માવઠાની આગાહી : આટલા જિલ્લાઓમાં પડી શકે છે 26 થી 28 નવેમ્બરમાં વરસાદ

Spread the love

માવઠાની આગાહી : અંબાલાલની આગાહી: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે અને ગુલાબી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ખેડૂતો શિયાળુ પાક માટે વાવણી કરવાની તૈયારી કરી રહ્યા છે.આવા સમયે હવામાન નિષ્ણાંત અંબાલાલની માવઠાની આગાહી આવી છે. હવામાન નિષ્ણાંત ના મત અનુસાર રાજ્યમાં એક સાથે બે ઋતુઓનો અનુભવ થઈ શકે. તેમના મત અનુસાર ગુલાબી ઠંડીના વાતાવરણમાં વરસાદ આવવાની શક્યતાઓ જણાઈ રહી છે. આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર ગુજરાતમાં 26 મી અને 28 મી નવેમ્બરના ગાળામાં ઠંડી અને શિયાળાની ઋતુમાં માવઠું થવાની સંભાવના રહેલી છે. શિયાળુ પાકની તૈયારી ક૨તા ખેડૂતો માટે માવઠાની આગાહી ના સમાચાર એક ચિંતાનો વિષય બની શકે. આવનારા દિવસોમાં અંબાલાલની આગાહી અનુસાર હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.

માવઠાની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાત પર નક્ષત્રોના ફેરેફારની અસર થશે. પૂર્વ ભારતમાં ઠંડીની અસર થવાની સાથે પશ્ચિમ બંગાળમાં ચક્રવાતનો ઉદ્દભવ થશે, જેના કારણે ડિસેમ્બરમાં પણ માવઠું થવાની શક્યતા રહેલી છે.+

તદુપરાંત ઉતર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર પણ જણાશે. મહારાષ્ટ્રના મુંબઈની આસપાસના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠું થશે તે વિશે જણાવતા તેમણે કહ્યું છે કે સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવનાઓ રહેલી છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પંચમહાલ માં ભારે વરસાદ થવાની સંભાવના ઓ રહેલી છે. તે સાથે કચ્છના પણ અમુક ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં જેવા કે મહેસાણા અને પાલનપુર જિલ્લાના અમુક ભૂગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. સાથે કેટલાક ભાગોમાં તો રેકોર્ડ તોડી નાખે તેવો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે. તો ભર શિયાળે ગુજરાતમાં અષાઢી માહોલ જામવાની શક્યતાઓ બંધાઈ રહી છે.

See also  Mukhyamantri Digital Seva Yojana 2022 Apply Online, Registration Official Web

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠા અંગે ખેડૂતોને માહિતગાર જણાવ્યું છે કે, તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવનાઓ રહેલી છે. 27 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે ઉતરના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે.

જેના લીધે ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શરૂ થશે. જેના લીધે ઘઉં, રાયડા અને સરસવના પાકને સાનુકૂળ વાતાવરણ તૈયાર થશે. મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. અમુક ભાગોમાં હળવો વરસાદ પણ થશે.

માવઠાની આગાહી

ખેડૂતો માટે માવઠાના કારણે આ સીઝન આખરી બની રહે તેવી સંભાવનાઓ જણાઈ છે. ખેડૂતો પણ માવઠા સામે પાકનુ રક્ષણ કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે આવનારા ત્રણ ચાર દિવસોમાં માવઠાની સંભાવનાઓના કારણે માર્કેટીંગ યાર્ડ પણ સતર્ક થઈ ગયું છે. જામનગર, રાજકોટ સહિતના અનેક માર્કેટીંગ યાર્ડમાં જણસીની આવક પણ રોકી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ 24 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના કૃષિમંત્રી રાધવજી પટેલે આ માવઠાની પરિસ્થિતિમાં ખેડૂતોને ચિંતા ન કરવા જણાવ્યું છે. તેમ જ રાજ્ય સરકાર હંમેશને માટે ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવી સાન્ત્વના પણ આપેલી છે. કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે કૃષિ મહોત્સવમાં જણાવ્યુ હતું કે રાજ્યમાં ખેડૂતોને 10 હજાર કરોડ રૂપીયાનું નુકશાની વળતર ચુકવેલ છે.

Leave a Comment

error: Content is protected !!