ChatGpt ની જ ચર્ચાઓ ચાલી રહી હતી. તો હવે Google ના સીઈઓ સુંદર પિચાઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થી ચાલતા Bard AI Chatbot ની જાહેરાત કરી દીધી છે.

શું છે આ Bard AI ચેટબોટ

Bard નો ગુજરાતીમાં મતલબ થાય છે શાયર કે કવિ કે જે શાયરી કે કવિતા લખે છે. બાર્ડ નો ગુઢ મતલબ એવો થાય છે કે કોઈ એવો વ્યક્તિ જે વીર મહાપુરુષો અને તેમના ઉત્તમ કાર્યો ઉપર અલંકૃત શ્લોકો અને કાવ્યો બનાવવામાં મહારત ધરાવતો હોય. આમ ગૂગલે પોતાના ગ્રાહકોને સચોટ જવાબ આપવા માટે AI સંચાલિત Bard નામનો ચેટબોટ બનાવ્યો છે. હવે ગૂગલનો આ Bard નામનો ચેટબોટ OpenAI થી સંચાલિત ChatGpt ને સીધી ટક્કર આપશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની દુનિયામાં સિક્કો જમાવવા દુનિયાની મોટી મોટી ટેક કંપનીઓ વચ્ચે રીતસરની હોડ લાગી છે. એક તરફ માઈક્રોસોફ્ટ છે તો બીજી તરફ ગૂગલ. ChatGpt નું નિર્માણ કરનાર ઓપનએઆઈ સ્ટાર્ટઅપને માઈક્રોસોફ્ટ ટેકો આપી રહ્યું છે. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ભવિષ્યના બજારમાં ટકી રહેવા માટે ગૂગલે એન્થ્રોપિકને મદદ કરવાની જાહેરાત કરી દીધી છે. ઓપનએઆઈ ના થોડા પૂર્વ કર્મચારીઓએ જ ભેગા મળીને એન્થ્રોપિક નામની કંપની બનાવી છે.

વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ભવિષ્ય શું છે?

ગ્લોબલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું માર્કેટ દિવસે ડબલ તો રાતે ચાર ગણી ગતિએ આગળ વધી રહ્યું છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા સહિતની તમામ મોટી આઇટી કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની બજારમાં પોતાનું પ્રભુત્વ જમાવવાની રેસમાં જોડાઇ ગઈ છે. વર્ષ 2021ની પ્રાપ્ત માહિતીના આંકડા અનુસાર, તે વર્ષે સેક્ટરને 66.8 બિલિયન ડોલર નું ભંડોળ મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન, રેકોર્ડ 65 AI કંપનીઓનું માર્કેટ કેપ 1 બિલિયન ડોલર થી પણ વધુ હતું. વર્ષ 2020ની સરખામણીમાં તેમાં 442 ટકાનો ધરખમ વધારો નોંધાયો હતો.

See also  आसुस फोनपैड और माइक्रोमैक्स ए116 कैनवास के बीच का अंतर

ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માર્કેટનું ભવિષ્ય

એકલા ભારતમાં, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માર્કેટ 2025 સુધીમાં 7.8 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજો છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં AI બિઝનેસ આગામી પાંચ વર્ષમાં ખૂબ જ ઝડપથી વિકાસ કરી શકે છે.

Bard AI Chatbot | AI એ માર્કેટમાં પ્રભુત્વ જમાવવા google લોન્ચ કરશે કવિ
વિશ્વ ગુજરાત હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ સિવાય પણ જો તમને ટેકનોલોજી સંબંધિત કોઈ સમસ્યા હોય તો, આ આર્ટિકલની નીચે કમેન્ટ કરી જણાવો. અને જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો, તેને લાઈક આપી અને શેર ચોક્કસથી કરજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો વિશ્વ ગુજરાત સાથે. અને અમારા વોટ્સએપ ગ્રૂપને જોઈન કરો.

Leave a Comment

error: Content is protected !!