ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે લીલા પાંદડા: અત્યારના સમયમાં ડાયાબિટીસ એ માથાના દુઃખાવા રૂપ સમસ્યા છે. અને અત્યારે ઘણા લોકો આ સમસ્યાથી પીડાય છે. અત્યારે તો નાના નાના બાળકો માં પણ ડાયાબિટીસની સમસ્યા જોવા મળે છે. ડાયાબિટીસ થવાનાં મુખ્ય બે કારણો છે. એક તો વારસાગત રીતે ડાયાબિટીસ થઈ શકે, અને બીજું કારણ આપણી જીવનશૈલી. ડાયાબિટીસના દર્દીએ તેના ખોરાક માં ખુબજ કાળજી લેવી જોઈએ. જો તે ખોરાકમાં કાળજી ના રાખી શકે તો, તેને શરીરમાં સુગર કંન્ટ્રોલ કરવો મુશ્કિલ બની જાય છે.
ડાયાબિટીસ ના દર્દી એ નિયમિત રીતે ડોક્ટરે આપેલી દવા લેવી પડે છે. અહીં આજે આપને આ દવા સિવાય પણ ઘરે બેઠા બેઠા આયુર્વેદ અથવા તો સ્થાનિક પરિસ્થિતિમાં ઉપલબ્ધ લીલા પાંદડા નો ઉપયોગ કરીને ડાયાબિટીસ કઈ રીતે નિયંત્રિત કરવું તેના વિશે જાણીએ.
ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે લીલા પાંદડા
આજે અહી જણાવેલા ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે લીલા પાંદડા જો તમે તમારી દિનચર્યામાં સામેલ કરશો, તો આપ આપના શરીરમાં વધતા ડાયાબિટીસને કન્ટ્રોલ કરી શકશો, તો ચાલો આપણે આ લીલા પાંદડા વિશે જાણીએ કે કયાં પાંદડા ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે.
કડવા લીમડાના પાન
કડવા લીમડો નામ થી જ કડવો છે પરંતુ તેના ગુણ ખૂબ જ લાભ દાયક છે. કડવા લીમડાના પાનમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટિ-વાયરલ સંયોજનો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે માટે લીમડાના પાનનું સેવન કરવાથી દર્દીની શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. લીમડાના પાન ને આહારમાં સામેલ કરવા માટે લીમડાના પાનને બરાબર સૂકવી લો. ત્યારબાદ તેને મિક્સર જારમાં પીસીને પાવડર બનાવી લો. પાવડર બની ગયા પછી દરરોજ એક ચમચી લીમડાનો પાવડર લેવો જોઈએ.
આંબાના પાન અથવા કેરીના પાન
સૌ પ્રથમ લગભગ 12 થી 15 જેટલા આંબાના પાન લઈ લ્યો. ત્યારબાદ આંબાના પણ ને પાણીમાં નાખીને ખૂબ ઉકાળો. પાણી ઉકાળ્યા પછી ઉકાળેલ પાણીને આખી રાત એમ નેમ રહેવા દો. ત્યારબાદ બીજા દિવસે સવારે ઊઠીને આ પાણીને ગાળીને પી લેવું. આંબાના પાનમાં એવા ઘણા બધા સારા ગુણ હોય છે જે દર્દીના ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરી શકે. અને તે ઉપરાંત આંબાના પાન દર્દીના બ્લડ સુગરને સ્ટેબળ કરવામાં પણ ખૂબ મદદ રૂપ છે.
લીલી મેથીના પાંદ
ડાયાબીટીસ માટે મેથીના પાન સર્વોત્તમ છે. અને આયુર્વેદ શાસ્ત્રમાં મેથીને ઉત્તમ ઔષધી તરીકે ગણવામાં આવી છે. લીલી મેથીના પાંદ ડાયાબિટીસ મટે શ્રેષ્ઠ ગણાય છે. તેથી મેથીને ડાયાબિટીસના દર્દીએ પોતાના આહારમાં સામેલ કરવી જોઈએ. એટલા માટે તમે ડાયાબિટીસના દર્દીએ પોતાના આહારમાં મેથીના પાનને શાક અથવા સલાડ તરીકે સામેલ કરી શકાય. મેથીના ઉપયોગથી High BP એટલે કે હાઈ બ્લડ શુગરને કન્ટ્રોલ કરી શકાય છે.
કઢી પતા / મીઠો લીંમડો
મીઠા લીમડાના પાંદ ખૂબ જ ગુણકારી હોય છે. મીઠા લીમડા ને કઢી પતા પણ કહેવાય છે. મીઠા લીમડાના પાંદડામાં એવા ઘણા બધા ગુણો હોય છે જે તમારા શરીરમાં ચયાપચય ક્રિયા અને ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને વધારવા માટે મદદરૂપ થાય છે. કઢી પતાના ઉપયોગ માટે માટે દરરોજ સવારે એક મુઠ્ઠી જેટલા લીમડાના પાંદ ચાવવા જોઈએ. કઢી પતા ચાવવાથી દર્દીના શરીરમાં ડાયાબિટીસનું લેવલ જળવાઈ રહે છે.

વિશ્વ ગુજરાત હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ સિવાય પણ જો તમને કોઈ હેલ્થ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો, આ આર્ટિકલની નીચે કમેન્ટ કરી જણાવો. અને જો તમને અમારો આ ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે લીલા પાંદડા વાળો લેખ ગમ્યો હોય તો, તેને લાઈક આપી અને શેર ચોક્કસથી કરજો. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો વિશ્વ ગુજરાત સાથે. અને અમારા વોટ્સએપ ગ્રૂપને જોઈન કરો
Disclaimer
તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે Budget 2023, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે.