Kuvarbai Nu Mameru Yojana: આપણે ત્યાં દીકરી ના લગ્ન હોય ત્યારે તેમાં મામેરુ કરવામાં આવે છે. બધા પરિવારો સક્ષમ નથી હોતા કે જે પોતાની દીકરીને સારી રીતે પરણાવી શકે. આ માટે સરકારી યોજના ગુજરાત સરકાર દ્વારા સામાજિક કલ્યાણ માટે બહાર પાડવામાં આવી છે. જેના દ્વારા દીકરીઓના લગ્ન સારી રીતે થઈ શકે. તો ચાલો આપણે જાણીએ કુંવરબાઈનું મામેરુ યોજના વિશે વિગતવાર.
કુંવરબાઈનું મામેરું યોજના 2023
ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા અનેક હિતકારી યોજનાઓ ચાલે છે. જેવીકે કુવરબાઈનુ મામેરુ યોજના, માનવ ગરિમા યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના તથા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન વગેરે યોજનાઓ સોશિયલ જસ્ટીસ એન્ડ એનપાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓનલાઇન ચાલી રહી છે.
કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઇન આવેદન
આપણા ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓ માટે આર્થિક રીતે મદદરૂપ થવાના આશયથી કુંવરબાઈનું મામેરુ યોજના ઘણા સમયથી ચાલુ કરવામાં આવી છે. કુંવરબાઈનુ મામેરુ યોજનામાં જે દીકરીઓના લગ્ન થઈ રહ્યા હોય તેના બેંક ખાતામાં સહાય ચૂકવાઇ છે. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ, અનુસૂચિત જનજાતિ ની દીકરીઓ તથા સામાજિક કે શૈક્ષણિક પછાત વર્ગની દીકરીઓ માટે સીધો લાભ આપવામાં આવે છે. આ યોજનામાં દીકરીઓના બેન્ક ખાતામાં 12000 રૂપિયા જમા કરાવવામાં આવે છે.
કુંવર બાઈનું મામેરું યોજના હાયલાઈટ
યોજનાનું નામ | Gujarat Kuvarbai nu Mameru Yojana 2022 |
ભાષા | ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ | રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે. |
કોને લાભ મળશે | ગુજરાત દીકરીઓને |
Kuvarbai Nu Mameru Yojana સહાયની રકમ-1 | તારીખ-01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય |
Kuvarbai Nu Mameru Yojana સહાયની રકમ-2 | ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય |
ઓફિસિયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો
ગુજરાત સરકાર દ્વારા Kuvarbai Nu Mameru Yojana યોજના માટે અમુક યોગ્યતા નક્કી થયેલ છે જે નીચે મુજબ છે.
- જે પરિવાર લાખ મેળવવા ઇચ્છતો હોય તે મૂળ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને આર્થિક રીતે નબળા પરિવારને જ આ સહાય મળે છે.
- પરિવારમાં બે દીકરીઓના લગ્ન માટે આ યોજનાનો લાભ મળી શકે છે.
- જો કોઈ દીકરી ના લગ્ન બીજી વાર થઈ રહ્યા હોય તો તે કિસ્સામાં આ યોજના દ્વારા સહાય આપવામાં આવશે નહીં.
- લગ્ન થઈ રહ્યા હોય ત્યારે દીકરીની ઉંમર 18 વર્ષ અને સામે યુવકની ઉંમર 21 વર્ષ હોવી ફરજિયાત છે.
- સમૂહ લગ્ન હોય તેવા સંજોગોમાં પણ કુંવરબાઈ મામેરાની યોજના દ્વારા સહાય આપવામાં આવે છે.
- સમાજના અન્ય સમૂહ લગ્ન માં ભાગ લેનાર લાભાર્થી કન્યાને“સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
- આ યોજના હેઠળ જે દીકરીઓના લગ્ન થઈ ગયા હોય તેને લગ્ન બાદ પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
કુવરબાઈ કુંવરબાઈ મામેરુ યોજના આવક મર્યાદા
Kuvarbai Nu Mameru Yojana હેઠળ અમુક આવક મર્યાદા નક્કી કરાયેલ છે. વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ 20 હજાર અને શહેરી વિસ્તારમાં 1,50,000 હોવી જોઈએ.
આર્થિક રીતે નબળા પરિવારના હોય અને ગુજરાત રાજ્યમાં જ રહેતા હોય તેવી દીકરીઓને લગ્ન માટે સરકાર દ્વારા તેના ખાતામાં સીધા 10,000 ચૂકવવામાં આવે છે. જેમાં સુધારો કરાઈ છે તારીખ 01-04-2021 પછી લગ્ન થયેલા હોય તેવા લોકોને 12,000 અને 01-04-2021 પછી પહેલા લગ્ન થયેલા હોય તો 10000 મળશે.
