[પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ] પોસ્ટ ઓફિસમાં પૈસા રોકનારા માટે ખુશ ખબર, નાણામંત્રીએ કરી મોટી જાહેરાત.

Spread the love

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમઃ જો તમે પણ પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં પૈસા રોક્યા છે, તો તમારા માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન જારી કરીને એક મોટી જાણકારી આપવામાં આવી છે. જાણો શું છે ખાસ. જાણીને થઈ જશો ખુશ.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમઃ જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે અથવા તો તમે સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં પણ પૈસા રોક્યા છે, તો તમારા માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે આ ક્વાર્ટરમાં વ્યાજદરમાં વધારો કર્યો છે. તો એકવાર પૈસાનું રોકાણ કરતા પહેલા જોઈ લો કે કઈ સરકારી યોજનામાં તમને કેટલો ફાયદો થશે.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ – લાખો લોકોને મોટો ફાયદો થશે

1ઓક્ટોબર, 2022 થી વ્યાજ દરમાં વધારો થયો છે, પરંતુ સરકારે માત્ર અમુક યોજનાઓ પર જ વ્યાજદરમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે હવેથી તમે કઈ સ્કીમનો વધુ વ્યાજનો લાભ લઈ શકો છો.

નાણાં મંત્રાલયે માહિતી આપી

નાણા મંત્રાલયની સૂચના અનુસાર, વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં લોકોને ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન 7.4 ટકાના બદલે 20 બેસિસ પોઇન્ટના વધારા સાથે 7.6 ટકા વ્યાજ મળશે. બીજી તરફ કિસાન વિકાસ પત્રમાં લોકોને હવે 6.9 ટકાના બદલે 7 ટકા વ્યાજ મળશે.

નાની બચત યોજનાનો વ્યાજ દર –

  • બચત થાપણ – 4%
  • 1 વર્ષની સમય થાપણ – 5.5%
  • 2 વર્ષની સમય થાપણ – 5.7%
  • 3 વર્ષની સમય થાપણ – 5.8%
  • 5 વર્ષની સમય થાપણ – 6.7%
  • 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ – 5.8%
    વરિષ્ઠ નાગરિક બચત યોજના – 7.6%
    માસિક આવક ખાતાની યોજના – 6.7%
  • રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર – 6.8%
  • PPF – 7.1%
  • કિસાન વિકાસ પત્ર – 7%
  • સુકન્યા સમૃદ્ધિ યોજના – 7.6%
See also  26 January Certificate Download 2024: 26 જાન્યુઆરી પ્રમાણપત્ર 2024 ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લીંક

હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
Join WhatsApp Groupઅહીં ક્લિક કરો
Join On Instagramઅહીં ક્લિક કરો
Join On Telegramઅહીં ક્લિક કરો
આ પ્રકારની માહિતીઓ મેળવવા માટે ગૂગલ ન્યુઝ પર ફોલો કરોઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!