Haunted place of Gujarat / ગુજરાત ના આ ભૂતિયા સ્થળે જતા લોકો ધોળા દિવસે પણ ડરે છે.

Spread the love

Haunted place of Gujarat: શું તમે ભૂત પ્રેતમાં વિશ્વાસ રાખો છો? આજે અમે તમને એવી માહિતી જણાવવા માંગીએ છીએ કે જે જાણીને તમને આશ્ચર્ય થશે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ એ ખૂબ જ મોટા અને પ્રખ્યાત શહેરો છે. તથા આ શહેરો ખૂબ જ ભીડભાડ વાળા છે તથા બહારગામ થી પણ લોકો અહીં ફરવા આવે છે. પરંતુ એ જાણીને તમને નવાઈ લાગશે કે આ બધા શહેરોમાં અમુક જગ્યાઓ એવી છે કે, લોકો તે જગ્યાને ભુતિયા જગ્યા માને છે, અને ધોળા દિવસે પણ લોકો ત્યાં જતા ડર અનુભવે છે.

ગુજરાત એ પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનો કેન્દ્ર છે અને ગુજરાતમાં ઘણા બધા લોકો બહારથી પણ ફરવા આવે છે અહીં ધાર્મિક જગ્યાઓ ખૂબ જ છે અને ધાર્મિક મંદિરોનો આગવું મહત્વ છે પરંતુ ગુજરાતના અમુક શહેરોમાં અમુક જગ્યાઓ ખૂબ જ ડરામણી છે અને લોકો રાત્રે તો ઠીક પરંતુ દિવસે જતા પણ દસ વખત વિચાર કરે છે એનું કારણ એ જગ્યા ઉપર ઘણી બધી ડરામણી ઘટનાઓ બની છે અને આ બધી ઘટનાઓની અસર હજુ સુધી જીવંત છે અને લોકોના મનમાં અસર કરી ગઈ છે તેથી લોકો દિવસે પણ ત્યાં જતા ડર અનુભવે છે ચાલો આજે આપણે જગ્યાઓ વિશે વિગતવાર માહિતી મેળવીએ

અમદાવાદનું સિગ્નેચર ફાર્મ / Haunted place 1

અમદાવાદ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે. અમદાવાદ એ ગુજરાતનો ખૂબ જ વિકસિત શહેર છે. અમદાવાદ શહેરનું જૂનું નામ કર્ણાવતી છે. કહેવાય છે કે અમદાવાદ પહેલા કર્ણાવતી ના નામે જાણીતું હતું, અને અમદાવાદ એ ભારતના વિકસિત શહેરોમાંથી એક શહેર છે. અમદાવાદમાં જામા મસ્જિદ, સરખેજ, તીન દરવાજા, નળ સરોવરનું પક્ષી અભ્યારણ, સાબરમતી આશ્રમ, આ બધા જ ફરવા લાયક સ્થળો આવેલા છે. અને પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત અચૂક લે છે.

See also  ઉંદરનો ત્રાસ: ઉંદર ભગાવવાના દેશી ઉપાયો

આ સિવાય અમદાવાદમાં કેટલીક જગ્યાઓ એવી પણ છે કે, જ્યાં ભૂલથી પણ કોઈ જવા માગતું નથી. એવી જગ્યાઓમાંથી સિગ્નેચર ફાર્મ એક જગ્યા છે કે, જ્યાં જવા માટે લોકો ડર અનુભવે છે. જે લોકો ખૂબ જ હિંમતવાન છે તે લોકો જ આ જગ્યા ઉપર ફરવા જઈ શકે છે. ત્યાંના સ્થાનિક લોકો આ જગ્યા વિશે એવું કહે છે કે ત્યાં ઘણી બધી પેરાન નોર્મલ ઘટનાઓ બની છે. આ સ્થળ ત્યાંની અજીબો ઘટનાઓ માટે હંમેશા સમાચારોમાં રહે છે.

સિગ્નેચર ફાર્મ વધુ પ્રખ્યાત બન્યું જ્યારે ત્યાં નાનકડા છોકરાઓ ની ટોળી સાંજના સમયે વોકિંગ કરવા માટે આવી, એવું માનવામાં આવે છે કે, કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાનો શિકાર બનાવ્યા હતા. તે ઘટના બાદ લોકો અહીં જતા પણ ડરે છે. એ સિવાય પણ લોકોનું માનવું છે કે સાંજે અહીંથી વિચિત્ર અવાજો આવે છે.