કુંવરબાઈ મામેરુ યોજના નો લાભ મેળવવા માટે એ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવેલ છે. જ્યાં ગુજરાતના કોઈપણ છેડે થી કોઈ પણ પરિવાર ઓનલાઈન અરજી કરી શકે છે. તેના માટે વારંવાર ક્યાંય જવાની જરૂર પડતી નથી તેના માટેના સ્ટેપ નીચે મુજબ છે.
- Google મા Search Bar માં જઈને ‘e samaj kalyan’ ટાઈપ કરવું.
- જેમાં સમાજ કલ્યાણ વિભાગની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
- એ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને જો તમારે રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો ત્યાં રજીસ્ટ્રેશન કરો રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ એ સમાજ કલ્યાણ સીટીઝન લોગીન કરો.
- ત્યારબાદ ત્યાં જે રીતે પોતાની જ્ઞાતિ દર્શાવેલ હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે. જેમાંની એક કુંવરબાઈનુ મામેરુ યોજના હશે ત્યાં જઈને ઓનલાઈન વિગતો ભરીને એપ્લિકેશન સબમીટ કરવાની રહેશે તેમાં અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટો ની જરૂર પડશે
ડોક્યુમેન્ટ નું લિસ્ટ આ મુજબ છે.
- છોકરીનો જાતિ નો દાખલો
- છોકરીનો ચૂંટણી કાર્ડ
- છોકરીના પિતાનું આધાર કાર્ડ તથા છોકરીનો આધાર કાર્ડ
- છોકરીનુ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો છોકરીના રહેઠાણનો પુરાવો
- છોકરીના વાલી નો વાર્ષિક આવકનો દાખલો
- વર કન્યાનો સંયુક્ત ફોટો
- વર ની જન્મ તારીખ ના આધાર માટેનું પ્રૂફ
- છોકરીના પિતાનું એકરાર નામુ
- છોકરી ના પિતા નું બાહેંધરી પત્રક
- જો કોઈ સંજોગોમાં છોકરી ના પિતા હયાત ન હોય તો તેના મરણ નો દાખલો.
કુંવરબાઈનુ મામેરુ યોજના માટે જ્ઞાતિ મુજબ અલગ અલગ એપ્લિકેશન ફોર્મ બહાર પાડેલ છે. જેમકે નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ,અન્ય વર્ગ માટે એપ્લિકેશન ફોર્મ બહાર પાડેલ છે.
એપ્લિકેશન કર્યા બાદ તે એપ્લિકેશન નું સ્ટેટસ ઓનલાઈન જાણી શકાય છે. તથા તેના માટેની માહિતી વિડીયો દ્વારા મેળવી શકાય છે.
Highlight Point of Kuvarbai Nu Mameru Yojana
Official Website | Click Here |
Your Application Status | Click Here |
New User? Please Register Here! | Apply Here |
New NGO Registration | Apply Here |
Citizen Help Manual | Download Here |
Home Page | Click Here |

Kuvarbai Nu Mameru Yojana F.A.Q.
આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે?
Kuvarbai Nu Mameru Yojana લાભ ગુજરાતી કન્યાને લગ્ન બાદ મળી શકે છે.
Kuvarbai Nu Mameru Yojana લાભ મેળવવા માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ?
આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ 20000 અને શેરી વિસ્તારમાં 1,50,000 હોવી જોઈએ આ આવક કન્યા ના પિતાની આવક હોવી જોઈએ.
આ યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળે છે?
તારીખ: 01/04/2021 પહેલા થયેલા લગ્ન હોય તેવી કન્યા ને 10,000 અને 1 એપ્રિલ 2021 પછી જેમના લગ્ન થયા હોય તેને 12000 રૂપિયા સીધા બેંકમાં જમા કરી આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ મેળવવા માટે એપ્લિકેશન કઈ રીતે કરવી?
આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે તે માટે E samaj kalyan વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.
આ પોર્ટલ પર કઈ કઈ જ્ઞાતિના લોકો માટે ઓનલાઇન અરજી કરી શકાય છે ?
આ પોર્ટલ પર ઓબીસી ,એસસી , ઇ ડબલ્યુ એસ વગેરે જ્ઞાતિઓ માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
Sahay yojana