મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024: આપણી પાસે ઘણા ડોક્યુમેન્ટ્સ હોઈ છે અને આપણા કોઈ પણ ડોક્યુમેન્ટ ભૂલ ભરેલા ન હોય તે જરૂરી છે. તો તેમાં નું એક કામ નું છે ચુંટણી કાર્ડ. તેમાં ફેરફાર કરવા માટે ચુંટણી પાંચ દ્વારા વર્ષમાં અલગ અલગ સમયે ફેરફાર માટે અમુક તારીખો બહાર પડે છે. તે ચોક્કસ સમયગાળામાં જે ફેરફાર હોઈ તે કરવી લેવો જોઈએ. તો આવો જ કાર્યક્રમ આ વખતે 29/10/2024 થી 28/11/2024 થી ગુજરાત માં નક્કી કરાયો છે. તો ચાલો તે વિશે વિગતવાર માહિતી મેળવીએ.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024:
કાર્યક્રમ | ચૂંટણીકાર્ડ માં ફેરફાર | મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 |
સમયગાળો | 29/10/2024 થી 28/11/2024 |
કોનો સંપર્ક કરવો | જે તે વિસ્તારમાં આવેલા BLO નો સંપર્ક કરવો |
કામગીરી | મતદાર યાદી માં નવા નામ કઢાવવા અને જૂના કાર્ડ માં કોઈ પણ સુધારા વધારા કરવા |
સતાવાર સાઇટ | https://www.nvsp.in/ https://sec.gujarat.gov.in/ |

ખાસ ઝુંબેશ ના દિવસો
17/11/2024 | રવિવાર |
23/11/2024 | શનિવાર |
24/11/2024 | રવિવાર |
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 અંતર્ગત કયા કામ થશે
ચૂંટણીકાર્ડ માં ફેરફાર કરવા માટે જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને તેનો સમયગાળો 29/10/2024 થી 28/11/2024 થી શરૂ થનાર છે. તેમાં અલગ અલગ કામો કરી શક્શે. જે નીચે મુજબ છે.
- નામમાં ફેરફાર
- નવું નામ દાખલ કરવાનું
- નામ માં કમી
- સરનામું ફેરફાર કરવાનુ
- જન્મ તારીખ માં ફેરફાર
- લગ્ન થઈ ને આવે તો નવું નામ ચડાવવું અને કાઢવું
- કોઈ પણ વ્યક્તિના મૃત્યુ થયે નામ કાઢવું
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 માટે ભરવામાં આવતા ફોર્મ
- ચુંટણી કાર્ડ માટે જે કંઈ પણ ફેરફાર કરવાનો હોય નવું કાઢવાનું હોઈ કે કઈ પણ હોઈ તે માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. જેની માહિતી નીચે મુજબ છે.
Digital Voter ID કાર્ડ ડાઉનલોડ કરો. : Click Here
નવું નામ દાખલ કરવાનું :
- ચુંટણી કાર્ડ ની યાદી માં નામ ઉમેરો કરવા માટે ફોર્મ નંબર ૬ ભરવાનું હોય છે. જેને 1 જાન્યુઆરી 2025 ના રોજ 18 વર્ષ પૂરા થતાં હોઈ તે આ ફોર્મ ભરી શકે છે.
નામ માં કમી :
- જો તમારે કોઈ પણ કારણો ને લીધે ચુંટણીકાર્ડની યાદી માંથી નામ કાઢવાનું હોઈ તો તે માટે ફોર્મ નંબર 7 ભરવાનું રહે છે.
સરનામું ફેરફાર કરવાનું:
- જો તમારે સરનામા નો ફેરફાર કરવાનો હોઈ તો તમારે તે માટે ફોર્મ નંબર 8- ક ભરવાનું રહેશે.
નામમાં ફેરફાર:
- તમારા નામ કે અટક માં કોઈ પણ જાતનો ફેરફાર હોઈ તો તમે તે માટે ફોર્મ નંબર 8 ભરી શકો છો.
આ બધાજ ફોર્મ તમે તમારા નજીક ના વિસ્તાર ના BLO નો આ સમયગાળા દરમ્યાન સંપર્ક કરવાથી ફોર્મ મળી જશે. 20 ઓગસ્ટ 2024 થી ચૂંટણીકાર્ડ ધારક જે તે વાંધા હોઈ હક્ક દવા હોઈ તે માટેની રજુઆત કરી શક્શે. અને 6 જાન્યુઆરી 2025 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
20 ઓગસ્ટ થી તારીખ ના સંદર્ભ માં ફોટાવાળી યાદી માટે ખાસ સુધારણા જાહેર થયેલ છે. ચૂંટણીકાર્ડ ની યાદીની છેલ્લી પ્રસિદ્ધિ તારીખ 6 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવશે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 NVSP:
ચૂંટણીકાર્ડ માટે ના ફેરફાર માટે હવે તો ઓનલાઈન સુવિધા પણ મળી રહે છે.
તે ઉપરાંત વોટર હેલ્પલાઇન મોબાઇલ એપલીકેશન, ચુંટણી પંચ ના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) દ્વારા પણ ફોર્મ નંબર 6 ભરીને નવા ચૂંટણીકાર્ડ નીન્યાડી માટે અરજી કરી શકો છો. અને ત્યાં પરિવાર ન લોકો નું અને પોતાનું નામ છે કે નહિ તે પણ ચેક કરી શકો છો.અને જો કોઈ પણ ફેરફાર જણાય તોં તમે ઓનલાઈન જ તેના માટેનું ફોર્મ ભરી શકો છો.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 ખાસ ઝુંબેશ માટેના દિવસો :
ચૂંટણીકાર્ડ માટે સુધારણા ના કાર્યક્રમ હેઠળ આ નક્કી થયેલી તારીખો માં ખાસ ઝુંબેશ ચાલતી હોઈ છે. આથી જે તે લાગુ પડતાં વિસ્તાર માં BLO આખો દિવસ ચૂંટણી બુથ પર જ બેઠા હોઈ છે. અને ત્યાં તે ફેરફાર ને લગતા ફોર્મ પણ સ્વીકારતા હોઈ છે. અને તે માટે ના જરૂરી પુરાવા documents ની માહિતી BLO પાસેથી મળી રહે છે.
મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઇન કેવી રીતે શોધવું ?
- મતદાર યાદી માં તમારું નામ જોવા માટે સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઈટ http://secsearch.gujarat.gov.in/search/default.aspx પર જવાનું રેહશે.
- સાઇટ ખૂલ્યા પછી તમારે એરિયા સિલેક્ટ કરો.
- ત્યાર બાદ તમારો જીલ્લો અને તાલુકો સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું પૂરું નામ લખો.
- હવે તમારી ઉમર લખવાની રેહશે
- ત્યારબાદ પુરુષ / સ્ત્રી / અન્ય સિલેક્ટ કરવાનું રેહશે.
- હવે છેલ્લે બોક્સમાં કેપ્ચા કોડ લખવાનો રેહશે.
- આટલું કર્યા પછી સર્ચ બટન પર ક્લિક કરવાથી તમે તમારી માહિતી ચેક કરી શકશો.
મહત્વપૂર્ણ લિંક:
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસો | અહીં ક્લિક કરો |
વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન | ડાઉનલોડ કરો |
ઓફીશ્યલ પરિપત્ર | અહીંથી વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 F.A.Q.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2024 માટે ની official website કઈ છે?
https://www.nvsp.in (NVSP Portal) તેની official website છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 ખાસ ઝુંબેશ માટેની તારીખ કઈ છે?
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024 ખાસ જુંબેશ તારીખ 20 ઓગસ્ટ 2024 થી શરૂ થનાર છે.
નામ કેમનું ચડાવવું????