અમદાવાદના ચાંદખેડામાં ધ હોન્ટેડ ટ્રી / Haunted place 2

અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર એ ઉત્તર પશ્ચિમ અમદાવાદમાં એક ખુબજ સરસ રીતે વિકાસ પામેલો એરિયા છે. ચાંદખેડા વિસ્તાર એ સાબરમતી નદીની પશ્ચિમ દિશામાં આવેલો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ગલીઓમાં એક ખુબજ પ્રાચીન વૃક્ષ છે. તે વૃક્ષ વિશે એવું માનવામાં આવે છે કે તે વૃક્ષ પર ભૂતનો પડછાયો સતત ફરતો રહે છે. અને જો કોઈ વ્યક્તિ રાત્રે આ વૃક્ષની પાસે આવે છે. તો તે વ્યક્તિના સપના માં રાતે તે આત્મા આવવા લાગે છે. અને આમ ને આમ તે વ્યક્તિ પાગલ થઈ જાય છે. ખરેખર આ વૃક્ષ જોતા જ ખૂબ ડરામણું લાગે છે.

અમદાવાદ – રાજકોટ હાઇવે રોડ / Haunted place 3

રાજકોટ અમદાવાદ હાઇવે બધા લોકોએ નેશનલ હાઈવે – 47 પર આવેલા એક નાનકડા શહેર બગડોરા વિશે સાંભળ્યું જ હશે. અમદાવાદ થી રાજકોટ જતી વખતે તમને આ જગ્યા જોવા મળશે. લોકોનું એવું કહેવું છે કે હાઇવે નો આ રસ્તો ખૂબ જ ભયાનક હોવાથી અહીં વારંવાર અકસ્માતો થતા રહે છે. જે લોકો રાત્રે વાહનનો ચલાવે છે તે લોકો એવું કહે છે કે રાત્રે વાહન ચલાવતી વખતે તેમને ચિત્ર વિચિત્ર અવાજો સંભળાય છે. અને આવા વિચિત્ર અવાજો ના લીધે વાહન ચલાવનારનું ધ્યાન ભટકાઈ જાય છે અને અકસ્માતો થાય છે. વાહન ચલાવનાર લોકો એવું પણ કહે છે કે અહીં રસ્તા પરની રહસ્યમય મહિલાઓ અને ભિખારીઓ પર બિલકુલ ધ્યાન ન આપવું.

See also  Viral Video: નાની ક્યુટ છોકરીએ ખોલી પપ્પાની પોલ, કેટલી ક્યુટ ફરિયાદ!

સુરતનો ડુમસ બીચ / Haunted place 4

દરિયા કિનારે લોકોને ફરવું ગમે છે. અને તેમાં પણ ગુજરાતના ડુમસ વિશે સૌ કોઈ જાણતા જશો. ગુજરાતનો આ ડુમસ બીચ અરબી સમુદ્રના કિનારે આવેલો છે. આ બીચ સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલ છે, ડુમસ બીચ ફરવા માટે એક સારું સ્થળ છે. આ બીચ સુરતના એરપોર્ટથી ફક્ત 3 થી 4 કિલોમીટર જ દૂર છે. ડુમસ બીચની કાળી રેતીની રહસ્યમય અને ભૂતિયા વાર્તા આખા સુરત શહેરમાં જાણીતી છે. આ બીચ એક હિન્દુ કબ્રસ્તાન હોવાનું માનવામાં આવે છે, એમ કહેવાય છે કે આ બીચ પર ભૂતપ્રેત ભટકતા હોય છે. આ બીજ પર સાંજ પડ્યા પછી કોઈપણ માણસ જવાની હિંમત કરતું નથી, એવું કહેવામાં આવે છે કે જે માણસ સાંજ પછી આ બીજ પર જાય છે. તે ફરી પાછો ઘરે આવતો નથી અને ગાયબ થઈ જાય છે.

રાજકોટમાં આવેલ અવધ પેલેસ / Haunted place 5

રંગીલુ રાજકોટ શહેર ગુજરાતમાં આવેલું છે. અને આ રાજકોટમાં અવધ મહેલ એક જૂનો અને જાણીતો પ્રાચીન અને વિશાળ મહેલ છે. ત્યાંના રહેવાસી લોકોનું એવું કહેવું છે કે આ મહેલમાં એક છોકરી સાથે ખોટું થયું હતું, અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ છોકરીના મૃત્યુ બાદ તેમને અહીં દફનાવી દેવામાં આવી હતી. કહેવાય છે કે આ ઘટના પછી છોકરી ની આત્મા અહીં ભટકે છે. ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે સાંજે હવેલી માંથી છોકરીની ચીસોના અવાજ આવે છે.

(નોંધ: આ લેખમાં દર્શાવેલ કોઈપણ માહિતીમાં રહેલી ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી હેઠળ લેવી જોઈએ.)

વિશ્વ ગુજરાત હોમ પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને નીચેની વિગતો આપીએ છીએ.

1 thought on “Haunted place of Gujarat / ગુજરાત ના આ ભૂતિયા સ્થળે જતા લોકો ધોળા દિવસે પણ ડરે છે.”

Leave a Comment

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો