Mera Ration 2.0 App | રાશન કાર્ડ માં નવું નામ ઉમેરવા માટે પૂરી માહિતી

Spread the love

Mera Ration 2.0 App: રેશનકાર્ડ એ ભારતના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે, જેનાથી નાગરિકો સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવી શકે છે. સરકાર જરૂરિયાત મંદ લોકોને રેશન કાર્ડ દ્વારા સસ્તા દરે અનાજ અને અન્ય જરૂરી સામાન પૂરો પાડે છે. આ ડોક્યુમેન્ટ નાગરિકની ઓળખ તરીકે પણ કામ કરે છે, તેથી દરેક નાગરિક માટે તેનો ઉપયોગ જરૂરી બને છે.

પરિવારના નવા સભ્યનું નામ ઉમેરવું કે અવસાન પામેલા વ્યક્તિનું નામ રાશનકાર્ડમાંથી દૂર કરવું હોય ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અગાઉ આ માટે લોકોને મામલતદાર કચેરીના વારંવાર ધક્કા ખાવા પડતા હતા.

પરંતુ હવે ટેક્નોલોજીના વિકાસ સાથે, આ તમામ પ્રક્રિયાઓ વધુ સરળ બની છે. Mera Ration 2.0 App: અથવા માય રેશન 2.0 એપનો ઉપયોગ કરીને તમે રાશનકાર્ડ સંબંધિત તમામ કામ ઘર બેઠા સરળતાથી કરી શકો છો

Mera Ration 2.0 App ની સુવિધાઓ

Mera Ration 2.0 App કેન્દ્ર સરકારે નાગરિકોને રાશન કાર્ડ સંબંધિત સેવાઓ સરળતાથી પ્રદાન કરવા માટે શરૂ કરી છે. આ એપ દ્વારા તમે નીચેની સુવિધાઓનો લાભ લઈ શકો છો:

નવું નામ ઉમેરવું

પરિવારના નવા સભ્યનું નામ જેમ કે નવજાત બાળક કે નવપરિણીત પત્નીનું નામ એપ દ્વારા સરળતાથી ઉમેરવામાં આવે છે.

નામ દૂર કરવું

અવસાન પામેલા વ્યક્તિનું નામ સરળતાથી પ્રક્રિયા વિના રાશનકાર્ડમાંથી દૂર કરી શકાય છે.

See also  अथेमा और एमांसिटा के बीच अंतर

e-KYC પ્રક્રિયા

આધાર કાર્ડ અને મોબાઇલ નંબર સાથે એપ દ્વારા e-KYC પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાય છે.

ડિજિટલ ડોક્યુમેન્ટ્સ

તમારું રાશનકાર્ડ ડિજિટલ રીતે ડાઉનલોડ કરી સલામત રાખી શકાય છે.

જરૂરી માહિતી ઉપલબ્ધ

  • અગાઉ લીધેલા રાશનનો વિવરણ ચેક કરી શકાય છે.
  • નજીકની FPS (ફેર પ્રાઇસ શોપ)ની વિગતો પણ સરળતાથી મેળવવામાં આવે છે.

ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ

એપ દ્વારા તમારું ડિજિટલ રાશન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, જેનાથી ફિઝિકલ કાર્ડની જરૂરિયાત નથી રહેતી.

મોબાઇલ નંબર અપડેટ કરવું

રાશન કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબરને એપ દ્વારા અપડેટ કરી શકાય છે, જેથી મહત્વપૂર્ણ માહિતી સમયસર પ્રાપ્ત થાય.

રાશન વિતરણની માહિતી મેળવવી

એપ દ્વારા તમે અગાઉના મહિનાઓમાં મેળવેલા રાશનની વિગતો જોઈ શકો છો, જેમાં કેટલું અનાજ મળ્યું અને ક્યારે મળ્યું તેની માહિતી શામેલ છે.

નજીકની રાશન દુકાનો શોધવી

તમારા નજીકની ન્યાયી કિંમતોની દુકાનો (FPS) શોધવા માટે એપ મદદરૂપ બને છે, જેથી તમે સરળતાથી રાશન મેળવી શકો.

નવું નામ ઉમેરવાની પ્રોસેસ શું છે ?

