સવારે ખાલી પેટે આટલી વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ

Spread the love

ખાલી પેટે ખાવા માટેનો શ્રેષ્ઠ ખોરાક કયો છે? સવારે ખાલી પેટે આટલી વસ્તુઓ અવશ્ય ખાવી :

ખાવા પીવામાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કયા સમયે શું ખાવું અને શું ન ખાવું તેનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. સવારે ખાલી પેટ આટલી વસ્તુઓ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદા થાય છે.

સવારે ખાલી પેટે આટલી વસ્તુઓ અવશ્ય ખાવી

ચણા

સવારના ખાલી પેટ પલાળેલા ચણા ખાવા શરીરના આરોગ્ય માટે લાભદાયક છે. રાત્રે સુતા પહેલા એક મુઠ્ઠી જેટલા ચણા પલાળી દેવા અને સવારે ઊઠીને તે ચણા ખાવા. ચણા સાથે ગોળ ખાવાથી વધારે ફાયદો થશે. નિયમિત આ રીતે ચણા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે, લોહીની ઉણપ હોય તો તે મટે છે અને શરીર શક્તિશાળી બને છે.

મધ

સવારના ખાલી પેટ તમે મધ લઈ શકો છો. એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલું શુદ્ધ મધ મિશ્ર કરી અને તે પી જવું. આ રીતે મધનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. નિયમિત મધ લેવાથી પાચનશક્તિ મજબૂત બને છે, પાચનને લગતી બીમારીઓ મટે છે, શરીરનો વજન નિયંત્રિત થાય છે, શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને શરીરને એનર્જી મળે છે.

પપૈયું

પાકું પપૈયું તમે સવારના ખાલી પેટ લઈ શકો છો. ખાલી પેટ પપૈયું ખાવાથી વજન નિયંત્રિત થાય છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે. આ સિવાય પપૈયું ખાવાથી હાઈ બીપી અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે.

સૂકો મેવો

સવારના ખાલી પેટ તમે સૂકો મેવો કાજુ, બદામ, અખરોટ, અંજીર, કિસમિસ વગેરે ખાઈ શકો છો. તેમાં પણ ખાલી પેટ પલાળેલી બદામ, કિસમિસ અને અંજીર ખાવાથી શરીરને વધારે ફાયદો થશે. રાત્રે પલાળીને સવારે ખાવાથી તે અનેક ગણો ફાયદો કરશે. સુકો મેવો ખાવાથી શરીરને પ્રોટીન અને એનર્જી મળશે.

See also  Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર

ઓટ્સ

સવાર સવારમાં એકાદ વાટકી જેટલા ઓટ્સ ખાવાથી ઘણા ફાયદા થશે. ઓટ્સની અંદર રહેલું ફાઇબર કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરશે અને પેટમાં થતી એસીડીટી મટાડશે.

તરબૂચ

સવારના ખાલી પેટ તરબૂચ ખાવું જોઈએ. તરબૂચમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોય છે જે શરીરને ડીહાઇડ્રેશનથી બચાવશે. તરબૂચમાં રહેલું લિકોપીન નામનું તત્વ હૃદય અને આંખોને ફાયદો કરે છે.

DISCLAIMER:

તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ સવારે ખાલી પેટે આટલી વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ તેની માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

આવી જ અન્ય જાણવા જેવી માહિતી મેળવવા માટે વિશ્વગુજરાત ચેનલની મુલાકાત લેતા રહો. અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઈ શકો છો…

Leave a Comment

error: Content is protected !!