How to make Ghee: ઘી બનાવવાની રીત

Spread the love

How to make Ghee: ઘી (Ghee) નું સેવન જો યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે નિષ્ણાંતો ડાયટમાં ઘીનો સમાવેશ કરવાની સલાહ આપે છે. ઘી માત્ર ભોજનનો સ્વાદ વધારે છે એવું નથી પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.

ઘી ખાવાના ફાયદા

આયુર્વેદમાં ઘીને એક શક્તિશાળી ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. ભારતમાં દાળ, ખીચડીથી માંડીને હલવો અને રોટલી એમ દરેક વસ્તુમાં ઘી ઉમેરીને ખાવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે ઘી સાથે રાંધવાથી રિફાઈન્ડ તેલ કરતાં વધુ ફાયદો થઈ શકે છે. ઘીમાં હેલ્ધી ફેટ અને વિટામિન હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી હોર્મોન્સનું સંતુલન અને સ્વસ્થ કોલેસ્ટ્રોલ જાળવવામાં પણ મદદરૂપ છે.

તો ચાલો આપણે આજે જાણીએ ઘી બનાવવાની રીત:

હું અહીં ઘરે થી અલગ અલગ પદ્ધતિ દ્વારા ઘી બનાવવાની રીત જણાવીશ. સૌપ્રથમ તો વર્ષોથી જે રીતે ઘી બનતું હોય તે રીતે જાણીએ તો પહેલા રોજ રાત્રે દૂધમાં મેળવણ નાખવામાં આવે છે અને તેનું દહીં જમાવી લે છે. પછી સવારે જામેલા દહીંમાંથી છાશ કરે છે અને તે છાશ માંથી માખણ પણ નીકળે છે. આવી રીતે માખણ ભેગું કરીને તે માખણને ગરમ કરીએ તો તેમાંથી ઘી બને છે. માખણને ગરમ કરવાથી તેમાં જે થોડી ઘણી પણ છાશ રહી ગયેલ હોય તે બળી જાય છે અને પછી જે વધે તે હોય છે ઘી.

આ રીતે ગરમ કરેલું ઘી ઘણા સમય સુધી સંગ્રહી શકાય છે. જો ગરમ કરતી વખતે છાશ નો ભાગ રહી જાય પૂરેપૂરી બળે નહીં તો તે ઘી લાંબા સમય સુધી ટકતું નથી. આથી માખણને ગરમ સરખી રીતે કરવું જોઈએ. દહીંનું મંથન કરવાથી જે માખણ (બટર) બને છે તે અસલ માખણ. આવું માખણ એકદમ પોચું અને શરીરને બળ આપનાર હોય છે. જ્યારે માર્કેટમાં જે બટર મળે છે તેમાં નમક એડ કરેલું હોય છે અને આવું બટર ગુણવત્તા વગરનું હોય છે.

See also  કીડની ને સાફ કરતી દવા કોથમીર એટલે કે ધાણા ભાજી

How to make Ghee – મલાઈ માંથી ઘી બનાવવાની રીત

આ રીતમાં દૂધને ગરમ કરીને તેની મલાઈ અલગ કાઢી લેવામાં આવે છે. આ મલાઈ માંથી પણ ઘી બની શકે છે. રોજ રાત્રે દૂધ ગરમ કરીને ફ્રીજમાં રાખવામાં આવે એટલે તેના ઉપર મલાઈ જામી જાય છે. આ મલાઈને અલગ વાસણમાં ભેગી કરવામાં આવે છે. અને તે પણ ફ્રીઝમાં જ રાખવામાં આવે છે. થોડા દિવસની મલાઈ ભેગી થાય એટલે તેને ગરમ કરીને તેમાંથી પણ ઘી બનાવી શકાય છે. મલાઈ કાઢી લીધેલા દૂધમાંથી પણ મેળવણ નાખીને દહીં જમાવીને તેની છાશ કરીને માખણ નીકળે છે અને તેમાંથી પણ ઘી બને છે. પરંતુ મલાઈ કાઢી લીધી હોવાથી ઘીની માત્રા ઓછી થઈ જાય છે.

પ્રથમ જે રીતે છે તે દેશી ઘી બનાવવાની રીત છે અને તે સૌથી ઉત્તમ ઘી ગણાય છે.

આ સિવાય બજારમાં પ્રોસેસ કરેલા ઘી પણ મળે છે. જે મનુષ્યના શરીરને માફક આવે તેવા હોતા નથી. વેજીટેબલ ઘી પણ મળે છે જે મનુષ્યએ ખાવામાં વાપરવું જોઈએ નહીં. કેમકે મનુષ્યનું શરીર તેમ પચાવી શકતું નથી. આથી આવા ઘી થી દૂર રહેવું સારું. તો મિત્રો આ સિવાય પણ જો તમને બીજી કોઈ ઘી બનાવવાની રીત ખબર હોય તો અમને જરૂરથી કોમેન્ટમાં જણાવો.

How to make Ghee: ઘી બનાવવાની રીત

મહત્વપૂર્ણ કડીઓ

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimer

તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

1 thought on “How to make Ghee: ઘી બનાવવાની રીત”

Leave a Comment

error: Content is protected !!