  • સૌ પ્રથમ એપ્લિકેશન ડાઉનલોડ થઈ કરો.
  • Mera Ration 2.0 App ડાઉનલોડ થાય ગયા પછી લોગીન કરવું પડશે.
  • તમારું લોગીન કરો લોગીન કરતા સમયે તમને એક OTP આવશે.
  • નીચે લોગીન કરતા તમને OTP મળશે આ OTP દાખલ કરી તમે આ એપ ચાલુ કરી શકશો.
  • જો તમે આ એપ પહેલી વખત ઉપયોગ કરતાં હોવ તો આ એપમાં તમારી પૂરી માહિતી જેમકે, તમારું નામ અને મોબાઈલ નંબર માંગવામાં આવશે. 
  • લૉગિન થયા બાદ કેટલીક તમારી માહિતી ની પરમિશન માંગવામાં આવશે તેને આપીને તમે નેક્સ્ટ સિલેક્ટ કરો.
  • લૉગિન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એપ્લિકેશનમાં ‘રાશન કાર્ડ’  માં તમારું પોતાનું નામ દાખલ કરો  ‘Add New Member’ ઓપ્શન પર ક્લિક કરો અને જે નવા ઉમેદવારનું નામ ઉમરવું હોય તેનું નામ ઉમેરો.
  • હવે પછી ડોક્યુમેન્ટ અપલોડ કરી અગત્યના ડોક્યુમેન્ટ જેમકે આધાર કાર્ડ, જન્મનો દાખલો, વગેરે ઉમેરો કરો .
  • આ જ રીતે Mera Ration 2.0 App માં સ્વર્ગસ્થ થયેલા વ્યક્તિનું નામ કમી કરવા માટે Name Deletion in Current Ration card પર ક્લિક કરી સ્વર્ગસ્થ પામેલા વ્યક્તિનું નામ કમી કરી શકાય છે.
  • માંગવામાં આવેલ જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ સબમીટ કરો. ત્યાર પછી કન્ફર્મ કરી સબમીટ કરો.
See also  Examine Your Google Play Console (Google Keywords) to see the search terms that drive traffic to your application

રાશનકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • જન્મ અથવા અવસાનનો પ્રમાણપત્ર
  • ફોટોગ્રાફ
  • સરનામાનું પુરાવું

Mera Ration 2.0 App ના ઉપયોગથી નાગરિકોને સમય અને શ્રમ બંનેમાં બચત થાય છે. આ એપ્લિકેશન ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને દરેક નાગરિક માટે રાશનકાર્ડ સાથે જોડાયેલી સેવાઓને સરળ બનાવે છે.

Mera Ration 2.0 App ને 9 ઓગસ્ટ 2024ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તે 84.78 MBના આકાર સાથે ઉપલબ્ધ છે. એપને ઉપયોગ કરવા માટે Android 9 અથવા તેના ઉપરના વર્ઝનની જરૂર પડે છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ગુજરાતમાં, 2.75 કરોડથી વધુ નાગરિકોએ રાશન કાર્ડનું e-KYC પૂર્ણ કર્યું છે, જેમાંથી 1.38 કરોડ નાગરિકોએ માય-રેશન એપ દ્વારા ઘરે બેઠા e-KYC પૂર્ણ કર્યું છે.

જો તમારે ઘરના કોઈ પણ વ્યક્તિનું e-KYC કરવાનું બાકી હોય તો e-KYC કરવા માટે અહી ક્લિક કરો

મેરા રેશન 2.0 એપનો ઉપયોગ કરીને, નાગરિકો રાશન કાર્ડ સંબંધિત વિવિધ સેવાઓનો લાભ ઘરે બેઠા લઈ શકે છે, જે સમય અને શ્રમ બંનેની બચત કરે છે.

મહેરબાની કરીને નોંધો કે એપનો ઉપયોગ કરતા પહેલા તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ છે કે નહીં, તે ચકાસવું જરૂરી છે, જેથી e-KYC પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે.

Mera Ration 2.0 App

મહત્વપૂર્ણ લિન્ક

Mera Ration 2.0 App ડાઉનલોડ કરવા અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

1 thought on “Mera Ration 2.0 App | રાશન કાર્ડ માં નવું નામ ઉમેરવા માટે પૂરી માહિતી”

Leave a Comment

error: Content is protected !!