સાવધાન: શું તમે પણ ગરમ પાણીથી સ્નાન કરો છો?

Spread the love

હાલ લોકોના ઘર માં ગીઝર હોવા એ સામાન્ય વાત છે. અને તેના લીધે લોકો શિયાળામાં તો ઠીક ઘણા લોકો ને કોઈ પણ ઋતુ હોય ગરમ પાણી વગર ચાલતું નથી. જે લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે તેવા લોકો માટે આ જાણવું જરૂરી છે.

હાલ શિયાળાની ઋતુ ચાલે છે. અત્યારે મોટાભાગના લોકો શિયાળામાં ગરમ પાણી થી સ્નાન કરે છે. પરંતુ તમને આ વાત ની ખબર નહિ હોય કે ગરમ પાણી થી સ્નાન કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. અત્યારે શિયાળાની સિઝનમાં ગરમ પાણીથી સ્નાન કરવામાં આપણે રાહત અનુભવીએ છીએ પરંતુ ગરમ પાણીમાં સ્નાન કરવાના લીધે સ્કીન અને વાળની સમસ્યા પણ થઈ શકે છે. ગરમ પાણીથી કયા કયા નુકસાન થઈ શકે તે વિશે આપણે જાણીએ.

ગરમ પાણીથી સ્નાન કરવાથી થતા નુકશાન –

આંખોમાં મોઇશ્ચરાઇઝિંગ પર અસર તથા ખંજવાળ આવવી-

કોઈ પણ ઋતુ માં ગરમ પાણી થી સ્નાન કરવું સામાન્ય છે એવામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી આંખોમાં હાજર રહેલ ભેજ પર ખૂબ અસર થાય છે. આ સમસ્યા ના કારણે આંખોમાં ખંજવાળ આવે છે. અને સાથે સાથે જો તમારી આંખો સૂકી રહેતી હોય તો તમારે ગરમ પાણી થી સ્નાન કરવાનુઆં ટાળવું જોઈએ. આવી પરિસ્થિતિ હોય ત્યારે ઠંડા પાણી થી સ્નાન કરવું ખૂબ જ ફાયદા કારક હોય છે.

શારીરિક ફળદ્રુપતામાં ઘટાડો

આ વાત થી તમને કદાચ ઝટકો લાગશે કે ગરમ પાણી થી નાહવું કેટલું ખતરનાક બની શકે છે. પણ એ વાત સાચી છે કે જો તમે સતત ગરમ પાણી થી સ્નાન કરતા હોય તો તમારી પ્રજનન ક્ષમતા પર પણ અસર થઈ શકે છે. જો તમે ગર્ભધારણ કરવા માંગતા હોય ત્યારે તમારે ખાસ ગરમ પાણી થી સ્નાન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે રોજે રોજ ગરમ પાણીથી સ્નાન કરવાથી પુરૂષોના સ્પર્મ કાઉન્ટ પર ખૂબ મોટી અસર પડી શકે છે.

See also  myCigna app: Get Access to Your Personal Health

સ્કીન અને વાળ માટે પણ નુકશાન-

હા તમને જાણીને નવાઈ લાગશે કે ગરમ પાણી થી સ્નાન કરવાથી તમારી સ્કીમ અને વાળને પણ નુકસાન થઈ શકે છે. વાળમાં રહેલા કેરોટીન ના કોષ ગરમ પાણીના લીધે નબળા પડી જાય છે, અને તેના કારણે જ વાળ ખરવાના ચાલુ થઈ જાય છે. અને ગરમ પાણીથી નહાવાથી વાળ ડ્રાય થઈ જાય છે. એટલે જ ગરમ પાણીથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ.

સ્કીન / ત્વચા ને લગતી સમસ્યાઓ-

ગરમ પાણી માં નહાવાથી શરીર ની સ્કીન ડ્રાય થઈ જાય છે અને તેના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓ ભોગવી પડે છે એટલા માટે ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવાનું બંધ કરી દેવું જોઈએ.

રેગ્યુલર ગરમ પાણીમાં નાહવાને કારણે આપણી આંખોને નુકસાન પહોંચી શકે છે. ગરમ પાણી થી નહવાના લીધે આંખોમાં લાલાશ આવવી, ખંજવાળ આવવી અને વારંવાર આંખોમાં પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.

અને આ સિવાય ગરમ પાણી માં સ્નાન કરવાના કારણે હાથ-પગના નખને પણ નુકસાન પહોંચાડી શકે છે. અને જો વધારે પડતા ગરમ પાણીમાં નાહવાની આદત હશે તો નખ તૂટવા અને ઈન્ફેક્શન થવું અને તેની આજુબાજુની સ્કીન ફાટવાની સમસ્યા થઈ શકે છે.

અમે કોઈ ડોક્ટર નથી પરંતુ એમને ખબર હતી e માહિતી તમારા સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો છે. વધુ માહિતી માટે તમારા ફેમિલી ડોક્ટર ની મુલાકાત લઈ શકો છો. અથવા સ્કીન સ્પેશીયલીસ્ટ ની મુલાકાત લેવી હિતાવહ છે.

આવી જ અવનવી માહિતી માટે વિશ્વ ગુજરાત ની રેગ્યુલર મુલાકાત લેતા રહો. અને અમારા વોટ્સએપ ગ્રૂપ માં પણ જોડાઓ.

Leave a Comment

error: Content is protected !!