તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.
તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? આજે જ ચેક કરો.
- તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે ચેક કરવા માટે સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ વેબસાઇટ ખોલો.
- ત્યાર બાદ ત્યાં આવેલ બોક્ષમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.
- હવે તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
- હવે ચેક કરી કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
- નંબર ને રિપોર્ટ કરવા માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
- ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
- હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
- આ રીતે તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ છે.

આ રીતે તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.
ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.
તમારા નામ પર જ કોઈ ખોટા સીમ ચાલુ હોય તો તરત બંધ કરવી દેવા હિતાવહ છે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Home | અહીં ક્લિક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Check the card