Gay Sahay Yojana – Ikhedut: દેશી ગાય સહાય યોજના : ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધે અને ખેડૂતો દેશી ગાયો દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વડે તે માટે ગુજરાત સરકારે તેની એક પ્રેસ રિલીઝમાં જાહેર કર્યું હતું કે દેશી ગાય આધારિત જે ખેડૂતો ખેતી કરતા હશે તેને દરેકને દર એક ગાયબેટ ₹900 ની પ્રતિમાસ સહાય મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આવક વધે અને વિકાસ પામે તે હેતુ સ્વરૂપે રાજ્ય સરકારે ખેડૂતો માટે નવી યોજનાઓ તથા કાર્યક્રમો અભિયાન અમલમાં મુકેલ છે જેમાં પ્રાકૃતિક ખેતીને સૌથી વધુ પ્રોત્સાહિત કરવામાં કેન્દ્રીત કરેલ છે.
Gay Sahay Yojana – કેટલી સહાય મળશે?
પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત કે જે દેશી ગાય આધારિત ખેતી કરે છે તેના કુટુંબને એક ગાયના ખર્ચ દીઠ ₹900 પ્રતિમાસ એટલે કે વાર્ષિક 10800 રૂપિયા ચૂકવવામાં આવશે.
આ સહાય અંતર્ગત અરજી મંજૂર થયાના તારીખથી ત્રિમાસિકના ઉપલબ્ધ સમય ગાળા સુધી ₹900 પ્રતિ માસ ગાય માટે નો ખર્ચ ચૂકવવામાં આવશે.
સંસ્થાઓ દ્વારા દર ત્રણ મહિને ગાય ની હયાતીની ખરાઈ કરવામાં આવતી રહેશે.
ત્રિમાસિક સહાય મેળવવા માટે ખેડૂતે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે તે માટેનું પ્રમાણપત્ર ગ્રામસેવક પાસે રજૂ કરવાનું રહેશે. જો કોઈ ખેડૂત આ સહાય મેળવતો હોય પરંતુ પ્રાકૃતિક ખેતી ન કરતો હોય તેવી જાણ થાય તો આગળની સહાય બંધ કરી દેવામાં આવશે.
દેશી ગાય સહાય યોજના માટે યોગ્યતા લાયકાત:
અરજી કરનાર ખેડૂત અરજીના સમયે આઈડેન્ટિફિકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોય તથા એના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોય અથવા કરશે ત્યાર પછી તેને બધા લાભ મળશે.
દેશી ગાય સહાય યોજના જરૂરી પુરાવા:
- ગાય નો ટેગ નંબર
- જાતિ નો દાખલો
- રાશન કાર્ડ
- આધાર કાર્ડ
- 7/12 8-અ ના ઉતારા
- બેન્ક પાસબૂક
- દૂધ ઉત્પાદક મંડળી ના સભ્ય હોય તો તેનો દાખલો.
દેશી ગાય સહાય યોજના અરજી કરવા માટેની રીત:
- Ikhedut Portal પર જાઓ.
- આ પોર્ટલ પર યોજનાઓના વિકલ્પ પર જાઓ
- અને તેમાંથી અન્ય યોજનાઓ માં પ્રાકૃતિક યોજનાઓ પર ક્લિક કરો. ત્યાં જે કોઈ માહિતી માંગવામાં આવે તે માહિતી પૂરી પાડવી
- અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા
- જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમીટ કરવું.
દેશી ગાય સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા 30/09/2021 થી 19/10/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.
સત્તાવાર વેબસાઈટ | Click Here |
દેશી ગાય સહાય યોજના અરજી કરવા | Apply Here |
એપ્લિકેશન પ્રિન્ટ | Click Here |
અરજી નુ સ્ટેટસ ચેક કરો | Click Here |
હોમ પેજ | Click Here |
જે કોઈ ખેડૂત મિત્રોને અરજી કરવામાં કોઈ તકલીફ હોય તો ખેડૂત સાયબર કાફે અથવા ગ્રામ પંચાયત ઓફીસે જરૂરી દસ્તાવેજ લઈને અરજી કરી શકે છે.

કયા ખેડૂત આ સહાય મેળવવા પાત્ર છે ?
ગાય આધારિત ખેતી કરતો હોય તેવો ખેડૂત આ યોજનાની સહાય મેળવવા પાત્ર છે
આ યોજના અંતર્ગત કેટલી સહાય મળી શકે છે?
એક કુટુંબ ને એક ગાય ની સંભાળ માટે દર વર્ષે 10,800/- રૂપિયા ની સહાય આપવામા આવે છે.
આ યોજના માટે કઈ વેબસાઈટનો ઉપયોગ કરીને અરજી કરી શકાય છે?
આ યોજના માટે અરજી કરવા માટે ikhedut portal વેબસાઇટનો ઉપયોગ થાય છે.