GSSSB Exam: ગૌણ સેવા ની પરીક્ષા થશે પેપરલેસ, હવે TCS ની મદદથી ઓનલાઇન પરીક્ષા લેવાશે.

Spread the love

GSSSB Exam: Gujarat Gaun Seva pasandgi mandal: આજે મળતી માહિતી મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત રાજયમા અનેક સરકારી ભરતીઓ માટે વિવિધ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં ખૂબ અગત્યનો અને મોટો ફેરફાર કરવામા આવેલ છે. હવે થી ગુજરાત ગૌણ સેવા પસંદગી ની પરીક્ષાઓ કમ્પ્યુટર પર અને પેપર લેસ લેવા માં આવશે. તો ચાલો આપણે જાણીએ કે ગુજરાત ગૌણ સેવાની પરીક્ષા પેટર્ન પદ્ધતિમાં કયા કયા પ્રકાર ના ફેરફારો કરવામા આવ્યા છે.

GSSSB Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં અગત્યનો ફેરફાર નો નિર્ણય
  • હવે થી કમ્પ્યુટર પર જ લેવાશે પરીક્ષા
  • પરીક્ષા થશે પેપરલેસ
  • હવે થી 15000 સુધીના ઉમેદવારો એક સાથે પરીક્ષા આપી શકશે
  • આ પરિક્ષાની જવાબદારી TCS કંપનીને સોંપવામાં આવેલી છે.

પરીક્ષા લેવાશે પેપરલેસ

GSSSB Exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિ બાબતે ખૂબ મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. હવે પછીના સમયમાં પરીક્ષાર્થીઓની પરીક્ષા પેપરલેસ લેવામા આવશે અને હવે થી ઉમેદવારો ની પરીક્ષા કમ્પ્યુટર પર જ લેવામાં આવશે. સાથે સાથે એવું પણ જણાવેલ છે કે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ પ્રમાણમા હશે તો જો એકજ દિવસમાં પરીક્ષા પૂર્ણ નથી થાય તો બીજા દિવસે પણ પરીક્ષા લેવાશે. ઘણી વખત ઉમેદવારો વધી જાય છે અને એક સાથે વધુ ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. તેવા સંજોગમા ઉમેદવારો માટે પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ લેવાઈ શકે છે. તેમજ એવું પણ જાણવા મળેલ છે કે તે સિવાયના દીવસના એક સાથે ત્રણ અલગ અલગ પેપર કાઢવામાં આવશે.

એક સાથે વધુ ઉમેદવારો પરીક્ષા આપી શકે છે

આ પરિક્ષાની જવાબદારી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક એજન્સી નક્કી કરવામાં આવી છે. એટ્લે કે જો એક સાથે વધુ પ્રમાણમા ઉમેદવાતો પરીક્ષા માં બેસે તો તેના માટે કમ્પ્યુટર પર પરીક્ષા લેવામાં આવશે અને તેની જવાબદારી TCS (Tata Consultancy Services) નામની કંપનીને સોપવામાં આવશે એવું જાણવા મળેલ છે. એક જ સમયે યોજાતી પરીક્ષા માં એક સાથે 15000 ઉમેદવારો બેસી શકે તેવું આયોજન કરવામાં આવશે.

See also  હાર્દિક પંડ્યાનું પ્રમોશન, T20 ટીમના કેપ્ટન.

આ નિર્ણય લેવા પાછળ મુખ્ય ઉદેશ કાગળનો ઉપયોગ ઓછો થાય અને ટેક્નોલોજીની સાથે કદમ મિલવા માટે થયો છે. કમ્પ્યુટરની મદદથી પરીક્ષા લેવા થી પરીક્ષા પદ્ધતિ ઘણી સરળ બની જશે અને એક સાથે વધુ ઉમેદવારો પરીક્ષા આપી શકશે. જોકે, આ નવીન પરીક્ષા પદ્ધતિના આયોજનનો ગૌણ સેવા મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય માટેની વધુ માહિતી આગામી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

GSSSB Exam

અહી એ ઉલ્લેખનીય છે કે, સરકારી કચેરીના વિવિધ વિભાગો અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતી વિવિધ ભરતીઓ, વિવિધ ખાતાકીય પરીક્ષાઓ અને ગુજરાત રાજ્યના દરેક ખાતાઓમાં થતી ભરતી માટેની પરીક્ષાઓનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, અને આ બધી પરીક્ષા માટે લાખોની સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભરેલા હોય છે. હવે ગૌણ સેવા દ્વારા લેવાયેલ નિર્ણયનું આયોજન કઈ રીતે થાય છે તે હવે જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે જ ખબર પડશે. હવે લેવાનારી પરીક્ષા પદ્ધતિ અંગે ઉમેદવારોના મન માં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે તેના જવાબો માટેની તૈયારી પણ ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવેલ હસે તેમ માનવાનું રહ્યું.

વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોClick Here
Follow On Google NewsClick Here
હોમ પેજ Click Here

1 thought on “GSSSB Exam: ગૌણ સેવા ની પરીક્ષા થશે પેપરલેસ, હવે TCS ની મદદથી ઓનલાઇન પરીક્ષા લેવાશે.”

Leave a Comment

error: Content is protected !!